આ છે દુનિયાના સૌથી મજેદાર જોક્સ, વાંચીને હસતા-હસતા પેટમાં થઇ જશે દુખાવો

0
1958

દુનિયામાં એક લાઈન ઘણી પ્રખ્યાત છે અને એ લાઈન એ છે કે ‘લાફ્ટર ઇસ ધ બેસ્ટ મેડિસિન’. અને આ લાઈન એકદમ સત્ય છે. હસવા માટે જોક્સ સારો વિકલ્પ છે. અને જોક્સની અસર કોઈ દવાથી ઓછો નથી. જે લોકો પરેશાન કે પછી બીમાર રહેતા હોય તો તે લોકો માટે જોક્સ કોઈ મેડિસિન જેવું કામ કરે છે. જોક્સ એમના માટે સ્ટ્રેસ બર્સ્ટરની જેમ કામ કરે છે.

ઈન્ટરનેટ પર ઘણા બધા જોક્સ હોય છે જે ઘણા કોમેડી હોય છે. અને કેટલાક લોકો તો આ જોક્સમાં પોતાના સબંધી કે મિત્રોને ટેગ પણ કરે છે. જેનાથી તે લોકો એવું કહેવા માંગે છે, કે આ જોક્સ એના માટે બરોબર ફિટ થાય છે. આજે તમે તમારા માટે એવાજ પતિ-પત્ની, જજ-ચોર, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વગેરેના જોક્સ લઈને આવ્યા છીએ. આ જોક્સ આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે.

અને આ બધા જોક્સને સોશિયલ મીડિયામાં કરોડો લાઈક અને લાખો શેયર મળ્યા છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સને વાંચીને તમે તમારૂ હસવું રોકી શકશો નહિ. તો આવો હસવાનું શરુ કરીએ.

જોક્સ : 01

પત્નીએ ખુબ પ્રેમ ભર્યા અંદાજથી પોતાના પતિની જણાવ્યું : હે પ્રિયે, આપણે દરેક જન્મમાં એક-બીજાને મળતા રહીશું. આમ જ દરેક જન્મમાં આપણે એક બીજાના પ્રેમ કરતા રહીશું

પતિએ લાંબા શ્વાસ છોડીને જણાવ્યું : એ તો સારું છે, પરંતુ તું આ જન્મમાં મારો પીછો છોડીસ, તો જ આવતા જન્મમાં પાછા મળી શકીશું.

પતિને હજુ ભાન આવ્યું નથી.

જોક્સ 02 :

ડોક્ટર (દર્દીને) : મને તમારી પરેશાની અને બીમારીનું કારણ સમજમાં નથી આવતું. હકીકતમાં મને એવું લાગે છે કે આ બધું દારૂના નસાના કારણે થાય છે.

દર્દી : કંઈ વાંધો નહિ, જયારે તમારો દારૂનો નશો ઉતરી જશે ત્યારે હું આવી જઈશ.

જોક્સ 03 :

ટીચર સ્કેલ લઈને ક્લાસમાં આવી.

ટીચર : પિંકી તું કાલે કેમ સ્કૂલ આવી નહિ હતી?

પિંકી : ટીચર હું સપનામાં જાપાન પહુંચી ગઈ હતી.

ટીચર : સુરેશ તું કયા હતો કાલે?

સુરેશ : ટીચર હું પિન્કીને ઍરપોર્ટ પર મુકવા ગયો હતો.

સટાક સટાક….

જોક્સ 04 :

છોકરો : પપ્પા હું હવે મોટો થઇ ગયો છું.

પપ્પા : તો શું તારા લગ્ન કરાવી દઈએ?

છોકરો : ના પપ્પા મને એક મોટર સાઇકલ લઈ આપો.

પપ્પા : ભગવાને તને 2 પગ શા માટે આપ્યા છે?

છોકરો : એક કિક મારવા માટે બીજો ગિયર બદલાવ માટે.

પપ્પાએ પછી ખુબ ધુલાઈ કરી.

જોક્સ 05 :

શિક્ષક : જણાવો કુતુબમિનાર ક્યાં છે?

વિધાર્થી : નથી ખબર.

શિક્ષક : ચાલ બેંચ ઉપર ઉભો થઇ જા.

વિધાર્થી : ઉભો થઈને : સર, કુતુબમિનાર હજુ પણ દેખાતો નથી.

જોક્સ 06 :

પ્રેમિકા : હું તો માનું છું કે લગ્ન એક લોટરી છે.

પ્રેમી : પણ હું એવું નથી માનતો

પ્રેમિકા : કેમ?

પ્રેમી : કેમ કે લગ્નમાં ફરીથી નસીબ અજમાવવાના મોકા મળતા નથી.

જોક્સ 07 :

જીવનમાં માં ની વાતો અને બાપની લાતો લો, પરંતુ ગર્લફ્રેન્ડની હાય અને પત્નીની રાય ક્યારેય પણ લેવી નહિ.

જોક્સ 08 :

પરણેલી છોકરી : હું પોતાના પતિને છેલ્લા 9 કલાકથી શોધી રહી છું, ખબર નહિ તે કયા છે?

બીજી છોકરી : ઓહ આ તો સામાન્ય વાત છે, મને તો શોધતા શોધતા પચીસ વર્ષ થઇ ગયા છે.

જોક્સ 09 :

મહિલા : ‘કોણ વધારે સંતુષ્ટ છે, જેમની પાસે 10 બાળક છે કે પછી જેમની પાસે 10 લાખ રૂપિયા છે?

પુરુષ : જેની પાસે 10 બાળક છે તે.

મહિલા : કેવી રીતે:

પુરુષ : જેમની પાસે 10 બાળક છે તે હવે વધુ બાળકો ઇચ્છતા નથી જયારે જેમની પાસે 10 લાખ રૂપિયા છે, તે હજુ વધારે મેળવવા ઈચ્છે છે.

જોક્સ 10 :

પ્રેમિકા : જાણું જયારે આપણા લગ્ન થઇ જશેને ત્યારે હું તમારી બધી ચિંતાઓ અને કષ્ટ વહેંચી લઈશ.

પ્રેમી : પણ મારા જીવનમાં તો કોઈ ચિંતા અને કષ્ટ છે જ નઈ.

પ્રેમિકા : એ તો હજુ સુધી આપણા લગ્ન થયા નથી એટલે.

જોક્સ 11 :

જો કોઈ છોકરી તમને ભાઈ કહીને બોલાવે ત્યારે ગભરાવવું નહિ.

પણ તમારે એને જણાવી એવું કે કયા ફરે છે? સીધી ઘરે જા નહિ તો પપ્પાને કહી દઈશ.

જોક્સ 12 :

પતિ-પત્ની થીયેટરમાં બેઠા હતા. એક દ્રશ્ય જોઈને પતિએ પત્નીને જણાવ્યું કે : કાશ, તમે પણ આટલો પ્રેમ કરતા હોત

પતિ : તું પણ પાગલ છે યાર. આવો પ્રેમ કરવા માટે પૈસા મળે છે. અને તારા ઘરવાળા તો મને કંઈ નથી આપતા.

જોક્સ 13 :

બોયફ્રેન્ડ : જો મને કરોડો રૂપિયાનું નુકશાન થઇ જાય તો પણ તું મારી સાથે લગ્ન કરીશ?

ગર્લફ્રેન્ડ : શું હકીકતમાં તમને કરોડો રૂપિયાની નુકશાન થયુ છે?

બોયફ્રેન્ડ : નહિ આ તો આમ જ પૂછી રહ્યો હતો.

ગર્લફ્રેન્ડ : તો તો તમારી સાથે જ લગ્ન કરીશ.