જોક્સ : એક ટીચરે ટ્રાફિક સિગ્નલ તોડ્યું તો પોલીસે તેને પકડ્યા, ટીચર : પ્લીઝ, મને જવા દો….

0
1411

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે, તો તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે, જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સ લઈએ આવ્યા છીએ, જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

દીકરી : અમારી કોલેજના સર ઘણા જ હેન્ડસમ અને ઈંટેલીજેન્ટ છે.

મને તે ઘણા જ ગમે છે.

માં : શિક્ષક કે ગુરુ બાપ સમાન હોય છે દીકરી.

દીકરી : માં તું હંમેશા તારા વિષે જ વિચારે છે.

ક્યારેક મારા વિષે પણ તો વિચાર.

જોક્સ : 2

મેં મારા સોના બાબુને 5 ફૂટનું ટેડીબીયર ગીફ્ટ કર્યું.

પણ તેની મમ્મીએ એમાંથી પાંચ ઓશિકા ભરાવી દીધા.

જોક્સ : 3

પપ્પુએ મંત્રીની ઓફીસ સામે સાયકલ ઉભી કરી દીધી.

ગાર્ડ : અહિયાથી સાયકલ હટાવ.

પપ્પુ : કેમ ભાઈ?

ગાર્ડ : અરે, આ વીઆઈપી વિસ્તાર છે, અહિયાં મોટા મોટા મંત્રી આવે છે.

પપ્પુ : કોઈ વાંધો નહિ, મેં સાયકલમાં તાળું લગાવી દીધું છે.

જોક્સ : 4

છોકરો પોતાની ગર્લફ્રેન્ડને પાર્કમાં બેસાડીને પાણીની બોટલ લેવા ગયો.

જયારે છોકરો પાછો આવ્યો તો છોકરીએ કહ્યું,

છોકરી : મારા પેટમાં તારા પ્રેમની નિશાની છે.

છોકરો : શું વાત કરી રહી છો?

હજુ તો મેં કાંઈ કર્યું પણ નથી.

છોકરી : અરે નહિ ગાંડા,

તું જે ચાર સમોસા લાવ્યો હતો તે બધા હું ખાઈ ગઈ.

જોક્સ : 5

છોકરી વાળા પોતાની દીકરી માટે છોકરો જોવા ગયા.

છોકરીના પિતા : મહિનાના કેટલા કમાય છે?

છોકરો : આ મહીને ૨ કરોડ કમાયો હતો પછી….

છોકરીના પિતા : પછી શું થયું?

છોકરો : બસ, પછી મોબાઈલમાં તીન પત્તી હેંગ થઇ ગઈ અને બધી કમાણી જતી રહી.

છોકરીના પિતા બેભાન.

જોક્સ : 6

પપ્પુ પોતાના સાસરિયામાં ગુરુજીનું પ્રવચન સાંભળવા ગયો.

ગુરુજી બોલ્યા : જે જે સ્વર્ગમાં જવા માંગે છે તે પોતાનો હાથ ઉપર કરે.

પપ્પુની પત્ની અને સાસુએ હાથ ઉપર કર્યો.

ગુરુજીએ પપ્પુને પૂછ્યું : શું તું સ્વર્ગ નથી જવા માંગતો?

પપ્પુ : ગુરુજી આ બંને જતી રહેશે તો અહિયાં જ સ્વર્ગ થઇ જશે.

ગુરુજી પોતાના શિષ્યોને કહ્યું : આ જ્ઞાની પુરુષને આપણી ટીમમાં સામેલ કરો.

જોક્સ : 7

એકવાર પોલીયો ટીમ ગબ્બરના ઘરે આવી.

ગબ્બર (પત્નીને) : આપણી પિસ્તોલ અને કારતુસ ક્યા છે?

તે સાંભળતા જ ટીમ ડરીને ભાગવા લાગી.

પાછળથી ભાગતા ભાગતા ગબ્બરે બુમ મારી,

ગબ્બર : ઉભા રહો, તે અમારા બાળકોના નામ છે.

જોક્સ : 8

પત્ની : લગ્ન પહેલા તું મંદિર બહુ જતી હતી, તો હવે શું થયું?

પતિ : પછી તારી સાથે લગ્ન થઇ ગયા અને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો.

જોક્સ : 9

સંતા (નોકરને) : જરા જો તો બહાર સૂર્ય નીકળ્યો છે કે નહિ?

નોકર : બહાર તો અંધારું છે.

સંતા : અરે, તો બેટરી ચાલુ કરીને જોઈ લે કામ ચોર.

જોક્સ : 10

સંતા : અમે પતિ પત્ની તમિલ શીખવા માંગીએ છીએ.

બંતા : તે શા માટે?

સંતા : અમે એક તમિલ બાળક ખોળે લીધું છે.

અમે વિચારીએ છીએ કે તે બોલતા શીખે તે પહેલા તમિલ શીખી લઈએ.

જોક્સ : 11

એક શિક્ષકે ટ્રાફિક સિગ્નલ તોડ્યું તો પોલીસ ઓફિસરે તેને પકડી લીધા.

શિક્ષક : પ્લીઝ મને જવા દો, હું એક શિક્ષક છું.

પોલીસ ઓફિસર : આ સમયની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો.

હવે ૧૦૦ વખત લખો, હું ટ્રાફિક સિગ્નલ ફરી વખત નહિ તોડું.

આને કહે છે બદલો લેવો.

જોક્સ : 12

સંતા : ડોક્ટર બે વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો.

ડોક્ટર : તો હવે શું?

સંતા : તમે ન્હાવાની મનાઈ કરી હતી, આજે અહીયાથી પસાર થઇ રહ્યો હતો તો વિચાર્યું કે પૂછતો જાઉં.

હવે નાહવું કે નઈ?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.