તમે બધા સારી રીતે જાણો છો કે આજકાલના આ સ્ટ્રેસ ભરેલા જીવનમાં માણસ જાણે કે હસવાનું જ ભૂલી ગયા છે. તે કામમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. પરંતુ પોતાની ઉપર આટલો જુલમ કરવો પણ ખોટું છે. જો તમે તમારી સાથે આમ કરશો તો તે દિવસ દુર નથી જયારે, જાત જાતની બીમારીઓ તમને તેની ઝપટમાં લઇ લેશે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે પહેલો મંત્ર છે કે પોતાના માટે થોડો સમય કાઢવો અને મનને ખુશ રાખવું. જો તમારું મન ખુશ રહેશે ત્યારે તમે સ્વસ્થ રહેશો. માટે આજે અમે તમારા માટે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ. આ મજેદાર જોક્સ, જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ છે. તો ચાલો શરુ કરીએ હસવા-હસાવવાનો સુંદર સિલસિલો.
જોક્સ : 1
પતિ (ગીત ગાતો હતો): આજકલ પાંવ જમીન પર નહીં પડતે મેરે…
પત્ની : પડવા પણ નહીં જોઈએ, હમણાં જ પોતું માર્યુ છે. પડ્યા છે તો ભાંગી નાખીશ.
જોક્સ : 2
હાઈ સ્કૂલમાં ભણવા વાળી બે છોકરીઓ એકબીજા સાથે વાત કરી રહી હતી.
પહેલી છોકરી : યાર, મારા પપ્પાએ કહ્યું છે કે, જો આ પરીક્ષામાં “હું નાપાસ થઈ તો મારા લગ્ન કરાવી દેશે.”
બીજી છોકરી : તો તે કેટલી તૈયારી કરી છે?
પહેલી છોકરી : બસ રિસેપશનનો ડ્રેસ લેવાનો બાકી છે.
જોક્સ : 3
એક છોકરો પોતાની માં પાસેથી ખરાબ રીતે માર ખાધા પછી,
પોતાના પપ્પાને પૂછે છે, તમે ક્યારેય પાકિસ્તાન ગયા છો?
પપ્પા : ના કયારેય નહિ.
છોકરો : તો પછી અફઘાનિસ્તાન ગયા છો?
પપ્પા : ના, બેટા. પણ કેમ?
છોકરો : તો પછી આ આતંકવાદી ક્યાંથી લાવ્યા?
જોક્સ : 4
શિક્ષક પપ્પુને : પપ્પુ તું ઘણું વધારે બોલે છે.
પપ્પુ : એ અમારી ખાનદાની પરંપરા છે.
શિક્ષક : શું અર્થ છે તારો?
પપ્પુ : સર, મારા દાદા એક ફેરિયા હતા અને મારા પપ્પા શિક્ષક.
શિક્ષક : અને તારી મમ્મી વિષે કે.
પપ્પુ : અર્થ શું છે? તે એક સ્ત્રી છે.
જોક્સ : 5
મિત્રો મારા પ્રેમના બે જ સાક્ષી હતા,
એક એ પોતે અને બીજી એની દાદી.
એ ફરી ગઈ અને બીજી ગુજરી ગઈ.
જોક્સ : 6
બે વિદ્યાર્થી રાતે વાંચી રહ્યા હતા.
પહેલો : કેટલા વાગ્યા યાર?
બીજો ઉભો થઈને એક પથ્થર સામે રહેલી ગર્લ્સ હોસ્ટેલમાં મારે છે.
ત્યાંથી એક છોકરી બહાર આવી અને બૂમ પાડી,
હરામીઓ હવે તો સુઈ જાવ રાતના બે વાગ્યા છે.
જોક્સ : 7
અમરેન્દ્ર બાહુબલી છોકરીઓ અને મહિલાઓને આટલો બધો પસંદ કેમ આવ્યો?
તે સુંદર હતો એટલે? ના., તે મહાપરાક્રમી હતો એટલે? ના રે ના.
તે રોમાન્ટિક હતો એટલે? જરાપણ નહીં.
એ એટલા માટે કે, તેણે ભરેલી સભામાં પોતાની પત્નીનો પક્ષ લઈને કહ્યું કે,
“માં તું ખોટી છે.”
આ ડાયલોગ સાંભળ્યા પછી થિએટરમાં બેઠેલી,
99% પત્નીઓ એમના પતિ સામે જોવા લાગી.
જોક્સ : 8
દિલ્લી વાળાની નવી સમસ્યા,
મેટ્રો ટ્રેન માંથી ઉતરીને મીની બસ પકડો તો એવું લાગે છે,
જાણે ગર્લફ્રેન્ડને મળીને પાછા આવ્યા પછી,
પાછા પત્ની પાસે પહોંચી ગયા.
જોક્સ : 9
એક સર્વે અનુસાર માણસનું મગજ 24 કલાક કામ કરે છે.
અને ફક્ત બે વાર જ બંધ થાય છે.
પહેલા પરીક્ષા સમયે અને
બીજું પત્નીની પસંદગી કરતા સમયે.
જોક્સ : 10
પપ્પાએ પૂછ્યું દીકરા તું નાપાસ કઈ રીતે થયો?
છોકરો : પપ્પા પેપરમાં સવાલ જ એવા હતા કે મને ખબર જ નહીં હતી.
પપ્પા : તો પછી તે જવાબ કઈ રીતે લખ્યા?
છોકરો : મેં પણ જવાબ એવા લખ્યા જે ટીચરને ખબર નહીં હોય.
જોક્સ : 11
એક વાર પપ્પુની ગર્લફ્રેન્ડનો એની પર ફોન આવ્યો અને બોલી,
હેલ્લો જાનુ, હું કાલે તને મળવા નહીં આવું.
પપ્પુ : પણ કેમ?
ગર્લફ્રેન્ડ : થોડું જરૂરી કામ છે.
પપ્પુ : સારું કંઈ નહીં, તો પછી હું તારું ગિફ્ટ કોઈ બીજાને આપી દઈશ.
ગર્લફ્રેન્ડ : જાનુ મારો અર્થ હતો, હું કાલે આવી શકીશ નહીં, તો શું આપણે આજે મળી શકીએ.
જોક્સ : 12
જરા વરસાદ શું પડયો કે પેપરવાળા વરસાદમાં પલળતી છોકરીઓના ફોટા છાપી દે છે,
જાણે કે છોકરાઓ તો વોટર પ્રુફ પેદા થયા છીએ.
જોક્સ :13
એવું સાંભળ્યું છે કે પ્રેમની શરૂઆત લડાઈથી થાય છે.
આ વિચારીને મેં તેના માથા પર ઈંટ મારી દીધી,
જેથી શરૂઆત સારી રીતે થાય.
જોક્સ : 14
પતિ પાડોશી મહિલાને સતત જોયા કરતો હતો, આ જોઈને તેની પત્નીએ એને કહ્યું,
સાંભળો છો, સુંદર તો હું પણ દેખાવ છું. વિશ્વાસ ન હોય તો બાજુ વાળા રાણા સાહેબને પૂછી લો.
જોક્સ : 15
એક દારૂડિયાએ FM પર ફોન કર્યો.
દારૂડિયો : મને રોડ પર એક પર્સ મળ્યું છે, એમાં 15,000 રોકડા, એક આઈફોન 6 પ્લસ અને એક ક્રેડિટ કાર્ડ છે,
તેમજ કોઈ સીમા નામની છોકરીનું આઈડી પ્રુફ મળ્યું છે.
રેડિયો જોકી : અરે વાહ, તમને કેટલા ઈમાનદાર છો.
તો તમે આ પર્સ પાછું આપવા માંગો છો, સાચું ને?
દારૂડિયો : ના, મારી ઈચ્છા છે કે તમે સીમા માટે એક સેડ સોન્ગ વગાડો.