મજેદાર જોક્સ : પત્ની (પતિને ગુસ્સામાં) : સાચું બોલજો, આ કામવાળી બાઈ સાથે તમે શું લફડું કર્યું?

0
3505

લ્યો આવી ગયા ઈન્ટરનેટ ઉપર નવા જોક્સ. વાંચીને હસી હસીને લોથપોથ ન થઇ જાવ તો કહેજો.

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે, તો તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે, જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સ લઈએ આવ્યા છીએ, જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે, અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

એક સત્સંગ દરમિયાન સંત પ્રવચન આપી રહ્યા હતા.

સંત : જે માણસ જન્મથી નર છે તે આગલા જન્મમાં પણ નર જ હશે,

અને જે આ જન્મમાં નારી છે તે આવતા જન્મમાં પણ નારી જ હશે.

એટલામાં એક વૃદ્ધ મહિલા ઉઠીને ચાલવા લાગી.

સંત : ક્યાં જઈ રહ્યા છો આવી રીતે અધવચ્ચેથી ઉઠીને?

વૃદ્ધ મહિલા : હવે આવતા જન્મમાં પણ રોટલા જ બનાવવાના છે, તો સત્સંગ સાંભળીને શું ફાયદો?

જોક્સ : 2

પ્રાથમિક શાળામાં શિક્ષિક ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા.

ત્યારે કલેકટર સાહેબ આવી ગયા.

શિક્ષિક પકડાઈ ગયા. ઘણું ઉઠાડ્યા પછી શિક્ષિકની ઊંઘ ખુલી.

ઊંઘ ખુલ્યા પછી શિક્ષિક કલેકટરને જોઇને બોલ્યો : તો બાળકો સમજી ગયાને કે કુંભકર્ણ આવી રીતે ઊંઘતો હતો.

જોક્સ : 3

છોકરાને છોકરીનો ફોન આવે છે.

છોકરો : હા, કેટલાનું રીચાર્જ કરાવું?

છોકરી : તને શું લાગે છે હું દર વખતે રીચાર્જ કરાવવા માટે જ ફોન કરું છું?

છોકરો : તો?

છોકરી : બે ડ્રેસ અપાવી દે ને પ્લીઝ.

જોક્સ : 4

પતિ પત્નીને : શાંતિને બોલાવો.

પત્ની : કોણ આપણી કામવાળી?

પતિ : હા

પત્ની : કેમ?

પતિ : ડોકટરે કહ્યું છે કે ગોળી ખાવ અને શાંતિ સાથે સુઈ જાવ.

જોક્સ : 5

પત્ની : પતિને ગુસ્સામાં કહે છે.

પત્ની : સાચું બોલજો, આ કામવાળી બાઈ સાથે તમે શું લફરું કર્યું?

પતિ : શું બકવાસ કરી રહી છે?

પહેલા એ કે થયું શું?

પત્ની : કાલ સુધી મને શેઠાણી કહીને બોલાવતી હતી,

આજે દીદી કહીને બોલાવી રહી છે.

જોક્સ : 6

દારુડીયો દારુ પીધા પછી પોતાની પત્નીને : તમે કોણ છો?

પત્ની : પાગલ થઇ ગયા છો શું? તમારી પત્નીને ભૂલી ગયા.

દારુડીયો : નશો દરેક દુઃખને ભુલાવી દે છે બહેનજી.

જોક્સ : 7

ઘરમાં ટીવી બગડી જાય તો માતા-પિતા કહે છે.

બાળકોએ બગાડ્યું છે,

અને જો બાળકો બગડી જાય તો કહેવાય છે ટીવીએ બગડ્યા છે.

જોક્સ : 8

શર્માજી : કોનો ફોન હતો?

ચિન્ટુ : દોસ્તનો હતો, પપ્પા.

શર્માજી : સાચું બતાવ કોણ હતું?

ચિન્ટુ : સંજય દત્ત, પપ્પા.

જોક્સ : 9

પિતા : દીકરા, ગણતરી આવડી ગઈ છે?

દીકરો : હા પપ્પા.

પિતા : તો જણાવ ૧, ૨, ૩, ૪ પછી શું આવે છે?

દીકરો : ૫, ૬.

પિતા : શાબાશ, અને ૫, ૬ પછી?

દીકરો : ૭, ૮, ૯, ૧૦.

પિતા : શાબાશ શાબાશ, ઘણો હોંશિયાર થઇ ગયો છે તું તો.

આગળ બતાવ દીકરા ૧૦ પછી શું આવે છે?

દીકરો : ગુલામ, બેગમ, બાદશાહ.

દે થપ્પડ ઉપર થપ્પડ.

જોક્સ : 10

શિક્ષક : ૧ થી ૧૦ સુધી ગણતરી સંભળાવો

પપ્પુ : ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૮, ૯, ૧૦.

શિક્ષક : ૬ ક્યાં છે?

પપ્પુ : જી તે તો મરી ગયો.

શિક્ષક : મરી ગયો? કેવી રીતે મરી ગયો?

પપ્પુ : જી સાહેબ, આજે સવારે ટીવી ઉપર સમાચારમાં બતાવી રહ્યા હતા કે,

અકસ્માતમાં ૬ નું મૃત્યુ થઇ ગયું.

જોક્સ : 11

હોસ્ટેલનો વિદ્યાર્થી પોતાના દોસ્તને.

વિદ્યાર્થી : ભાઈ દગો થઇ ગયો દગો.

દોસ્ત : શું થઇ ગયું?

વિદ્યાર્થી : ઘરેથી પુસ્તકો માટે પૈસા મંગાવ્યા હતા,

ઘરવાળાએ પુસ્તક જ મોકલી દીધા.

જોક્સ : 12

કાગડાએ માટલીને પૂછ્યું : તું તો આગમાં તપાવીને બનેલુ છે,

છતાંપણ આટલી ગરમીમાં તારી અંદર પાણીને કેવી રીતે ઠંડુ રાખી શકે છે?

માટલીએ ઘણો સરસ જવાબ આપ્યો..

તું પાણી પી લે શાંતિથી વધુ દોઢડાયો ન બન.

જોક્સ : 13

ભિખારી : સાહેબ હું કોઈ સામાન્ય ભિખારી નથી.

મેં ‘રૂપિયા કમાવા માટેની ૧૦૦ રીત’ નામનું પુસ્તક લખ્યું છે.

મુસાફર : તો પછી તું ભીખ કેમ માંગે છે?

ભિખારી : કેમ કે તે એ પુસ્તકમાં દર્શાવવામાં આવેલી સૌથી સરળ રીત છે.

જોક્સ : 14

અકબરે બીરબલને કહ્યું,

અકબર : આપણા મમ્મી પપ્પા આપણને એટલો પ્રેમ કરતા હતા કે,

આપણને સુવરાવવા માટે આખી આખી રાત જાગતા હતા અને આપણે છતાંપણ સુતા ન હતા.

બીરબલ : મહારાજ એટલે તો તમે એકલા રહી ગયા.

જોક્સ : 15

લેડીઝ ગારમેન્ટ શોપ ઉપર પપ્પુને સેલ્સમેનની નોકરી મળી ગઈ.

એક છોકરી આવી અને પપ્પુને કહ્યું,

છોકરી : અંડરવિયર બતાવો?

પપ્પુ (શરમાતા) : આજે નથી પહેરી કાલે દેખાડીશ તો ચાલશે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.