મિત્રો આપણે બધા કોઈ ને કોઈ કામ કરતા જ હોઈએ છીએ. અને ઘણીવાર આપણા પર કામનું પ્રેશર એટલું વધારે હોય છે કે, આપણે લોકો પોતાના જીવનને એન્જોય પણ નથી કરી શકત. એવામાં જો જોક્સ વાંચવા કે સાંભળવા મળી જાય, તો આપણે જાતે જ હસી દઈએ છીએ.
અને આપણા ચહેરા પર રહેલું હાસ્ય ખુશી, આનંદ અને હર્ષનું પ્રતીક હોય છે. વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે કે, જયારે આપણે હસીએ છીએ તો ફક્ત 2 માંસપેશીઓનો ઉપયોગ થાય છે. અને એનાથી ઉલટું જ્યારે આપણે ગુસ્સો કરીએ તો 32 માંસપેશીઓ કામ કરે છે. હાસ્ય આપણને માનસિક તણાવથી મુક્તિ મેળવામાં ખુબ મદદ કરે છે.
જીવનની મજા ખુશ રહેવામાં જ છે. એટલે તમે તમારા જીવનમાં ખુશી લાવો. તમે પોતે પણ હસો અને પોતાના મિત્રો અને સંબંધીઓને પણ હસવાની તક આપો. લોકો જીવનના ઉતાર-ચઢાવમાં હસવાનું ભૂલી જાય છે. નોકરી કરતા લોકોને ઓફીસના કામની ચિંતા હોય છે, ધંધા વાળા લોકોને ઓછી કમાણીની ચિંતા રહે છે. આમ ચિંતામાં જ તમારો આખો દિવસ ચાલ્યો જાય છે. અને તમે કામ પરથી ઘરે જાવ છો, તો ઘરે જતા જ પરિવારની વાતોમાં વ્યસ્ત થઈ જાવ છો. માટે પોતાના માટે સમય કાઢો અને ખુશ રહો. બાકી કામ તો આપણે કરતા જ રહેવાનું છે.
આજે અમે તમારા માટે એવા જોક્સ લઈને આવ્યા છીએ જેનાથી તમારો પણ દિવસ ખુબ સારો બની જાય. અને તમે પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહિ. તો આવો તમારા માટે લાવ્યા છે ખુબ મજેદાર જોક્સ…
જોક્સ : 1
પપ્પુ : તું ખાલી બોલ કે તને કયો ફોન જોઈએ છે? એક ઝાટકામાં જ લઈ આપીશ.
ગામની છોકરી : તે થોડુ સફરજન ખાધેલું હોય તે (આઈફોન).
પપ્પુની પહોંચ એટલી હતી નહિ એટલે આવું બહાનું બનાવે છે.
પપ્પુ : અરે એવો એઠો ફોન થોડી લેવાય. આપણું પણ સ્ટેટ્સ છે. આપણે કોઈનું એઠું ન લઈએ.
જોક્સ : 2
એક મહિલા વિધવા પેન્શન માટેનું ફોર્મ ભરવા ગઈ.
અધિકારી : તમારા પતિના મૃત્યુને કેટલો સમય થયો છે?
મહિલા : તે તો હમણાં ઘરે જ છે.
અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?
મહિલા : સાહેબ, સરકારી કામ છે એટલે સમય તો લાગે ને.
જ્યાર સુધી કામ થશે ત્યાર સુધી મૃત્યુ પણ થઈ જશે.
જોક્સ : 3
રાજુ : જજ સાહેબ, મને મારી પત્ની સાથે છૂડાછેડા જોઈએ. તે મને રોજ વાસણ ફેંકીને મારે છે.
જજ : હમણાં મારી રહી છે કે, પહેલાથી જ?
રાજુ : પહેલાથી જ.
જજ : તો પછી આટલા વર્ષો પછી છૂટાછેડા માંગવા કેમ આવ્યો?
પતિ : કારણ કે સાહેબ હવે તેનો નિશાનો પાક્કો થઈ ગયો છે.
જોક્સ : 4
એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પર પપ્પુને જોયા વિના જ લગ્ન કરી લીધા.
સુહાગરાત પર છોકરીએ પપ્પુને પૂછ્યું : તુએ ભણતરમાં કઈ ડિગ્રી મેળવી છે?
પપ્પુ : આંખ ચા આંખ.
છોકરી : આ શું નવું આવ્યું?
પપ્પુ : આઈટીઆઈ.
છોકરી બેભાન.
જોક્સ : 5
એક દિવસ પિંકી પોતાના મમ્મી-પપ્પા સાથે પોતાના લગ્ન માટે છોકરો જોવા ગઈ.
પિંકી (ઘરમાં ઘુસતા જ હાથ જોડીને પોતાની માં ને) : માં, અહીંયા સાસુ મળશે કે પછી તેનો ફોટો લટકેલો હશે.
(પિંકીના મમ્મી-પપ્પા આજુ સુધી તેના માટે છોકરો શોધી રહ્યા છે.)
જોક્સ : 6
પતિ અને પત્ની છૂટાછેડા લેવા માટે કોર્ટ પહોંચ્યા.
જજ : તમારા બંનેના તો 3 બાળકો છે તો તમે એકબીજા વચ્ચે કેવી રીતે વેચશો?
ઘણા સમય સુધી પતિ-પત્ની બંને મળીને ચર્ચા કરી.
પતિ : સારું જજ સાહેબ, અમે છૂટાછેડા લેવા માટે આવતા વર્ષે હજુ એક બાળકની સાથે આવીશું.
જોક્સ : 7
દુકાનદારે એક મહિલાને દુકાનમાં રહેલા બધા કપડાં દેખાડી દીધા, પણ એને એકેય પસંદ ન આવ્યા.
પણ એણે પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરીને મહિલાને કહ્યું, “મને અફસોસ છે કે હું તમને કપડા પસંદ કરાવી શકીયો નહિ.”
મહિલા : વાંધો નહિ ભાઈ, આમ પણ હું તો શાકભાજી લેવા નીકળી હતી.
જોક્સ : 8
છોકરી : તારા કરતા પહેલા પણ મારો એક બોયફ્રેન્ડ હતો.
છોકરો : કોઈ વાત નહિ, હું ત્રણ ભાઈઓ માંથી સૌથી નાનો છું.
છોકરી : એટલે?
છોકરો : મને સેકેંડ હેન્ડ વસ્તુ વાપરવાની આદત પડી ગઈ છે.
આ હતા આજના સૌથી મહેદર જોક્સ જે અમે તમારા માટે લઈને આવ્યા હતા. જો તમને પણ આ જોક્સ પસંદ આવ્યા છે તો આને તમારા મિત્રોની સાથે શેયર કરવાનું ભૂલતા નહિ અને લાઈક જરૂર કરો.