આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલાક મજેદાર જોક્સ, જેને વાંચીને તમે હસતા હસતા થાકી જશો.
એ વાત ૧૦૦ ટકા સાચી છે કે હસવું જીવન માટે અત્યંત જરૂરી છે. અને હસતા રહેવાથી મનુષ્યને જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. એનાથી આપણે ઘણા બધા રોગોથી છુટકારો પણ મેળવી શકીએ છીએ. અને ક્યારેય કોઈ રોગ આપણને અડી પણ નથી શકતા. માટે આપને જીવનમાં હંમેશા હસતાં રહેવું જોઈએ.
આમ કરવાથી બીજાને પણ હસતા રહેવાની પ્રેરણા મળતી રહે છે. હસવાથી જીવનમાં રહેલા તણાવમાં રાહત મળે છે, અને આપણે આપણું જીવન મોજમાં પસાર કરી શકીએ છીએ. માટે આજે અમે તમારા માટે એવા જ થોડા મજેદાર જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને ખાત્રીપૂર્વક તમને હસવું આવવાનું છે. તો ચાલો વાંચીએ આ જોક્સ.
જોક્સ : 1
જજ : ઘરમાં માલિક હાજર હોવા છતાં પણ તે ચોરી કઈ રીતે કરી?
ચોર : સાહેબ તમારી પાસે આટલી સરસ સરકારી નોકરી છે, તમારો પગાર પણ સારો હશે,
તો પછી તમે આ બધું શીખીને શું કરશો?
જોક્સ : 2
લગ્નથી કેમ નહીં બચાવ્યો?
એક માણસ રસ્તા પરથી જઈ રહ્યો હતો, એવામાં એને એક અવાજ સંભળાયો “ઉભો રે” અને તે ત્યાં જ રોકાઈ ગયો. ત્યારે જ એની પાસેથી એક ટ્રક ઝડપથી પસાર થઈ અને ટ્રકનું એકસીડન્ટ થઇ ગયું. અને એ માણસનો જીવ બચી ગયો. તેણે એ અવાજનો ધન્યવાદ કર્યો અને ત્યાંથી નીકળી ગયો.
થોડા દિવસો પછી તે પર્વત વાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ફરીથી એને એ જ અવાજ સંભળાયો “ઉભો રે”, જેવો જ તે રોકાયો કે આગળ વાળો પહાડ પડી ગયો. અને ફરી એનો જીવ બચી ગયો. માણસે ફરીથી એ અવાજનો ધન્યવાદ કરતા પૂછ્યું કે, તમે કોણ છો જે દરેક વખતે મારો જીવ બચાવો છો? અને મારા લગ્નના સમયે તમે ક્યાં હતા?
જવાબ આવ્યો, અવાજ તો હુંએ ત્યારે પણ કરેલો. પણ તારા માટે DJ પર બુલેટ રાજા ગીત પર ડાન્સ કરવું વધારે જરૂરી હતું.
જોક્સ : 3
જો તમારી પત્ની તમને કંઈક બોલે, તો પોતાનું માથું બે વાર ઉપર નીચે કરો.
કેમ? તો આ યોગ બધા યોગનો બાપ છે.
આ યોગ તમારા ખુશહાલ જીવનની ચાવી છે.
ધ્યાન રાખો કે, પોતાનું માથું કદી પણ ડાબે જમણે ન ફેરવવું,
એ ખુબ ભયકંર સાબિત થઈ શકે છે.
જોક્સ : 4
ડબ્બામાં સાંપ છે.
એક ટ્રેન દિલ્લીથી અમૃતસર તરફ જવાની હતી. થોડીવારમાં જ આખો ડબ્બો ખચાખચ ભરાઈ ગયો. પપ્પુ પણ એમાં ચઢી ગયો, પણ એમાં એને બેસવા માટે જગ્યા મળી નહીં. એટલે એણે એક યુક્તિ લગાવી અને “સાંપ, સાંપ, સાંપ” એમ બુમ પાડવાનું શરુ કરી દીધું. જેનાથી લોકો બીકને કારણે સામાન સહિત ઉતરીને બીજા ડબ્બામાં ચાલ્યા ગયા.
એ વટથી ઉપર વાળી સીટ પર પથારી કરીને સુઈ ગયો, અને આખા દિવસના થાકને કારણે તે જલ્દી જ ઊંઘી ગયો.
સવાર પડી, “ચા, ચા” નો અવાજ સંભળાયો અને તે ઉઠી ગયો, ચા લીધી અને પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું છે?
તો ચા વાળાએ કહ્યું, દિલ્લી.
પછી પૂછ્યું, દિલ્લીથી તો રાત્રે ટ્રેન ઉપડી હતી ને?
ચા વાળાએ કીધું, આ ડબ્બામાં સાંપ આવ્યો હતો. માટે આ ડબ્બો અહીં જ છોડી દેવાયો હતો.
જોક્સ : 5
એટલો રડયો હતો ચિન્ટુ પોતાની ગર્લફ્રેન્ડને આઈ ફોન 10 ગિફ્ટમાં આપીને, કે પૂછો જ નહીં.
જયારે રાત્રે 3 વાગ્યા સુધી તે સાંભળતો રહ્યો, તમારા દ્વારા ડાયલ કરાયેલો નંબર હાલમાં વ્યસ્ત છે,
કૃપા કરી થોડી વાર પછી કોલ કરો.
જોક્સ : 6
વેલેંટાઈન ડે ના 7 દિવસ પહેલા જ એક જાણીતી ગિફ્ટ શોપ પર વકીલ સાહેબ ગયા. ત્યાં તેમણે 40 સુંદર કાર્ડ ખરીદ્યા અને બધા પર તેમણે મોકલવા વાળાની જગ્યાએ લખ્યું,
“હેલ્લો જાન, ઓળખી ગયા ને? તો આજે સાંજે મળીએ હોં, આઈ લવ યુ.”
દુકાનદારે પૂછ્યું : આ શું છે સાહેબ? કેટલી ગર્લફ્રેન્ડ રાખી છે.
તો વકીલ સાહેબ બોલ્યા : ના લ્યા એવું નથી. ગયા વર્ષે વેલેંટાઈન ડે પર આસ પાસની કોલોનીમાં આવા જ 20 કાર્ડ મોકલ્યા હતા. થોડા દિવસમાં જ છૂટાછેડાના 4 કેશ મળ્યા હતા. આ વખતે 40 કાર્ડ મોકલું છું. ધંધો ઓછો ચાલે છે.
દુકાનદાર બેભાન….
જોક્સ : 7
પોતાના પલંગ પર ગરોળી દેખાવી એ કોઈ મોટી સમસ્યા નથી ગાલિબ.
મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે, જયારે તે ગાયબ થઈ જાય છે, અને કસે દેખાતી નથી.
સાલી, ગરોળી ગઈ ક્યાં?
જોક્સ : 8
આપણા એફએમ વાળા એકવાર કાકા ઈલાજ કરાવવા માટે હોસ્પિટલ ગયા.
નર્સ : ઊંડો શ્વાસ લો.
કાકાએ ઊંડો શ્વાસ લીધો.
નર્સ : કેવો અનુભવ થઈ રહ્યો છે?
કાકા : કયું પરફયુમ લગાવીને આવી છે, મજા આવી ગઈ.
જોક્સ : 9
પત્ની : કાલે એક ભિખારી આવેલો હતો, તે ઘણો બદમાસ હતો.
પતિ : કેમ શું કર્યું એણે?
પત્ની : કાલે મેં તેને ખાવાનું આપ્યું હતું, અને આજે તે મને એક ચોપડી આપી ગયો.
પતિ : કઈ ચોપડી?
પત્ની : “ખાવાનું બનાવતા શીખો.”
જોક્સ : 10
પંજાબમાં વોટ્સએપ પર આ મેસેજ ફેલાયો કે, “કર્ફ્યુ લાગવાનો છે, પેટ્રોલ પંપ બંધ રહેશે, પોતાની ગાડી ફૂલ કરાવી લો.”
આ વાંચી બધા પંજાબી ગાડી લઈને લાઈનમાં લાગી ગયા.
એક વૃદ્ધે આવીને બુમ પાડી : અરે ગધેડાઓ, જો કર્ફ્યુ જ લાગવાનો છે, તો ગાડી શું પોતાના બેડરૂમમાં ચલાવશો?
પછી શું…
પંપ છોડીને દારૂના અડ્ડા પર લાઈન લાગી ગઈ.