મજાના જોક્સ : બે બાળકોની માં ના ત્રીજા લગ્ન થઇ રહ્યા હતા, ફેરાના સમયે એક બાળક રડવા લાગ્યો. આ સમયે માં બોલી……

0
2508

હસવું અને રડવું એ દરેક મનુષ્યનો સ્વાભાવિક વ્યવહાર હોય છે. માણસ ખુશ હોય ત્યારે હસે છે અને દુઃખી હોય ત્યારે રડે છે. અને એ વાત એકદમ સાચી છે કે, જો વ્યક્તિ હંમેશા દુઃખી રહેશે અને નિરાશ રહેશે તો સ્વાભાવિક છે કે તે થોડા સમયમાં જ બિમાર થઈ જશે. એટલે જ તો કહેવામાં આવે છે કે, વ્યક્તિએ જીવનમાં હસવું ઘણું જરૂરી છે.

જયારે આપણે હસીએ છીએ ત્યારે આપણા શરીરનો તણાવ ઓછો થાય છે. આપણી ચિંતાઓ ઓછી થાય જાય છે, અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. તેમજ તમને જાણવી દઈએ કે, આજે અમે તમારા તણાવને થોડું ઓછું કરવા માટે જોક્સ લઈને આવ્યા છીએ. જે તમારા તણાવને દૂર કરવામાં મદદ કરશે અને તમારું મનોરંજન પણ કરશે.

જોક્સ : 1

રાજુ : યાર હું તો મારા ઘરવાળાથી ઘણો પરેશાન થઇ ગયો છું.

શ્યામ : કેમ, શું થયું?

રાજુ : અરે એ લોકોને ઘડિયાળમાં ટાઈમ જોતા પણ નથી આવડતું.

શ્યામ : એવું ના હોય યાર.

રાજુ : હકીકતમાં રોજ સવાર-સવારમાં મને ઊંઘ માંથી જબરજસ્તી ઉઠાડીને કહે છે, ઉઠી જા, જો કેટલો ટાઈમ થયો છે.

જોક્સ : 2

પત્ની : જો હું મારું એકસીડન્ટ થાય અને એમાં હું મરી જાવ, તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો?

પતિ : હાલ તો મોંઘવારીનો જમાનો છે. તો હું તો એ જ પ્રયત્ન કરીશ કે, ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથે લગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય. એટલે ખર્ચો ઓછો થાય.

પતિ અઠવાડિયાથી હોસ્પીટલમાં રોજના ખર્ચનો હિસાબ કરે છે.

જોક્સ : 3

પપ્પુ : કાલનું પેટમાં બઉ દુ:ખે છે.

ડોક્ટર : ખાવાનું ક્યાં ખાય છે?

પપ્પુ : રોજ હોટલમાં જ ખાવ છું.

ડોક્ટર : રોજ હોટલમાં ખાઇશ તો આવું જ થસે.

પપ્પુ : સારું તો હવેથી પેક કરીને ઘરે લાવીને જ ખાઈશ.

ડોક્ટર બેભાન…

જોક્સ : 4

મોટુ કમરનાં દુઃખાવાને લીધે ઘણો પરેશાન હતો.

પતલુ : હવે કેવું છે ભાઈ?

મોટુ : ભાઈ હું રોજ 100 રૂપિયાની દવા લવ છું, પણ કોઈ ફાયદો થતો નથી.

પતલુ : મોટુ ભાઈ, મારી સલાહ માન તો તને ફાયદો થશે.

મોટુ : એ કઈ રીતે ભાઈ?

પતલુ : કાલથી 100 રૂપિયાની જગ્યાએ 80 રૂપિયાની દવા લાવજે, થયોને 20 રૂપિયાનો ફાયદો.

જોક્સ : 5

પત્ની : સાંભળો છો, તમે આજના દિવસે જ મને જોવા આવ્યા હતા ને.

પતિ : મને યાદ નથી.

પત્ની : તમને યાદ છે એ દિવસે મેં કયા કલરની સાડી પહેરી હતી?

પતિ : ના, મને કંઈ જ યાદ નથી.

પત્ની : તમે મને જરા પણ પ્રેમ નથી કરતા. લાગે છે તમારું પણ બહાર લફરું ચાલે છે.

પતિ : અરે યાર જયારે કોઈ માણસ ટ્રેનના પાટા પર મરવા જાય, તો એ થોડી જોઈ કે ગાડી કયા કલરની આવશે?

જોક્સ : 6

2 બાળકની માં ત્રીજા લગ્ન કરી રહી હતી.

ફેરાના સમયે એનું એક બાળક રડવા લાગ્યું.

એને ચૂપ રાખવા માટે માં જે બોલી એ સાંભળીને વરરાજો બેભાન થઈ ગયો.

માં બોલી, ચૂપ થઈ જા નહીં તો ફરીથી નહીં લાવું.

જોક્સ : 7

પોલીસવાળા પપ્પુની બરાબર ધોલાઈ કરી રહ્યા હતા.

પોલીસ : બોલ તે તારા ફ્રેન્ડને ચાલુ ટ્રક માંથી બહાર કેમ ફેંક્યો?

પપ્પુ : સર એ તો જાતે જ મરવાનો હતો એટલે મેં એને ફેંકી દીધો.

પોલીસ : તને કેમ ખબર પડી કે એ મરવાનો જ છે?

પપ્પુ : એ પોતાના લગ્નની કંકોત્રી વહેંચી રહ્યો હતો.

કમિશનર : છોડી દો આને, આ નિર્દોષ છે.

જોક્સ : 8

પત્નીએ કડવા ચોથનું વ્રત રાખ્યું હતું.

પત્ની (બીજા દિવસે પતિને) : મેં તમારા માટે કડવા ચોથનું વ્રત રાખ્યું અને તમે મને ક્યાંય ફરવા પણ નહીં લઈ ગયા.

પતિ : જાનું, તું કાલે મારા માટે ભૂખી રહી, તો ચાલ આજે તને પીઝા ખાવા લઇ જાવ.

બંને જણા એક હોટલમાં ગયા.

વેટર : મેડમ પીઝાના 8 પીસ કરું કે 4.

પત્ની : 8 પીસ ખાવા તો જાડી થઈ જઈશ, 4 જ કરજો.

પતિ : હવેથી તારે કોઈ વ્રત કરવાની જરૂર નથી.