મજેદાર જોક્સ : જીજાએ પોતાની સાળીને મજાકમાં કહ્યું : “સાળી તો અડધી ઘરવાળી હોય છે” આ વાત સાંભળીને સાળી…

0
5515

નમસ્કાર મિત્રો, જોક્સની દુનિયામાં તમારા બધાનું એક વખત ફરી સ્વાગત છે. હસવું આપણા માટે ઘણું જરૂરી છે. અને એ કારણ છે કે અમે રોજ તમારા માટે ફ્રેસ અને લેટેસ્ટ જોક્સ લઈને આવીએ છીએ. આમ તો સંબંધિઓ ઉપર બનેલા જોક્સ હંમેશા ઘણા પોપ્યુલર રહે છે. એવા જોક્સ વાંચીને લોકો તેનાથી પોતાને રીલેક્સ કરી શકે છે, અને ઘણું હસે પણ છે.

અને આ કડીમાં આજે અમે તમારી સાથે થોડાક મજાના જોક્સ શેયર કરવા જઈ રહ્યા છીએ જે બનેવી સાળી સાથે જોડાયેલા છે. બનેવી અને સાળીનો સંબંધ પણ ઘણો સરસ હોય છે. સાળી જો નાની હોય તો મસ્તી મજાક અને રોક જોક જેવી વસ્તુ ચાલતી રહે છે. તે સાળી મોટી હોય તો તે પોતાના બનેવીની મજા લેતી રહે છે.

આજકાલ સાળી અને બનેવી ઉપર બનેલા જોક્સની ઈન્ટરનેટ ઉપર ધમાલ છે. અહિયાં તમને ઘણા પ્રકારના જોક્સ મળી જશે. પરંતુ એ જરૂરી નથી કે બધા જોક્સ વાંચીને તમારા ચહેરા ઉપર હાસ્ય આવે. તેમાં અમુક જોક્સ નકામાં પણ હોય છે. તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે ઘણા રમુજી અને જોરદાર બનેવી સાળીના જોક્સ લાવ્યા છીએ. તો આવો જલ્દી આ જોક્સ વાંચી નાખીએ.

1. સાળી : જીજાજી એક વાત જણાવો, કે સાસરિયામાં જમાઈ લોકોનું આટલું સન્માન કેમ થાય છે?

જીજાજી :કારણ કે તે લોકો જાણે છે કે, તે એ જ મહાન માણસ છે જેણે અમારા ઘરના તોફાનને સંભાળી રાખ્યું છે.

2. બનેવી : અરે મારી વહાલી સાળી સાહિબા, એક પ્રશ્નનો જવાબ આપજો. જો છોકરીઓ પારકી થાપણ છે? તો પછી છોકરા શું થયા?

સાળી : એ તો એક નંબરના ચોર છે, જે હંમેશા પારકી થાપણ ઉપર પોતાની નજર રાખે છે.

3. બુટ ચોરવાની પરંપરા દરમિયાન નાની સાળી બોલી : જીજાજી ભલે ગમે તે થઇ જાય, હું ૧૧૦૦ લઈને જ રહીશ.

પછી મોટી સાળી સામે આવી અને બોલી ‘બનેવી હું તો ૧૮૦૦ લઈશ.’

એટલામાં પાછળથી પપ્પુએ બુમ મારી અને કહ્યું ‘અરે લેવો જ છે તો તો નોકીયા ૨૧૦૦ લો’ તેમાં એફએમ પણ છે.

4. આજની વાત :

જો તમે વિચારો છો કે કદાચ આપણા લગ્ન આપણી સાળી સાથે થયા હોત?

તો વિશ્વાસ રાખો કે આપણા સાઢું ભાઈ પણ એકદમ આવું જ વિચારતા હોત.

5. સાળી : જીજાજી આપણને પ્રેમ ક્યારે થાય છે?

જીજાજી : જયારે તમારા રાહું-કેતુ અને શનીની દશા ખરાબ હોય, તમારો મંગળ પણ નબળો હોય અને ભગવાન તમારી મજા લેવાના મુડમાં હોય ત્યારે પ્રેમ થાય છે.

6. બનેવી : અરે ઓ મારી સાળી સાહેબા, જરા એ તો જણાવો કે તમારા શહેરમાં સૌથી ફેમસ શું છે?

સાળી : જીજાજી હવે શું બતાવું, જે સૌથી ફેમસ વસ્તુ હતી એ તો તમે લઇ ગયા.

7. મહિલાઓ કેટલી ચાલાક થતી જઈ રહી છે જરા અહિયાં જુવો.

એક બનેવી પોતાની સાળી સાથે મજાકમાં કહે છે.

“અરે સાળી તો અડધી ઘર વાળી હોય છે”

તે વાત સાંભળતા જ સાળી બનેવીની નજીક આવી અને કાનમાં ખુબ પ્રેમથી બોલી…

“જો એવી વાત છે તો તમારો અડધો પગાર પણ મને આપતા રહો.”

બનેવીએ ત્યારથી મજાક કરવાનું છોડી દીધું.

આમ તો કોઈએ કહ્યું છે કે કોઈને હસાવવાથી વધીને કોઈ મોટું પુણ્ય નથી હોતું. એટલું જ નહિ ડોક્ટર્સ પણ એવું મને છે કે વધુ હસવાથી તમારું આરોગ્ય સારું રહે છે.