એકવાર આ આ મજેદાર જોક્સ વાંચશો, તો ભૂલી જશો પોતાની બધી સમસ્યા, હસવું રોકી શકશો નહિ

0
2724

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે જોક્સના ખજાનામાં માંથી થોડા જોક્સ લઈને આવ્યા છીએ. જે વાંચીને તમે તમારા મુડને ફ્રેશ કરી શકશો.

જોક્સ : 1

પપ્પુએ એની પત્નીને જોરથી બે થપ્પડ મારી અને કહ્યું, માણસ તેને જ મારે છે જેને તે વધારે પ્રેમ કરે છે.

પછી એની પત્નીએ એને 2 થપ્પડ, 4 લાતો અને 15-20 વાર દંડાથી ફટકાર્યો અને બોલી તમે શું સમજો છો? હું તમને પ્રેમ નથી કરતી.

જોક્સ : 2

રાજુએ જમતી વખતે પોતાની પત્નીને પૂછ્યું, આ જે શાક તું એ બનાવ્યુ છે આનું નામ શું છે?

પત્ની : કેમ તમને ભાવ્યું?

રાજુ : મારે પણ ઉપર જઈને યમરાજને જવાબ આપવો પડશે જયારે તે પૂછશે કે, શું ખાઈને માર્યો હતો?

જોક્સ : 3

તૈમુરે પોતાની માં ને કહ્યું : મમ્મી કોઈ વાર્તા સંભળાવને?

મમ્મી : દીકરા, મને તો કોઈ વાર્તા યાદ નથી. હમણાં તારા પાપા ઘરે આવશે ત્યારે હું પૂછીશ કે, આટલુ મોડું કેમ થયું?

પછી તું એમની વાર્તા સાંભળજે.

જોક્સ : 4

પતિ : મેચ વાળી ચેનલ લગાવ.

પત્ની : નહિ લગાવું.

પતિ : તો હું જોઈ લઈશ.

પત્ની : શું જોઈ લઈશ?

પતિ : આ ચેનલ જે તું જોઈ રહી છે તે.

જોક્સ : 5

પપ્પુના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો.

છોકરી : શું તમે વિવાહિત છો?

પપ્પુ : ના, પણ તમે કોણ બોલી રહ્યા છો?

છોકરી : તારી પત્ની, આજે ઘરે આવ પછી જોઈ લઈશ.

જોક્સ : 6

થોડી વાર પછી પાછો બીજા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

છોકરી : શું તમે વિવાહિત છો?

પપ્પુ : હા, પણ તમે કોણ?

છોકરી: તારી ગર્લફ્રૅડ બોલું છું, દગાબાજ.

પપ્પુ : સોરી યાર મને થયું મારી પત્ની છે.

છોકરી : તારી પત્ની જ છું કુતરા, બસ તું એકવાર ઘરે આવી જા.

જોક્સ : 7

પત્ની (પતિને) : તમને યાદ છે કે, જયારે તમે મને જોવા આવેલા હતા ત્યારે મેં કયા રંગની સાડી પહેરી હતી?

પતિ : નહિ.

પત્ની : એનો અર્થ એમ કે તમે મને પ્રેમ કરતા નથી.

પતિ : અરે એવું નથી ગાંડી, જયારે કોઈ ટ્રેનના પાતા પર સુવા જાય છે, તો તે થોડી જોયે છે કે ટ્રેન શતાબ્દી છે કે એક્સપ્રેસ.

જોક્સ : 8

પતિ પેપ્સીની બોટલ ખોલી ટેબલ પર મુકીને ઉદાસ બેઠો હતો.

પત્ની આવી, પેપ્સી પી ગઈ અને બોલી આજે તમે ઉદાસ કેમ છો?

પતિ આજનો દિવસ ખરાબ છે.

સવારે તારી સાથે ઝગડો થઈ ગયો, રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ, ઓફિસ લેટ પહોંચ્યો, બોસે નોકરી માંથી કાઢી નાખ્યો, જયારે આત્મહત્યા કરવા માટે પેપ્સીમાં ઝેર નાખ્યું તો તે પણ તું પી ગઈ.

જોક્સ : 9

સત્ય હકીકત.

છોકરાઓને ત્યારે સૌથી વધારે ગુસ્સો આવે છે, જયારે તે રીક્ષામાં 2 છોકરીઓ વચ્ચે છોકરો બેઠો હોય અને ત્રીજી છોકરી આવે એટલે રિક્ષાવાળો બોલે,

ભાઈ તું આગળ આવી જા.

જોક્સ : 10

શ્યામ પરેશાન થઈને બાબા પાસે ગયો અને બોલ્યો “બાબા મારી પત્ની બે દિવસથી શાંત છે”.

બાબા પણ ચકિત થઈ ગયા અને બોલ્યા,

તો બાળક મારી પાસે કેમ આવ્યો છે, “ગીનેસ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડ”ની પાસે જા.

જોક્સ : 11

ટીચર કેમેસ્ટ્રી ભણાવી રહ્યા હતા.

ટીચર : પાણીની ફોર્મ્યુલા બોલો.

પપ્પુ : H2O+MgCI2+CaSo4+AlCl3+NaOH+KOH+HN03+HCL+C02

ટીચર (ગુસ્સામાં) : એકદમ ખોટી ફોર્મ્યુલા છે.

પપ્પુ : ટીચર આ ગટરના પાણીની ફોર્મુલા છે.

જોક્સ : 12

વૃદ્ધાવસ્થાની પહેલી નિશાની શું છે?

ડાર્ક સર્કલ્સ? નથી, દવાઓ? નથી, તાલિયા પણું? નથી

જયારે તમારી પત્ની તમારા પર શંકા કરવાનું બંધ કરી દે ત્યારે સમજી જવું કે તમે વૃદ્ધ થઈ ગયા.

જોક્સ : 13

પત્ની : હવે હું તમારી સાથે વાત નહિ કરું.

પતિ : સારું.

પત્ની : કેવા પતિ છો તમે? શું તમે કારણ પણ જાણવા નથી માંગતા?

પતિ : હું તારા નિર્ણયની ઈજ્જત કરું છું.

જોક્સ : 14

મગન : ના ભાઈ ના, હું અહિયાં બિલકુલ નહિ રહુ. આટલો નાનો રૂમ, અને બારી, બાથરૂમ, રસોડું અને ટોઈલેટ પણ નથી. મને મારા પૈસા પાછા જોઈએ બસ.

મકાન માલિક : અરે પણ આ………

મગન : ના ના, મને મારા પૈસા પાછા જોઈએ બસ.

મકાન માલિક : અલ્યા અભણ… આ લીફ્ટ છે, મકાન ઉપર છે.

જોક્સ : 15

મહેમાન : દીકરા આગળનું શું પ્લાન છે?

પપ્પુ : બસ, તમારા અહીંથી જતા જ બિસ્કીટ ખાઈસ. કેમ કે નમકીન તો તમે આમ પણ છોડી નથી કોઈના માટે….

જોક્સ : 16

છોકરો : હેલો કોણ?

છોકરી : હમ તેરે બિન અબ રહ નહિ શકતે તેરે બીના ક્યા વજૂદ મેરા.

છોકરો : (ખુશ થઈને) કોણ છો તમે?

છોકરી : તુઝસે જુદા ગર હો જાયેગે તો ખુદ સે હી હો જાયેગે જુદા.

છોકરો : (ખુશીના કારણે આંખ માંથી પાણી આવી ગયા) તમે સાચામાં મારી સાથે લગ્ન કરવાના?

છોકરી : આ ગીતને પોતાની કોલર ટયુન બનાવવા માટે 5 દબાવો.

જોક્સ : 17

રાજુ : પપ્પા તમને એક વાત જણાવાની હતી.

પિતા : કઈ વાત?

રાજુ : મેં ફેસબુક પર છોકરીઓના નામથી 10 ફેક આઈડી બનાવી રાખી છે.

પિતા : તો મને શું કામ જણાવે છે?

પપ્પુ : એટલા માટે કે, તમે વારંવાર જે નેહાને મળવા માટે બોલાવી રહ્યા છે તે હું જ છું.