સોશિયલ મીડિયા પર ઘણા જોક્સ વાયરલ થાય છે. એવા જોક્સ આપણને હસવા માટે મજબૂર કરી દે છે. અને જોક્સની અસર પણ કોઈ દવાથી ઓછી નથી હોતી. જે લોકો તણાવથી પરેશાન છે કે પછી બીમાર હોય છે, એ લોકો માટે જોક્સ કોઈ દવાની જેમ કામ કરે છે. માટે આજે અમે તમને થોડા એવા મજેદાર જોક્સ વંચાવવા જઈ રહ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડીંગ છે. આ જોક્સ વાંચીને તમને હસવું જરૂર આવશે. તો મોડું શું કામ કરીએ, ચાલો શરુ કરીએ હસવા હસાવવાનો આ સિલસિલો.
જોક્સ : 1
છોકરો : કોફી પર આવીશ બેબી?
છોકરી : ના, કોફી ગરમ હોય છે, મારા પગ બળી જશે.
જોક્સ : 2
રામુ (ડોક્ટરને) : ડોકટર સાહેબ તમે ઘરે આવવાના કેટલા રૂપિયા લો છો?
ડોક્ટર : 150 રૂપિયા.
રામુ : સારું ચાલો.
ડોક્ટરે પોતાની ગાડી કાઢી અને રામુ સાથે એના ઘરે ગયા.
ઘરે પહોંચવા પર….
ડોક્ટર : દર્દી ક્યાં છે?
રામુ : દર્દી તો કોઈ નથી સાહેબ.
ડોક્ટર : તો મને કેમ બોલાવ્યો?
રામુ : એમાં એવું હતું ને સાહેબ ટેક્સી વાળો 300 રૂપિયા કહેતો હતો,
અને તમે ઘરે 150 રૂપિયામાં આવવા તૈયાર થઈ ગયા.
(ડોક્ટર સાહેબ કોમામાં છે.)
જોક્સ : 3
વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,
વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?
યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.
વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?
યુવતી : મારા બીજા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.
વકીલ (ધીરેથી) : આજનો શું પ્લાન છે?
બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ, આ સવાલ મેં પહેલા જ પૂછી લીધો છે.
જોક્સ : 4
રાજુ ઓફિસમાં મોડો પહોંચ્યો,
બોસ : ક્યાં હતો અત્યાર સુધી?
રાજુ : સર ગર્લફ્રેન્ડને કોલેજ મુકવા ગયો હતો.
બોસ : બાના નઈ બનાવ, કાલથી ઓફિસ ટાઈમ પર આવી જજે નહીં તો તારી ખેર નથી,
રાજુ : સારું, તમારી છોકરીને કાલથી જાતે જ કોલેજ મૂકી આવજો.
બોસ બેહોશ.
જોક્સ : 5
ગુલ્લુ નિર્મલ બાબા પાસે ગયો અને બોલ્યો,
ગુલ્લુ : બાબા મારી પત્ની ક્યારે સુધરશે? એ મને રોજ મારે છે.
બાબા : પત્નીને સાથે લાવ્યો છે?
ગુલ્લુ : ના બાબા, અત્યારે તો નથી લાવ્યો.
બાબા : લાવ તો પછી તારો ગાલ બતાવ.
ગુલ્લુ : બાબા મારો ગાલ કેમ જોવો છો?
બાબા : અલા દુઃખી માણસ એના હાથની રેખા જોવી છે.
જોક્સ : 6
એક છોકરા અને છોકરીની સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ ગઈ.
છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું….
છોકરી : જાનું ક્યાં છે?
છોકરો : રિક્ષામાં.
છોકરી : જા ને જુઠ્ઠા, સાચું બોલ.
છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.
છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાત કરાવ.
છોકરો : અરે ગાંડી હું જ રિક્ષા વાળો છું.
જોક્સ : 7
સાળી : બેન, તમે જીજુને એ જી કહીને કેમ બોલાવો છો?
બેન : અરે હું સભ્ય નારી છું, માટે બધાની સામે એમને એ ગધેડા કહીને ન બોલાવી શકું.
માટે ફક્ત એ જી(એ ગધેડા) કહીને કામ ચલાવી લેવ છું.
જોક્સ : 8
જયારે યુવાન હતા ત્યારે શ્રીદેવી જેવી સુંદર અભિનેત્રીએ,
મોટી ઉંમરના બોની કપૂર સાથે લગ્ન કરી લીધા.
હવે મોટા થઈ ગયા તો પ્રિયંકા ચોપડાએ નિક જેવા
નાના છોકરા સાથે લગ્ન કરી લીધી.
મજાક બની ગયા છીએ આપણે તો.
જોક્સ : 9
એક દિવસ ટીચરે પોતાના ક્લાસના બાળકોને સવાલ પૂછ્યો,
રજનીકાંતની ફિલ્મ રોબોટથી તમને શું શીખ મળે છે?
રેન્ચો થોડી વાર વિચાર્યા પછી બોલ્યો,
એ જ કે છોકરી ફક્ત માણસનું જ નહીં પણ મશીનનું પણ મગજ ખરાબ કરી શકે છે.
જોક્સ : 10
પતિ (પત્નીને) : જો ઓપરેશન દરમ્યાન મને કંઈ થઈ જાય તો આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે.
પત્ની : આવું કેમ બોલો છો?
પતિ : તો શું ડોક્ટરને માફ કરી દઉં.
જોક્સ પસંદ આવ્યા હોય આવવા પર આને લાઈક અને શેર જરૂર કરો.