આજકાલ માણસ પૈસા કમાવવાના ચક્કરમાં આખો દિવસ ઓફીસ અને ઘરના કામમાં લાગી રહે છે. આખા દિવસના કામ પછી જયારે એને થોડો સમય મળે છે, તો એ સમય તે તેના કુટુંબ સાથે હસવા રમવામાં પસાર કરવા માંગે છે. એવામાં તે પોતાના પરિવાર સાથે ખુશ ત્યારે રહી શકશે જયારે તે પોતાના મનથી ખુશ હશે.
એટલે આજે અમે તમારા માટે થોડાક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જે તમારા આખા દિવસના થાકને ચપટીમાં ઉતારી દેશે અને તમને ખુશ થઈ જશો. આ જોક્સ વાંચીને તમારું મન પ્રસન્ન થઇ જશે, અને તમે તમારા પરિવારને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ આ કામને.
1. શિક્ષક : બાળકો, ચંદ્ર ઉપર પહેલો પગ મુકવા વાળા વ્યક્તિનું નામ શું હતું?
વિદ્યાર્થી : નીલ આર્મસ્ટ્રોંગ.
શિક્ષક : શાબાશ.. અને બીજો પગ કોણે મુક્યો હતો?
વિદ્યાર્થી : બીજો પગ પણ તેણે જ મુક્યો હતો સાહેબ. કારણ કે મારી જાણકારી અનુસાર તે લંગડો તો ન હતો.
2. જો તમારું કોઈની સાથે સેટિંગ ન થયું હોય તો,
૨-૩ વર્ષ હજુ પ્રયત્ન કરી શકો છો.
પછી પણ તમારું સેટિંગ ન થાય તો સમજી જાવ કે,
તમારો જન્મ માત્ર વસ્તી ગણતરી માટે જ થયો છે.
3. એક છોકરીએ નાના બાળકના ગાલ ઉપર વ્હાલથી કિસ કરી.
છોકરી : અરે, તારા ગાલ ઉપર તો લીપસ્ટીપ લાગી ગઈ.
બાળક : કાંઈ સારું કરવાથી જો ડાઘ લાગે છે, તો ડાઘ સારા છે.
4. બારમાં ધોરણ પછી B.A, B.Sc, B.Com કરવું એટલું જ જરૂરી છે,
જેટલું મર્યા પછી તેરમું કરવું.
થતું કાંઈ નથી પરંતુ આત્માને શાંતિ મળે છે.
5. શિક્ષકે બાળકોને કહ્યું : હવે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા જઈ રહી છું,
જેનો જવાબ તમે સાત જન્મો સુધી નહિ આપી શકો.
ચાલો જણાવો કે એક બાઈક ઉપર ૧૩ માણસ કેવી રીતે બેસશે?
પપ્પુએ તરત જવાબ આપ્યો..
પપ્પુ : સરળ છે મેડમ, એક ડ્રાઈવર અને બે છક્કા.
ટીચર આજ સુધી કોમામાં છે.
6. પતિ : જાનું, પાણી પીવરાવી દે ને.
પત્ની : કેમ? તરસ લાગી છે?
પતિ (ગુસ્સામાં) : નહિ.. નહિ.. તરસ કેમ લાગે?
આ તો હું પાણી નાખીને ચેક કરવા માગું છું, કે ગળું ક્યાયથી લીક તો નથી થઇ રહ્યુંને.
7. સંતા : આ અરીસા આટલા મોંઘા વેચો છો, તેની ગેરંટી શું છે?
બંતા : તમે તેને ૧૦૦ માળથી નીચે ફેંકો, તે અરીસો ૯૯ માળ સુધી નહિ ટુટે.
સંતા : અરે વાહ મસ્ત છે, ચાલો પેક કરી દો એને.
8. આપણી દુનિયામાં એક મગજ જ એવી વસ્તુ છે,
જેને થોડી વારમાં જ ખાઈ, ચાટી, ખરાબ, ગરમ અને ઠંડુ કરી શકાય છે.
એટલું જ નહિ તેના છાણ અને ભૂસું પણ ભરી શકાય છે.
9. સંતાએ પોતાના લગ્ન માટે પોતાના બોસની દીકરીનો હાથ માંગ્યો.
બોસ : તારી હેસિયત જો, તારા પગારમાં તો મારી દીકરી માટે ટોયલેટ પેપર પણ નહિ આવે.
સંતા : જો એટલી પોટી કરે છે તો પછી રહેવા દો, નથી કરવા એની સાથે લગ્ન.
10. પતિ પત્નીમાં ઘણો મોટો ઝગડો થયો.
પછી વહુ પોતાની સાસુ પાસે જઈને બોલી,
મમ્મીજી કાલે રાત્રે મારો તેમની સાથે ઝગડો થઇ ગયો.
સાસુ : કાંઈ વાંધો નહિ, એ તો દરેક પતિ પત્ની વચ્ચે થતું રહે છે.
વહુ : એ તો મને પણ ખબર છે, પણ મને એ જણાવો કે હવે લાશનું શું કરવાનું છે?
11. સંતા બંતાના ઘરે ગયો અને બંતાની પત્નીને જોઇને બોલ્યો,
તારી અને ભાભીની જોડી તો રામ સીતાની જોડી છે ભાઈ.
બંતા : હા પણ, એ ન તો ધરતીમાં સમાય છે અને ન તો તેને કોઈ રાવણ લઇ જાય છે.
12. છુટાછેડાના કેસમાં કોર્ટે પતિને આદેશ આપ્યો કે અડધો પગાર પત્નીને આપવો પડશે.
પતી : આનંદનો માર્યો નાચવા લાગ્યો, સારું હવે અડધો પગાર તો મારી પાસે રહેશે.
13. નવા નવા વર-વહુ બનેલા પ્રેમી જોડામાં જોરદાર લડાઈ થઇ.
લડાઈ પછી પ્રેમિકાએ ભગવાનને કહ્યું,
હે ભગવાન મારી મદદ કરો. જો તે ખોટા છે તો તેને ઉપાડી લો,
અને જો હું ખોટી છું તો મને વિધવા બનાવી દો.
14. પત્નીએ પતિને ઓફીસમાં ફોન કર્યો.
પતિ : જલ્દી બોલ, હું ખુબ કામમાં છું.
પત્ની : એક સારા સમાચાર છે, અને એક ખરાબ સમાચાર છે.
પતિ : માત્ર સારા સમાચાર સંભળાવી દે,
ખરાબ સમાચાર સાંભળવાનો સમય નથી.
પત્ની : ઠીક છે સારા સમાચાર એ છે કે આપણી નવી ગાડીના
એયરબેગ એકદમ સરસ કામ કરી રહ્યા છે.
પતિ બેભાન.