આજકાલના ભાગદોડ વાળા જીવનમાં લગભગ દરેકને કોઈ ને કોઈ કારણો સર તણાવ રહે છે. અને પછી એમણે તણાવ મુક્ત થવા માટે કોઈ ને કોઈ સાધનનો પ્રયોગ કરવો જ પડશે. અને એ વાત પણ સાચી છે કે આજના જમાનામાં હવે પહેલા જેવું નથી રહ્યું, કે પરિવારના દરેક સભ્ય એક સાથે મળીને સમય પસાર કરે અને હસતા બોલતા રહે, જેથી લોકો તણાવ મુક્ત થઈ શકે.
એટલે આજે અમે તમારા તણાવને દૂર કરવા માટે થોડા જોક્સ લઈને આવ્યા છીએ, જે તમારા ચહેરા પર હાસ્ય લાવશે અને તમારા તણાવને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો આવો વાંચીએ એ જોક્સ. કોમેન્ટમાં કયા નંબરનો જોક્સ ગમ્યો તે જણાવશો અને તમારી પાસે પણ કોઈ સારો જોક્સ હોય તો કોમેન્ટમાં મોકલશો.
જોક્સ : 1
એક મહિલા હોસ્પિટલમાં બાળકને સુવડાવી રહી હતી.
મહિલા : સુઈ જા મારા ડિપ્લોમા સુઈ જા.
પપ્પુ : બેન તમે આ બાળકને ડિપ્લોમા કેમ કહી રહ્યા છો?
મહિલા : કારણ કે આ ડિપ્લોમા જ છે.
પપ્પુ : એ વળી કઈ રીતે?
મહિલા : ભાઈ અમારી છોકરી શહેરમાં ડિપ્લોમા કરવાં ગઈ હતી,
અને આને લઈને આવી છે. માટે આ જ ડિપ્લોમા છે.
જોક્સ : 2
ગર્લફ્રેન્ડ : તને આટલું મોડું કેમ થઈ ગયું? હું ક્યારની તારી રાહ જોઈને અહિયાં બેઠી છું.
બોયફ્રેન્ડ : મારા બોસે રોકી લીધો હતો. પછી મેં ડિનર કર્યુ મારા બોસ સાથે.
ગર્લફ્રેન્ડ : વાહ, હું અહિયાં એકલી એકલી કંટાળી ગઈ અને, તું ઓફિસમાં ખાઈને આવ્યો. શું ખાધું? બોલ મારે પણ ખાવું છે.
બોયફ્રેન્ડ : ગાળો.
જોક્સ : 3
ભિખારી : ભગવાનના નામ પર કંઈ આપી દો.
વિદ્યાર્થી : આ લે મારી બી.કોમની ડીગ્રી લઈ લે.
ભિખારી : મારા ભાઈ રડાવશે કે શું?
તને જોયતી હોય તો મારી એન્જનિયરિંગની ડીગ્રી લઈ જા.
જોક્સ : 4
સંતા અને બંતા ઓફિસમાં કામ કરી રહ્યા હતા.
સંતા : યાર તારી સેક્રેટરી તો ઘણી સારી છે.
બંતા : નહીં ભાઈ એ તો રોબોટ છે અને એનું નામ પિંકી છે. એના ડાબા ગાલ પર પપ્પી કરો તો એ કમ્પ્યુટર ચાલુ કરી દે છે. અને જમણા ગાલ પર પપ્પી કરો તો ટાઈપિંગ કરવા લાગે છે.
બીજ દિવસે સંતાના હોઠ પર પટ્ટી બાંધેલી હતી.
બંતા : શું થયું ભાઈ હોઠ પર પટ્ટી કેમ લગાવી છે?
સંતા : પહેલા કેમ જણાવ્યું નહીં કે એના હોઠમાં પંચ લાગેલું છે.
જોક્સ : 5
પપ્પુ જેવો ઘરે આવ્યો કે, એની પત્નીએ એનો કોલર પકડીને કહ્યું,
આજકાલ ફેસબુક પર ઘણી શાયરી પોસ્ટ કરે છે.
પપ્પુ : અરે જાનેમન એ તો હું એમ જ….
પત્ની : “આ તારી ઝુલ્ફો છે કે રેશમની દોરી” આ કોના માટે લખ્યું છે.
પપ્પુ : તારા માટે જ લખ્યું છે, તારી કસમ.
પત્ની : તો રાત્રે જયારે ખાવામાં કોઈ રેશમનો દોરો નીકળી આવે છે, તો કકલાટ કેમ કરે છે?
જોક્સ : 6
સંતાએ પોતાના બોસને એક દિવસ ઘરે બોલાવ્યા,
બોસ : તમારો છોકરો ક્યાં છે?
સંતા : એના રૂમમાં છે. મેં તમારા નામ પર જ એનું નામ રાખ્યું છે.
બોસ : વાહ, બોલાવજો જરા એને.
સંતા : ઓય અક્ક્લના દુશ્મન બહાર આવ.
બોસ બેહોશ.
જોક્સ : 7
રાજુ જે કોઈ છોકરીને પ્રપોઝ કરતો તે એને થપ્પડ મારીને રિજેક્ટ કરી દેતી,
એટલે છેવટે રાજુ કંટાળીને એક સાધુ પાસે ગયો.
ત્યાં ત્રણ સાધુ ત્રણ સાદડી પાથરીને બેઠા હતા.
રાજુ : મહારાજ મારી દુવિધાનો અંત કરો.
બાબા : શું પરેશાની છે બાળક?
રાજુ : મારાથી કોઈ છોકરી નથી પટતી.
બાબા (નાના બાબાને) : ઓય, બાજુમાં એક સાદડી વધારે પાથરી દે, કાલથી આ પણ અહીં બેસશે.
જોક્સ : 8
છોકરી : આજે મેં બેંકમાં ખાતું ખોલાવ્યું.
છોકરો : સરસ, કઈ બેંકમાં?
છોકરી : એ ચડ્ડી એ ફસી.
છોકરો : ઓ અક્કલની આંધળી, એ HDFC છે.
જોક્સ : 9
માં (પિંકીને): બેટા આટલી લિપસ્ટિક લગાવીને ક્યાં જઈ રહી છે?
પિંકી : મમ્મી હું કોલેજ જાવ છું.
માં : બેટા કોલેજમાં તને કોઈ છોકરો પસંદ છે?
પિંકી (ખુશ થઈને) : હાં મમ્મી એક છોકરો છે જે મને ઘણો પસંદ છે.
માં : તો એ નાલાયકને કહી દે જે કે, તારા લગ્ન વર્માજીના છોકરા સાથે નક્કી કરી દીધા છે.
જોક્સ ખુબ જ સારા છે તમારા માટે વીણી વીણીને ભેગા કર્યા છે તો લાઇક અને શેયર અવશ્ય કરશો.