મજાના જોક્સ : સાસુ (વહુને) : આવવા દે મારા દીકરાને તેને બેસીને સમજાવીશ તારા કારનામાં……

0
6235

હસવાનું આપણા માટે ઘણું ફાયદાકારક હોય છે. એટલે જ જયારે તમે મોર્નિંગ વોક પર જાવ છો, તો તમે પાર્કમાં લોકોને ખોટું હસતા જરૂર જોતા હશો. કોઈના માટે આ દ્રશ્ય વિચિત્ર હોઈ શકે છે, પરંતુ આરોગ્ય માટે સ્વભાવિક રીતે હસવું ઘણું જરૂરી છે. હસવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી. જયારે તમે ખુશ થાવ છો, ટેન્શન ફ્રી થાવ છો, તો તમારા ચહેરા ઉપર હાસ્ય હોય છે. હળવું હાસ્ય કોઈની પણ સુંદરતા વધારી દે છે.

અને હસવું દરેક પરિસ્થિતિમાં જરૂરી અને ફાયદાકારક છે. આપણા જીવનમાં કામકાજ અને જીવનની ગંભીરતાની સાથે-સાથે મોજમસ્તી અને હસી-મજાક કરી લેવું જોઈએ, નહિ તો જીવન એક બોજ જેવું લાગવા લાગે છે. એટલા માટે અમે તમારા માટે થોડા થોડા સમયે કાંઈક નવા અને મજાના જોક્સ લઈને આવીએ છીએ, જે વાંચીને તમારા પણ ચહેરા ઉપર સરસ એવું હાસ્ય આવી જાય છે. તો ચાલો તમને લઇ જઈએ જોરદાર જોક્સની દુનિયામાં.

1. જેવો જ પતી ઘેર આવ્યો કે એની પત્નીએ તેને ઢીંકા પાતુંથી મારવાનું શરુ કરી દીધું,

ઘણી ખરાબ રીતે માર ખાધા પછી પતીએ જયારે એને મારવાનું કારણ પૂછ્યું તો પત્નીએ કહ્યું,

આપણા પડોશી શર્માજીનું ચક્કર આપણી બીજી પાડોશણ સાથે ચાલી રહ્યું છે.

પતી : તો તેમાં મને કેમ માર્યો?

પત્ની : જેથી ડર જળવાઈ રહે. અને તમે એવું ન કરો.

2. ટીચર : હું ભણાવું ત્યારે તું ભણવામાં ધ્યાન કેમ નથી આપતો?

વિદ્યાર્થી : મેડમ ભણવાનું માત્ર બે કારણોથી જ થાય છે.

પહેલું ડરથી, અને બીજું શોખથી.

અને કારણ વગર શોખ અમે રાખતા નથી અને ડર તો કોઈના બાપનો નથી.

3. એક પુરુષની ગાથા.

બાળપણમાં માં કહે છે, તને કાંઈ સમજાતું નથી,

યુવાનીમાં પત્ની કહે છે, તમને કાંઈ સમજાતું નથી,

ઘડપણમાં બાળકો કહે છે, તમને કાંઈ સમજાતું નથી,

મારું હાળું પુરુષોની સમજવાની ઉંમર કઈ, તે સમજાતું નથી.

4. એક માણસ કાગળ ઉપર થોડી ગણતરી કરી રહ્યો હતો અને સાથે જ ગાંડાની જેમ હસી રહ્યો હતો.

મેં પૂછ્યું : ભાઈ તું આટલો ખુશ કેમ છો?

તે માણસે કહ્યું : હાલમાં મારી પત્ની ડાયટીંગ ઉપર ઉતરી છે, અને છેલ્લા ૪ દિવસમાં તેણે પોતાનું ૫ કિલો વજન ઉતારી લીધું છે.

મેં પૂછ્યું : તો પણ તેમાં હસવા જેવી કઈ વાત છે?

તેણે કહ્યું : સાહેબ, હમણાં હમણાં મેં ગણતરી કરી કે આવતા ૪ મહિનામાં, તે એકદમ અદ્રશ્ય થઇ જશે.

5. એક છોકરીને ૫ કરોડ રૂપિયાની લોટરી લાગી.

કંપની વાળાએ વિચાર્યુ કે અચાનક જાણ કરીશું તો છોકરી ખુશીથી મરી શકે છે,

એટલે કંપનીએ એક બાબાને આ કામ સોંપ્યું કે છોકરીને એવી રીતે બતાવો કે તે ખુશીથી મરી ન જાય.

બાબાએ જઈને તે છોકરીને કહ્યું, વિચાર જો તને ૫ કરોડનું ઇનામ લાગે તો તું શું કરીશ?

છોકરીએ કહ્યું : બાબા હું તમારી સામે ડાંસ કરીશ, તમારી સાથે પ્રેમ કરીશ, તમારી સાથે લગ્ન કરી લઈશ અને એટલું જ નહિ અડધું ઇનામ પણ તમને આપીશ.

બિચારા બાબા જ ખુશીમાં મરી ગયા.

6. મેરેજ બ્યુરો વાળા છોકરીને : મેડમ આ છોકરો ૫ ફૂટ ૧૧ ઇંચ લાંબો છે.

MBA કરેલું છે, ઘણું જ સારું કમાય છે. પરંતુ થોડો કાળો છે.

છોકરી : ભાઈ સાહેબ આ જ ક્વોલેટીમાં સફેદ કલર બતાવોને.

7. ટીચર : કાલે જે લેશન યાદ કરવા માટે આપ્યું હતું, તે યાદ કરીને આવ્યો છે?

પપ્પુ : નહિ મેમ.

ટીચર : કેમ?

પપ્પુ : થયું એવું કે કાલે જેવો જ હું વાંચવા બેઠો કે લાઈટ જતી રહી.

ટીચર : તો પછી લાઈટ પાછી આવી હશે ને?

પપ્પુ : આવી તો હતી મેમ, પરંતુ જેવો હું ફરી વાચવા બેઠો કે લાઈટ ફરી જતી રહી.

ટીચર : તો લાઈટ ફરી ન આવી શું?

પપ્પુ : આવી ગઈ હતી, પણ પછી હું એ ડરથી વાચવા ન બેઠો કે મારા કારણે જ લાઈટ ફરી જતી ન રહે.

8. સાસુ વહુમાં મોટો ઝગડો થયો.

સાસુ : આવવા દે મારા દીકરાને, તેને બેસીને તારા બધા કારનામાં જણાવું છું.

વહુ : કોઈ ફાયદો નથી, સાસુ : કેમ?

કેમ કે તમે બેસીને સમજાવશો અને હું સુતા સુતા જ મનાવી લઈશ.

9. સંજુ પોતાના ક્લાસની એક છોકરીને પટાવવાની ટ્રાઈ કરી રહ્યો હતો.

સંજુ : હાય જાનેમન, ૧૦૦ નું રીચાર્જ કરાવી આપું કે?

છોકરી : નહિ.

સંજુ (મનમાં ને મનમાં): વાહ કેટલી સજ્જન છોકરી છે.

છોકરી (થોડું વિચારીને): સારું ૫૦૦ નું કરાવી દે ફૂલટાઈમ ઓફર ચાલી રહી છે.

સંજુ : જા બહેન તારો ક્લાસ શરુ થવાનો હશે.