મજાના જોક્સ : છોકરી બ્યુટીપાર્લર માંથી મેકઅપ કરાવીને આવી અને ટ્રેનમાં ચઢી, તો છોકરો બોલ્યો, હોટ..

0
2383

ઘણા બધા લોકો આપણને કહે છે કે, સ્વાસ્થ્ય માટે હસવું ઘણું જરૂરી છે. હસવું આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક મહત્વનો ભાગ હોય છે. તમે હસીને પોતાના મન, મગજ અને દિલને સ્વસ્થ બનાવી શકો છો. એટલે જ તો તમે સવારે બગીચામાં ચાલવા જાવ તો તમે વૃદ્ધ લોકોને કારણ વગર હસતા જોઈ શકો છો.

મિત્રો હસવું એ એક એવી દવા છે, જે તમને પૈસા ખર્ચ વગર મળી જાય છે. અને આજકાલના તણાવ ભરેલા જીવનમાં તો લોકોની ચિંતા અને સ્ટ્રેસ વધી જવાને કારણે, લોકોના માનસિક તણાવના સ્તરમાં રોજ વધારો જોવા મળી રહ્યો છે. એનાથી બચવા માટે હાસ્યની મદદ લઈ શકો છો. જણાવી દઈએ કે જયારે પણ તમે હશો છો, તો તમારા શરીરમાં ખુશીથી જે હાર્મોન ઉત્પન્ન થાય છે, તે તમારા તણાવને ઓછો કરી દે છે, જેથી તમારી અંદર એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

આ સકારાત્મક ઉર્જા તમને તમારી અંદરના નકારાત્મક વિચારોથી બચાવી શકે છે. એનાથી તમે ચિંતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકો છો. માટે તમારે તમારા જીવનમાં હાસ્યને જરૂર શામેલ કરવું જોઈએ, કારણે તે કોઈ દવાથી ઓછું નથી.

તો તમે પણ તમારા જીવનમાં ખુલીને હસો અને જોરથી હસો. કારણ કે હસવાથી સકારાત્મક વિચાર વધે છે. હાસ્યને આપણે એ અસરદાર દવાની જેમ માનીએ છીએ, જે દુઃખ અને ઘા સારા કરવામાં વધારે ફાયદાકારક સાબિત થાય છે. હાસ્યએ સકારાત્મક યોગ છે, જેનાથી તમામ સમસ્યાઓનું સમાધાન એની મેળે જ થઈ જાય છે. માટે આજે અમે તમને આ દુઃખ ફેલાવતી દુનિયામાં થોડીવાર હાસ્ય આપવા જઈ રહ્યા છીએ. તમને જાણવી દઈએ કે આજે અમે તમારા માટે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ. અને એ વાંચ્યા પછી ખરેખર તમને મજા આવશે અને તમે આનંદ પણ માણશો.

જોક્સ : 1

એક વાર પપ્પુની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

પપ્પુની પત્ની : લાગે છે હવે હું નહીં બચું, હું ચોક્કસ મરી જઈશ.

પપ્પુ : આ સાંભળી મને એવું લાગે છે કે, હવે હું પણ મરી જઈશ.

પપ્પુની પત્ની : તમે કેમ મરી જશો?

પપ્પુ : આટલી બધી ખુશી મારાથી સહન નહીં થાય.

પત્નીની જગ્યાએ હવે પપ્પુ દાખલ છે.

જોક્સ : 2

સંતા : મને 20 રૂપિયા આપ.

બંતા : એમાં મારો શું ફાયદો?

સંતા : તું મને 20 રૂપિયા આપે, તો હું તને લાખ રૂપિયાની વાત જણાવીશ.

બંતા : લે આ 20 રૂપિયા, હવે બોલ કઈ વાત છે.

સંતા : એ જ કે આ રીતે બધાને પૈસા અપાય નહિ.

જોક્સ : 3

પપ્પુ એના દાદાને : દાદા આ પરિવાર નિયોજન એટલે શું?

દાદા (ગુસ્સે થઈને) : ભાગ અહીંથી, મને નથી ખબર એ બધું શું આવે.

પપ્પુ : મને લાગ્યું જ કે તમને નહીં ખબર હોય,

નહીં તો આપણી સંપત્તિના 9 ભાગ પડતે નહિ.

જોક્સ : 4

શ્યામ પોતાની નોકરાણીને પ્રેમ કરતો હતો.

શ્યામ (નોકરાણીને) : એક વાત કહું?

નોકરાણી : હા કહો ને.

શ્યામ : તું તો મારી પત્ની કરતા પણ વધારે સુંદર છે.

નોકરાણી : જુઠ્ઠું નઈ બોલો માલિક.

શ્યામ : નહીં, હું એકદમ સાચું કહું છું.

નોકરાણી : ડ્રાયવર તો બોલી રહ્યો હતો કે, તમારી પત્ની વધારે સુંદર છે.

શ્યામ બેહોશ.

જોક્સ : 5

પિંકી જેવી જ લગ્ન કરીને સાસરે આવી,

સાસુ : બેટા હું તારી માં જેવી છું.

પિંકી : અને મારા સસરાજી શું છે?

સાસુ : એ તારા પપ્પા જેવા છે.

પિંકી : સારું, તો હવેથી હું મારા પતિને ભાઈ કહીને જ બોલાવીશ.

જોક્સ : 6

છોકરી બ્યુટીપાર્લર માંથી નીકળીને ટ્રેનમાં જેવી જ ચઢી,

એક બંગાળી બોલ્યો : હૉટ.

છોકરી : થેંક્યુ ડિયર.

બંગાળી : અરે કાહેકા થેંક્યુ,

હમ બોલા આગેસે હૉટ હમકો ઉતરના હૈ.

જોક્સ : 7

પત્ની : હું રોજ પૂજા કરું છું, પણ મને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન નથી થતા.

પતિ : એકવાર મીરાંબાઈ બનીને ઝેર પી લે, શ્રીકૃષ્ણ સાથે બધા ભગવાનના દર્શન થઈ જશે.

પાડોશીએ એ પતિ માટે 108 બોલાવવી પડી.

જોક્સ : 8

એક વાર ટીચરે ક્લાસના વિદ્યાર્થીઓની સમજદારી જાણવા માટે પૂછ્યું,

ટીચર : બાળકો આ ઈશ્ક અને પ્રેમમાં શું તફાવત છે?

કોઈ બીજું બોલે એ પહેલા પપ્પુ ઉભો થયો અને બોલ્યો,

પપ્પુ : મેડમ પ્રેમ એ જે તમે તમારી છોકરીને કરો છો, અને ઈશ્ક એ જે અમે તમારી છોકરીને કરીએ છીએ.

અમને આશા છે કે આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે. તો આને શેયર કરવાનું ભૂલતા નહીં. જેથી બીજા પણ આની મજા માણી શકે.