હસવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે, પણ આજકાલના આ સ્ટ્રેસ ભરેલા જીવનમાં માણસ જાણે કે હસવાનું ભૂલી જ ગયો છે. લોકો પૈસા કમાવવામાં એટલા વ્યસ્ત બની ગયા છે કે, પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. પરંતુ પોતાની ઉપર આટલો જુલમ કરવો ખોટું છે. આમ કરવાથી તમારું જ સ્વાસ્થ્ય ખરાબ રહેશે. અને વધારે તણાવ લેવાથી તમને માનસિક રીતે પણ અસ્વસ્થ રહેશો. એટલા માટે સ્વસ્થ રહેવા માટેનો પહેલો મંત્ર છે કે, પોતાના માટે થોડો સમય કાઢવો અને મનને ખુશ રાખવું. અને હંમેશા હસતા રહેવું.
મિત્રો જો તમારું મન ખુશ રહેશે તો તમારું દરેક કામમાં મન લાગશે. અને તમે લોકો સાથે સારી રીતે વાતચીત કરી શકશો. તેમજ તમે સ્વસ્થ પણ રહેશો. હવે પ્રશ્ન એ છે કે મનને ખુશ રાખવા માટે શું કરવામાં આવે? શું કરવામાં આવે જેથી દિવસ આખાનો થાક દુર થઇ જાય અને ચહેરા ઉપર હળવી ખુશી આવી જાય. તે સાંભળવામાં તો ઘણું મુશ્કેલ લાગી રહ્યું હશે પરંતુ છે ઘણું સરળ. જો તમે દિવસ આખાના વ્યસ્ત શેડ્યુલ માંથી ૧૫ મિનીટ કાઢીને ઈન્ટરનેટ ઉપર વાયરલ જોક્સ વાચી લેશો તો તમારો દિવસ આખાનો થાક પણ દુર થઇ જશે અને મન પણ ખુશ રહેશે.
આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સ લઈને આવ્યા છીએ, જે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ છે. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની કડી.
૧) એક છોકરો બગીચામાં એક છોકરીને કહે છે, તારો શર્ટ ફાટેલો છે.
છોકરી : તને સમજ નહિ પડે આ તો આજકાલની ફેશન છે.
છોકરો : લો બોલો, તમે જાતે ફાડો તો ફેશન,
અને અમે ફાડીએ તો સીધા પોલીસ સ્ટેશન.
૨) રાજુ પરિવાર સાથે લગ્ન માટે છોકરી જોવા ગયો.
રાજુ : તારું નામ શું છે?
છોકરી : SILENT LADY
રાજુ : આ કેવું નામ છે?
છોકરી (શરમાતા) : “શાંતિ બાઈ”.
રાજુને હવે લગ્ન કરવાની ઈચ્છા રહી નથી.
૩) પપ્પુ આજે પણ એ ચાર લોકોને શોધી રહ્યો છે,
જે એના અંગત જીવનમાં આટલો રસ છે કે,
એના ઘરવાળા ઘરવાળા હંમેશા કહે છે કે, ચાર લોકો જોશે તો શું કહેશે?
૪) પત્ની (પતિને) : તમે ગયા વર્ષે મારા જન્મ દિવસ ઉપર લોખંડના વેઢ બનાવરાવી દીધા હતા.
જાનુ તેની ઉપર તમારું શું કહેવાનું છે?
પતી (પત્નીને) : આ વર્ષે તેમાં કરંટ મુકવાનો વિચાર છે.
૫) એક અંગ્રેજે સંતાને પૂછ્યું, ભારતમાં સૌથી વધુ બરફ ક્યાં પડે છે?
એનો જવાબ કાંઈક આવો હતો.
૮ વાગ્યા પહેલા કાશ્મીરમાં અને ૮ વાગ્યા પછી વ્હીસ્કીના ગ્લાસમાં.
હવે બંને જણા રોજ અમૃતસરમાં ૮ વાગ્યા પછી મળે છે.
૬) સંતાની પત્નીએ પિયર જતા જતા સંતાને કહ્યું : તમારું ધ્યાન રાખજો. સાંભળ્યું છે ખુબ ડેન્ગ્યુ ફેલાઈ રહ્યો છે.
સંતા (માથું પકડીને) : અરે ચુડેલ મારું બધું લોહી તો તું પી ગઈ, હવે મચ્છર શું પાણી પીવા આવશે?
૭) એક દુ:ખી મહિલા બીજી મહિલાને : શું કહું બહેન, જયારે વહુ હતી તો સારી સાસુ ન મળી,
હવે સાસુ બની તો સારી વહુ ન મળી.
આમાં પુરુષોથી કંઈ બોલાય એવું નથી.
૮) શિક્ષક : જો બે ટ્રેન એક જ પાટા ઉપર સામ સામે આવતી હોય તો એ સમયે તું શું કરીશ?
પપ્પુ : સાહેબ લાલ ઝંડો બતાવી દઈશ.
શિક્ષક : જો ઝંડો ન મળે તો?
પપ્પુ : તો પછી ટોર્ચ બતાવી દઈશ.
શિક્ષક : જો ટોર્ચ પણ ના મળી તો?
પપ્પુ : તો મારો લાલ શર્ટ ઉતારીને બતાવી દઈશ.
શિક્ષક : અને તારો શર્ટ પણ લાલ ન હોય તો?
પપ્પુ : તો હું મારા ફઈના દીકરા કલ્લુને ફોન કરીને બોલાવીશ.
શિક્ષક : કેમ?
પપ્પુ : કેમ કે તેણે કોઈ દિવસ બે ટ્રેનની ટક્કર નથી જોઈ.
૯) એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ તોડ્યું.
પોલીસવાળા : ઉભા રહો.
મહિલા : મને જવા દો, હું એક ટીચર છું.
પોલીસવાળા : અરે વાહ, આજનો દિવસ ધન્ય છે. આ દિવસની જ રાહ તો મને કેટલા વર્ષોથી હતી.
ચાલો… હવે … ૧૦૦ વખત લખો….
હું કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ નહિ તોડું.
૧૦) એક બાળકે એક સપનું જોયું અને સવારે ઉઠીને પોતાની માંને કહ્યું,
માં મેં સપનામાં જોયું મારો એક પગ જમીન ઉપર અને બીજો આકાશમાં છે.
માં : નાલાયક આવા સપના ન જોયા કર.
તારી પાસે એક જ ચડ્ડી છે, તે પણ ફાડીશ શું?
11) મોડી રાત્રે પતિ-પત્ની એક પાર્ટી માંથી ઘરે પાછા આવી રહ્યા હતા,
રસ્તામાં પોલીસે તેમની ગાડી રોકી અને તપાસ કરવા લાગ્યા.
ગાડીના કાગળો વગેરે ચેક કર્યા, અને પછી ઈન્સ્પેકટરે પત્ની તરફ ઈશારો કરતા પતિને પૂછ્યું – આ મહિલા કોણ છે?
પતિ : મારી પત્ની છે સાહેબ.
ઇન્સ્પેકટર : કોઈ સાબિતી છે તમારી પાસે, જે એ સાબિત કરી શકે કે આ તમારી જ પત્ની છે?
પતિ પહેલા તો બે મિનીટ માટે વિચારમાં પડી ગયો.
પણ પછી ગાડી માંથી ઉતાર્યો અને ઇન્સ્પેકટરને એક બાજુ લઇ જઈને ધીમેથી કહ્યું,
સાહેબ તમે કોઈપણ રીતે એ સાબિત કરી દો કે, આ મારી પત્ની નથી. તો હું મારો કારોલબાગ વાળો બંગલો તમારા નામે કરી દઈશ.