મજેદાર જોક્સ : પ્રેમ, લગ્ન પહેલા કરવો જોઈએ કે લગ્ન પછી? બનેવીનો જવાબ સાંભળીને સાળી થઇ બેભાન

0
1916

નમસ્કાર મિત્રો, જોક્સની દુનિયામાં એક વાર ફરી તમારા બધાનું સ્વાગત છે. જોક્સ આજકાલ ઘણા પોપ્યુલર થઈ રહ્યા છે. અને તમે સોશિયલ મીડિયા ઉપર પણ જશો તો ત્યાં પણ તમને મોટાભાગે જોક્સ જ જોવા અને વાંચવા મળશે. જોક્સના આટલા વધારે પોપ્યુલર થવા પાછળનું એક કારણ એ પણ છે કે, જોક્સ વાંચવામાં કોઈ પૈસા થતા નથી લાગતા. તે ફ્રી માં તમારું ઈંટરટેનમેંટ કરે છે.

અને આ જોક્સ વાંચ્યા પછી માણસનું ટેન્શન ઓછુ થઈ જાય છે અને તેનો મુડ એકદમ ફ્રેશ થઇ જાય છે. અને એ કારણે આપણે ઘણા વધુ જોશ અને ઉત્સાહ સાથે બીજા કામ કરી શકીએ છીએ. જોક્સની એક ખાસ વાત એ છે કે તેનાથી ઈંટરનેટ થવા માટે આપણે વધુ સમય પણ ફાળવવો નથી પડતો. મનોરંજનના બીજા સાધનો માટે તમારે અલગથી વધુ સમય ફાળવવો પડે છે, પરંતુ જોક્સની બાબતમાં તમારે બસ ૫ થી ૧૦ મિનીટની જ જરૂર પડે છે.

એના માટે તમે તમારા કામ વચ્ચે થોડો એવો બ્રેક લઈને પણ એને સમય ફાળવી શકો છો. અને એટલે જ જોક્સ આખી દુનિયામાં હસવા માટેનું નંબર ૧ સાધન ગણવામાં આવે છે. અને એ વાતને ધ્યાનમાં રાખીને અમે પણ સમયે સમયે તમારા માટે થોડા પસંદ કરેલા વાયરલ જોક્સ લઈને આવતા રહીએ છીએ. આજે અમે એવા જોરદાર અને મજાના જોક્સ લઈને આવ્યા છીએ. અને તમે આ જોક્સ વાંચ્યા પછી તમારું હસવાનું રોકી નહિ શકો.

આજના આ જોક્સ અમે ખાસ કરીને તમારા માટે પસંદ કરીને લાવ્યા છીએ. અને અમે એ વાતને પણ ધ્યાનમાં રાખી છે કે બધા જોક્સ ફની હોય. તો આવો આ દુનિયાના ટેન્સન માંથી મુક્ત થઈ થોડી ક્ષણ માટે ફની જોક્સ વાંચી લઈએ અને હાસ્યની દુનિયામાં ખોવાઈ જઈએ.

1. ડોક્ટર : તમે તમારા સારા આરોગ્ય માટે દરરોજ કસરત કરતા રહો તો સારું.

રાજુ : અરે ડોક્ટર સાહેબ, હું દરરોજ ક્રિકેટ અને ફૂટબોલ રમું જ છું.

ડોક્ટર : કેટલો સમય રમો છો?

રાજુ : જ્યાં સુધી મોબાઈલની બેટરી પૂરી નથી થઇ જતી ત્યાં સુધી.

2. તમે ઘણી વાર નોંધ્યું હશે કે, હોરર ફિલ્મમાં જયારે હિરોઈનને વિચિત્ર અવાજ સંભળાય છે, તો તે કહે છે, કોણ છે ત્યાં?

જાણે કે ભૂત તેને કહેશે કે, અરે.. હું છું મેગી બનાવી રહ્યો છું ખાવી છે શું?

3. પતિ-પત્ની એક દિવસ રાત્રે ચાલવા નીકળ્યા. અચાનક મોટો એવો કુતરો તેની ઉપર તૂટી પડ્યો, બન્નેને લાગ્યું કે હવે તે કુતરો એમને કરડી લેશે.

બચવાનો કોઈ ઉપાય ન મળ્યો, તો પતિએ પત્નીને માથા ઉપર સુધી ઉપાડી લીધી, જેથી તે પત્નીને કરડે નહિ.

થોડા સમય પછી કુતરો ભસતો ભસતો જતો રહ્યો. પતિએ રાહતનો શ્વાસ લીધો અને પત્નીને નીચે ઉતારી, અને વિચાર્યુ કે પત્ની એ જોઈને તેને ગળે લગાવી લેશે.

પરંતુ એની બધી આશાઓ ઉપર પાણી ફરી ગયું.

પત્ની નીચે ઉતરતા જ બુમો પાડવા લાગી કે, આજ સુધી મેં કુતરાને ભગાડવા માટે લાકડી કે પથ્થર ફેંકતા જોયા છે, પરંતુ એવો માણસ પહેલી વખત જોઈ રહી છું, જે કુતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેંકવા માટે તૈયાર થયો.

વાર્તાનો અર્થ : તમે ગમે તો કરો પત્ની સામે તમારી કિંમત કંઈ નથી.

4. એક રોમિયો ખુલ્લા રોડ ઉપર સડક ફિલ્મનું ગીત ગાતો ગાતો જઈ રહ્યો હતો..

જબ જબ પ્યાર પે પહરા હુઆ હે. પ્યાર ઓર ભી ગભરા હુઆ હે..

હવે તે છોકરો, થપ્પડ ઉપર થપ્પડ ખાઈને બહેરો થઇ ગયો છે.

કારણ કે, દરેક ચાર રસ્તા ઉપર એંટી રોમિયો ટુકડી બેસાડેલી છે.

5. રામુ : તને ખબર છે, ૨૪ વર્ષ સુધી મારે કોઈ સંતાન ન થયું.

શ્યામુ : તો પછી તે શું કર્યુ ?

પછી હું ૨૪ વર્ષનો થયો અને ઘરવાળાએ મારા લગ્ન કરાવ્યા. ત્યારે જઈને દીકરો થયો.

શ્યામુ ૩ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો.

6. સાળી : બનેવી ‘પ્રેમ’, લગ્ન પહેલા કરવો જોઈએ કે લગ્ન પછી?

બનેવી : ક્યારે પણ કરો, પણ પત્નીને ખબર ન પડવી જોઈએ.