આપણે બધા જીવનમાં ક્યારેક કયારેક મન ખુશ કરવાં માટે બહાના શોધીએ છીએ. અને એ વાત પણ સાચી છે કે દરેક વખતે માણસ એમ જ કોઈ કારણે ખુશ નથી રહી શકતા, અને આજકાલના વ્યસ્ત અને તણાવ ભરેલા જીવનમાં ખુશ રહેવું ઘણું જરૂરી છે. એટલા માટે આજે અમે તમારા માટે ખુશ રહેવાનું કારણ લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે થોડા એવા જોરદાર જોક્સ લઈને આવ્યા છીએ. જે વાંચતા જ તમારું મન ખુશ થઇ જશે. તો આવો શરુ કરીએ હસવા હસાવાની રીત.
1. પત્ની : તમે બધી વાતમાં મારા પિયર વાળાને વચ્ચે શા માટે લાવો છો?
તમારે જે કહેવું હોય તે સીધું મને કહો ને.
પતિ : જો ટીવીમાં કોઈ ખરાબી આવે છે, તો કોઈ ટીવીને થોડા કહે છે? ગાળો તો કંપની વાળા જ ખાય છે ને.
2. આજનું જ્ઞાન :
કેળા ખાવાથી હાડકા મજબુત બને છે.
અને એ કેળાની છાલ ઉપર પગ પડવાથી એ તૂટી જાય છે.
બધી પ્રભુની માયા છે.
3. એક સ્પેલિંગ મિસ્ટિકને કારણે જ એક પુસ્તકની ૧૦ લાખ નકલ દિવસમાં જ વેચાઈ ગઈ
ખાસ કરીને ભૂલ એ પુસ્તકના ટાઈટલમાં જ હતી.
પુસ્તકનું નામ હતું એક આઈડિયા જે તમારી Life બદલી નાખે
અને ભૂલથી છપાયું એક આઈડિયા જે તમારી Wife બદલી નાખે.
4. તમને ખબર છે?
માત્ર માદા મચ્છર જ લોહી ચૂસી શકે છે,
નર મચ્છર માત્ર અવાજ કરે છે, ધન્ય છે પ્રભુ
તમારી સીસ્ટમ દરેક જગ્યાએ સરખી જ છે.
5. રામાયણમાં એક પાત્ર હતું બાલી,
બાલી સામે જે પણ જતા હતા તેનું અડધું બળ બાલીમાં આવી જતું હતું.
મારી સાથે પણ એકદમ એવું જ થાય છે. જેવો હું ઘરવાળી સામે આવું છું.
તો ઘણો નબળો હોય એવું લાગે છે. એવું લાગે છે કે બાલી આ યુગમાં પત્નીના રૂપમાં અવતરિત થઇ ગયા છે.
6. ૨૦૦૦ ની નોટ અને એક્સરેનો રીપોર્ટ..
ભલે તેના વિષે લોકોને કાંઈ પણ જાણ નહિ હોય,
પરંતુ હાથમાં આવતા જ ઊંચા કરીને જુવે છે જરૂર..
7. પીન્કી એના પતિ જોડે બેસીને ચાની ચૂસકી લેતા લેતા પેપર વાંચી રહી હતી.
પેપર વાંચતા વાંચતા પીન્કીએ એક ચટપટા સમાચાર જોયા તો તેના પતિને કહ્યું..
પીન્કી : સમાચાર છપાયા છે કે એક ૮૦ વર્ષના કુંવારા ઘરડાએ લગ્ન કરી લીધા
પતી : (ઠંડા શ્વાસ લેતા લેતા બોલ્યા) : બિચારાએ આખું જીવન બુદ્ધી દેખાડી પરંતુ ગઢપણમાં મુર્ખામી કરી બેઠો.
ભગવાન એનું ભલું કરે.
8. બે પડોસણ એકબીજા સાથે વાત કરી રહી હતી
પહેલી પાડોસણ : તને ખબર છે ૨૪ વર્ષ સુધી મારે કોઈ સંતાન ન થયું.
બીજી પાડોસણ : તો પછી તે શું કર્યુ?
પહેલી પાડોસણ : જયારે હું ૨૪ વર્ષની થઇ પછી ઘરવાળાએ મારા લગ્ન કરાવી દીધા.
ત્યારે જઈને મુન્નો થયો.
બીજી પાડોસણ icu માં ભરતી છે
9. એકવાર બાળપણમાં હું ઘરેથી ભાગી ગયો હતો…..
અંદાજે પાંચ કી.મી. ભાગીને હાફી ગયા પછી મને સમજાયું કે
ખાલી ફિલ્મોના હીરો જ દોડતા દોડતા મોટા થઇ જાય છે. આપણા તો ફેફસા ફૂલી જાય છે.
10. ગામની એક નવી નવલી વહુએ પહેલી વખત માખણ કાઢવા માટે દહીંને વલોવ્યું,
માખણ કાઢતી વખતે વહુએ પોતાની સાસુને પૂછ્યું, મમ્મીજી આ દહી માંથી માખણ નીકળી ગયું છે એને ક્યા રાખું?
સાસુ : દીકરા એ નામ (માખણ) ક્યારે પણ ન લઈશ, એ તારા સસરાનું નામ છે, અને સસરાનું નામ નથી લેવામાં આવતું.
વહુ : ઠીક છે મમ્મીજી.
બીજા દિવસે માખણ નીકળ્યું તો વહુએ પૂછ્યું : મમ્મીજી દહીમાંથી સસરાજી નીકળ્યા છે, ક્યાં રાખું?
સાસુ બેભાન.
11. કાકા મત આપીને બહાર આવ્યા અને પોલીંગ એજન્ટને પૂછ્યું,
ચાચા : તારી કાકી મત નાખી ગઈ શું?
એજન્ટએ લીસ્ટ ચેક કરીને કહ્યું
એજન્ટ : જી કાકા, મત નાખી ગયા.
કાકા (બેસી ગયેલા અવાજે કહ્યું) : હું જલ્દી આવતે તો કદાચ મળી જાત
એજન્ટ : કેમ કાકા, તમે સાથે નથી રહેતા?
કાકા : તેને મરી ગયે ૧૫ વર્ષ થઇ ગયા.
દરેક વખતે મત આપવા આવે છે, પણ મને મળતી નથી.
12. દાદીને ગીતા વાંચતા જોઇને પૌત્ર પપ્પુએ પોતાની માં ને પૂછ્યું…
મમ્મી મારી દાદી શેની પરીક્ષાની તૈયારી કરી રહી છે?
માં : દીકરા એ ફાઈનલ યરની તૈયારી કરી રહી છે.
13. જાપાન માં 5G સીમ પણ લોન્ચ કરી દીધા.
ચીને કાચનો પુલ બનાવી દીધો અને આપણા ભારતના યુવાનો
હજુ પણ ઝાડ ઉપર દિલ કોતરીને તેમાં તીર ઘુસાડીને લખી રહ્યા છે.
“ક્લુઆ લવ ચિંકી’
14. લગ્નની પહેલી રાત્રે પતિએ પત્નીનો ઘૂંઘટ ઉઠાવતા કહ્યું.
પતિ : આજે મને એ બધું જોઈએ. જેનો હું હક્કદાર છું.
એ સાંભળતા જ પત્ની એ પતિના ગાલ ઉપર બે થપાટ લગાવી દીધી.
એ જોઇને પતિની આંખોમાં આંસુ આવી ગયા અને મનમાં ને મનમાં વિચાર્યુ
વાહ કેટલી વફાદાર પત્ની મળી છે.
15. ચિન્ટુની ગાડી કીચડમાં ફસાઈ ગઈ.
ચિન્ટુનો મિત્ર : શું થયું યાર ચિન્ટુ?
ચિન્ટુ : ગાડી ફસાઈ ગઈ યાર. હવે રાહ જોઈ રહ્યો છું.
મિત્ર : કોની?
ચિન્ટુ : નિરમા વાળી ચાર બાઈઓની.