મજાના જોક્સ : સુહાગરાતના બીજા દિવસે, સાસુ : વહુ મારા દીકરાએ તને પરેશાન તો નથી કરી, વહુ નજર નીચે ઝુકાવીને બોલી : માજી તે…

0
8601

જીવનમાં હંમેશા હસતા રમતા રહેવું જોઈએ. અને મોટા મોટા વીર પુરુષોએ પણ એવું કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનનો એક પણ દિવસ હસ્યા વગર પસાર કરે છે. તે પોતાના જીવનનો એક દિવસ નકામો કરી દે છે. તમારે જો જીવવું જ છે તો હસીને જીવો. માનવીએ પોતાના જીવનમાં એક પળ પણ રડવું નહિ. જાણીતા ફિલ્મી ગીતકાર આનંદ બક્ષીની આ પંક્તિઓ “હસના હી તો હે જિંદગી, રો રો કે જીવન યે ખોના ના.” ખરેખર જીવનની સાર્થકતા દર્શાવે છે. વાત તો સાચી છે. હાસ્યના ફુવારાથી જ તણાવ દુર થાય છે, અને જીવન સારું બને છે.

તેમજ મોટા મોટા વિદ્વાનોના જણાવ્યા મુજબ જીવનમાં હાસ્ય ઘણી જ અનમોલ વસ્તુ છે. હાસ્ય આપણને દુ:ખના સમયમાં એની સામે લડવાની ઉર્જા પૂરી પાડે છે, જે આઘાત ભરેલા જીવનને સામાન્ય બનાવી દે છે. જીવનનો આનંદ ઉઠાવવો પણ એક કળા છે. ઘણા લોકો પોતાનું આખું જીવન માત્ર તણાવ અને દુ:ખી થઈને પસાર કરી દે છે. પણ જો તમે હસતા રહેશો તો તમારું જીવન પણ આંનંદમય બની જશે. તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવા જ જોરદાર જોક્સ જે વાંચીને તમારું હસવાનું નહિ અટકે.

1. ટ્રેનની ધક્કામુક્કીમાં છોકરો અને છોકરી અથડાયા.

છોકરીને બોલી જાનવર છો શું?

છોકરાએ કહ્યું જાન તો તું છે હું તો વર બનવા માંગું છું.

છોકરાને ચાલુ ટ્રેનમાંથી બાર ફેંકી દીધો.

2. પપ્પુ : ક્યારે કોઈએ એ વિચાર્યુ છે કે દવાઓનાં પેકેટમાં ૧૦ જ ટેબ્લેટ કેમ હોય છે?

ચિન્ટુ : ના ભાઈ, તને કારણ ખબર છે?

પપ્પુ : તારી જાણકારી માટે બતાવી આપું કે ૧૦ ટેબ્લેટની એ પ્રથા ત્યારે ચાલુ થઇ હતી, જયારે રાવણને માથાનો દુ:ખાવો થયો હતો.

3. સંતા પેપ્સી લઈને સામે મૂકીને ઉદાસ બેઠો હતો. બંતા ત્યાં આવ્યો અને આવતા જ એ પેપ્સી પી ગયો અને પૂછ્યું, યાર તું ઉદાસ કેમ છો?

સંતા બોલ્યો, યાર જવા દે ને આજનો દિવસ જ ખરાબ છે. સવારમાં પત્ની સાથે મોટો ઝગડો થઇ ગયો. રસ્તામાં કાર ખરાબ થઇ ગઈ. ઓફિસે મોડો પહોચ્યો એટલે બોસે નોકરી માંથી કાઢી નાખ્યો.

અને હવે જીવનથી કંટાળી મેં આત્મહત્યા કરવા માટે પેપ્સીમાં ઝેર નાખ્યું તો તે પણ તું પી ગયો. હવે બતાવ હું ઉદાસ ન થાવ તો શું કરું?

4. મુરઘીના ફાર્મમાં એક વખત નિરીક્ષણ માટે ઇન્સ્પેકટર આવ્યા.

ઇન્સ્પેકટર : આ મુરઘીઓને શું ખવરાવો છો?

પહેલો માલિક : બાજરો.

ઇન્સ્પેકટર : ખરાબ ખાવાનું, તેની ધરપકડ કરી લો.

બીજો : ચોખા.

ઇન્સ્પેકટર : ખોટું ખાવાનું, તેની પણ ધરપકડ કરી લો.

હવે સંતાનો વારો આવ્યો. સંતા ડરતા ડરતા બોલ્યો, અમે તો મુરઘીને ૫-૫ રૂપિયા આપી દઈએ છીએ કે જે તેને ગમે તે જઈને ખાઈ લે.

5. કોણ કહે છે કે છોકરીઓમાં મગજ નથી હોતું.

એક છોકરી શાકમાર્કેટમાં ગઈ.

છોકરી : મને બધા સડેલા સડેલા જામફળ આપી દો.

વેચવા વાળો : બધા સડેલા?

છોકરી : હા બધા ખરાબ જામફળ આપી દો.

વેચવા વાળા એ બધા સડેલા જામફળ એક પ્લાસ્ટિકમાં ભરી દીધા.

છોકરી : હવે તે કોથળીને બાજુમાં મુકો અને ચોખ્ખા જામફળ માંથી ૧ કિલો આપી દો.

6. ટીચર : ટેકનોલોજીના ફાયદા કયા કયા છે?

ટીટુ : સાહેબ તેનાથી પૈસાની અને સમયની બચત થાય છે.

ટીચર : સારું, તો સમજાવ કેવી રીતે?

ટીટુ : સાહેબ પહેલા સારી રીતે ન્હાઈ ધોઈને ક્રીમ લગાવીને ફોટો પડાવતા હતા, પરંતુ હવે કેવો પણ ફોટો પાડો અને પીક્સ આર્ટમાં સારો બનાવી લો.

7. બાળક : મમ્મી કાલે પપ્પા કામ વાળીને સોફા ઉપર સુવરાવીને…

મમ્મી : દીકરા બસ. જયારે પપ્પા ઘરે આવે તો ફરી બતાવજે.

પપ્પાના આવતા જ મમ્મી : ચાલો દીકરા બતાવ તું શું જણાવી રહ્યો હતો?

બાળક : પપ્પા કામ વાળીને સોફા ઉપર સુવરાવીને જે વર્મા અંકલ તમારી સાથે કરે છે તે કરી રહ્યા હતા.

8. બાળક (મેડમને) : મહિલાને બાળક કેમ થાય છે?

મેડમએ તેની માસુમીયત ભર્યા પ્રશ્નનો જવાબ આપ્યો.

મેડમ : જયારે તું મોટો થઇ જઈશ અને તારા લગ્ન થઇ જશે, તો રાત્રે એક પરી આવશે અને તારી સુતી રહેલી પત્નીના ખોળામાં ધીમેથી એક બાળક સુવરાવીને જતી રહેશે.

બાળક : તો તે સુહાગરાત વાળી સીસ્ટમ બંધ થઇ ગઈ શું?

દે થપ્પડ દે થપ્પડ

9. ટીચર : બતાવો તમે ઈતિહાસમાંથી સૌથી વધુ કોનાથી નફરત કરો છો?

બાળક : રાજા રામ મોહન રાયથી.

અધ્યાપક : કેમ?

બાળક : બાળ વિવાહ બંધ કરાવવા વાળા એ જ હતા. નહિ તો આજે પણ અમે પણ બે બાળક વાળા હોત.

10. સુહાગરાતના બીજા દિવસે,

સાસુ : વહુ મારા દીકરાએ તને પરેશાન તો નથી કરી?

વહુ : ના મમ્મીજી.

સાસુ : તે મારા દીકરાને ઊંઘમાં ચાલવાની ટેવ છે એટલા માટે પૂછ્યું.

વહુ નજર ઝુકાવીને શરમાતા બોલી.

કાલે તો અમે સુતા જ ન હતા.

11. છોકરો : તારામાં મને ‘માં’ નજરે આવે છે.

છોકરી : એટલે તું મારી સાથે આટલી વાતો કરે છે?

છોકરો : હા.

છોકરી : તારી માં મારી જેવી દેખાય છે એમ.

છોકરો : અરે ગાંડી મને મારા થનારા બાળકની માં તારામાં જોવા મળે છે.