મિત્રો હસતું રમતું જીવવાની દરેકની ઈચ્છા હોય છે. દુનિયાની કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે એમના જીવનમાં દુઃખ નામની કોઈ વસ્તુ હોય. પર પ્રકૃતિનો નિયમ છે કે સુખ સાથે દુઃખ હોય જ છે. જ્યાં સારું હોય ત્યાં ખરાબ પણ હોય જ છે. આપણે સુખ અને દુઃખ બંને ભોગવવાના હોય છે. અને એની પર કોઈનું નિયંત્રણ નથી. જયારે નસીબ ખરાબ હોય ત્યારે એક પછી એક સમસ્યા આવતી જ રહે છે. આ સ્થિતિમાં ઘણા લોકો ન ફક્ત ઉદાસ થઈ જાય છે, પણ ડિપ્રેશનમાં પણ ચાલ્યા જાય છે. જેની તમારા કામ અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે.
અને જો તમે લોકો તમારા ખરાબ દિવસોમાં પણ પોતાનું સ્વાસ્થ્ય અને કામ સારું રાખવા માંગો છો, તો તમારે વચ્ચે વચ્ચે તમારું માઈન્ડ રિલેક્સ કરવાની જરૂર છે. અને માઈન્ડને રિલેક્સ કરવા માટે હસવું એ એક સરળ રીત છે. પરંતુ આ દુઃખની ઘડીમાં ચહેરા પર સ્મિત લાવવું એટલું સરળ પણ નથી હોતું. પણ આવા સમયે તમને જોક્સ સારી રીતે હસાવી શકે છે.
અને જોક્સ એવી વસ્તુ છે કે જો એ તમે વાંચો તો હસવા માટે તમારે કોઈ બીજી વ્યક્તિની જરૂર નથી પડતી. તમે એકલા જ એની મજા માણી શકો છો. એટલે કે જયારે પણ તમારે પોતાના દુઃખો માંથી બહાર નીકળી થોડા ફ્રેશ થવું હોય, તો તમે પોતાની સુવિધા અનુસાર જે સમયે ઈચ્છો એ સમયે જોક્સ વાંચીને ખુશ થઈ શકો છો. આ ખુશી ભલે થોડા સમય માટે જ હોય પણ તમને ફરીથી જીવનના પાટા પર લાવવા કામ આવે છે.
આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચીને તમારું દુઃખી મન પણ ખુશ થઈ જશે.
જોક્સ : 1
ડોક્ટર : તમે આમને 1 કલાક પહેલા લઈ આવ્યા હોત, તો અમે એને બચાવી લેત.
શ્યામ : પણ મોટા ભાઈ, 20 મિનિટ પહેલા તો આનું એક્સીડન્ટ થયું.
1 કલાક પહેલા શું જબરજસ્તી લઈને આવતે.
જોક્સ : 2
શિક્ષક : બાળકો, બહુવચન કોને કહેવાય?
પપ્પુ : જયારે બહુ (વહુ) સાસરિયા વાળાને ખરું-ખોટું સંભળાવે છે, તો એને બહુવચન કહેવાય છે.
શિક્ષક : ક્લાસની બહાર નીકળ નહિ તો ટાંટિયા ભાંગી નાખીસ.
જોક્સ : 3
એક બેન મહેમાનને જમવાનું પીરસતા હતા.
એક પુરણપોળી લો.
મહેમાન બોલ્યા : બેન મેં આઠ ખાધી, હવે શરમ આવે છે.
બેન કહે : ભાઈ તમે ખાધી તો અગિયાર છે, પણ અમારાથી ગણાય નહીં. ખરાબ લાગે.
જોક્સ : 4
કસ્ટમર (બેંક ક્લર્કને) : ભાઈ, હું આજે આ ચેક જમા કરાવું તો એ ક્યારે ક્લિયર થશે?
ક્લર્ક : મોટા ભાઈ 3 દિવસની અંદર.
કસ્ટમર : પણ ચેક તો બાજુ વાળી બેંકનો જ છે, પાસે પાસે હોવા છતાં આટલો બધો સમય કેમ?
ક્લર્ક : જુઓ મોટા ભાઈ, અમારે પણ નિયમ અનુસરવા પડે છે. જેમ કે માનીલો, કે તમે કસે ગયા છો અને એની નજીકમાં જ શમશાન ઘાટ છે. હવે જો તમે ત્યાં મરી જાવ, તો તમને પહેલા ઘરે લાવવામાં આવે કે પછી ત્યાં જ બધું પતાવી દેવામાં આવે?
આ સાંભળી કસ્ટમર બેભાન થઈ ગયો છે. પણ કલર્કની વાત કાંઈ ખોટી નોતી.
જોક્સ : 5
ટીચર : બાળકો, હોસ્પિટલ કોને કહેવાય?
રાજુ : પ્રભુ એ આપેલું આ જીવન પૂરું કરીને સ્વર્ગ જવા માટેનો જે રસ્તો છે, એમાં જે ટોલ પ્લાઝા આવે છે એને હોસ્પિટલ કહે છે.
ટીચર બેભાન થઈ ગઈ અને તાત્કાલિક ટોલ પ્લાઝા લઈ જવામાં આવ્યા.
જોક્સ :6
ડોકટર : દારુ પીવો છો એનો વાંધો નહી, પણ સાથે થોડીક કસરત પણ કરો.
દર્દી : કાયમ અડ્ડા સુધી તો ચાલતો જ જાઉ છું. હજુ વધારે શું કરું?
જોક્સ : 7
એક બેને નવો સીમકાર્ડ લીધો અને પતિને સરપ્રાઈઝ આપવા માટે રસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,
હાઈ જાનુ, શું કરી રહ્યા છો?
પતિ : મારી જાન તને પછી ફોન કરું, ચુડેલ હમણાં રસોડામાં છે.
પતિ હજી પણ હોસ્પિટલમાં છે.