મજેદાર જોક્સ : છોકરો બોલ્યો ‘આઈ લવ યુ’, છોકરીએ એવી શરત મૂકી કે તમે હસીને લોટ પોટ થઇ જશો.

0
5470

મિત્રો, જોક્સની દુનિયામાં તમારા એક વખત ફરી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અમે તમારા મનોરંજન માટે સમયે સમયે જોક્સ લાવતા રહીએ છીએ. અને આવા મજેદાર જોક્સ લાવવા પાછળનો અમરો એક જ હેતુ છે કે, તે વાંચવા વાળા તમામ લોકોના ચહેરા ઉપર સુંદર મજાનું હાસ્ય આવી જાય. તેમજ જોક્સ એક એવી વસ્તુ છે, જે આપણા દુ:ખ ઉપર મલમ લગાવવાનું કામ કરે છે.

જયારે પણ તમે કોઈ વાતને લઈએ દુ:ખી હોવ, તો તમે જોક્સ વાંચીને તમારો મુડ ફ્રેશ કરી શકો છો. અને લોકો પર થયેલી એક સ્ટડી અનુસાર, જે વ્યક્તિ દિવસમાં રોજ ચારથી પાચ જોક્સ વાંચે છે, તેમના ડીપ્રેશનમાં જવાની કે વધુ સમય સુધી દુ:ખી રહેવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે. અને એજ કારણ છે કે, આખી દુનિયામાં મનોરંજન માટે જોક્સને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

અને એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે સરસમજાના જોક્સનું કલેક્શન લઈને આવ્યા છીએ. આ જોક્સ અમે ખાસ તમારા માટે ઈન્ટરનેટ ઉપરથી પસંદ કરીને લાવ્યા છીએ. જેથી કરીને તમારે ઈન્ટરનેટ ઉપર તેને સર્ચ કરવાનો સમય બગાડવો ન પડે. આ મજેદાર જોક્સ વાંચ્યા પછી તમે તમારું હસવાનું રોકી નહિ શકો. તો આવો આ જોક્સ ફટાફટ વાંચી લઈએ.

1. ટીચર : આ વાક્યમાં ખાલી જગ્યા પૂરો.

૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ………… ચાલી.

વિદ્યાર્થી : ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ધીમે ધીમે ચાલી.

ટીચર : નાલાયક મજાક કરે છે? નીકળી જા મારા વર્ગ માંથી બહાર.

વિદ્યાર્થી : ટીચર, એ તો મેં માત્ર તમારું માન રાખવા માટે કહી દીધું. નહિ તો ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી તો શું તેનો બાપ પણ નથી ચાલી શકતો.

2. પત્ની : જ્યારે હું કામ કરતી હોઉં ત્યારે મને કિસ-બીસ ન કરો.

આ સાંભળી કામ વાળી બાઈ બોલી : મેડમજી સારી રીતે સમજાવી દો,

હું તો કહી કહીને થાકી ગઈ છું.

3. ટીચર : આપણે હંમેશા ખાતા પહેલા હાથ ધોવા જોઈએ.

છોકરી : પરંતુ હું નથી ધોતી.

ટીચર : કેમ?

છોકરી : હું ખાધા પછી હાથ ધોઉં છું.

ટીચર : એવું કેમ?

છોકરી : જેથી મોબાઈલ ઉપર ડાઘ ન પડે.

ટીચર બેભાન.

4. છોકરો : વાહ, તમારી પાસે આટલી મોટી કાર છે.

છોકરી : હા, અમે તો પૈસાદાર છીએ ને.

છોકરો : અરે, આટલો મોંઘો મોબાઈલ પણ છે.

છોકરી : હા, અમે તો પૈસાદાર છીએ ને.

છોકરો : અરે બાપરે, આટલો મોંઘો સોનાનો હાર પણ છે.

છોકરી : હા, અમે તો પૈસાદાર છીએ ને.

છોકરો : તો ચાલો ચુપચાપ અમારી સાથે ગાડીમાં બેસો.

છોકરી : કેમ?

છોકરો : અમે તો ગુંડા છીએ ને.

5. માણસ (ભિખારીને) : તારી પાસે ખાવાના પણ પૈસા નથી.

ભિખારી : નહિ માત્ર એક પાઈ છે.

માણસ : જો હું તારા ખિસ્સામાં ૩ પાઈ બીજી મૂકી દઉં પછી તું રાજી થઈશને,

ભિખારી : નહિ, તો તો મારું ખિસ્સું જ ફાટી જશે.

માણસ : એ કેવી રીતે?

ભિખારી : અરે, ખિસ્સામાં ચાર પાઈ કેવી રીતે આવશે?

6. પત્ની : કેટલા બધા વર્ષ થઇ ગયા આપણા લગ્નનને. પણ આજ સુધી તમે માણે કાંઈ નથી આપ્યું.

પતી : દિલ તો આપ્યું છે બીજું શું જોઈએ?

પત્ની : નહિ જાનું કોઈ સોનાની વસ્તુ આપવો ને.

પતી : ચાલ સાંજે નવું ઓશીકું લાવી આપું. પછી ખુબ મજે મેં સોના.

7. છોકરો (છોકરીને) : ૧૪૩.

છોકરી : આ ૧૪૩ શું છે?

છોકરો : એટલે કે I Love You જાનું.

છોકરી : ૪૪૯.

છોકરો : આ ૪૪૯ શું છે?

છોકરી : ૪૪૯નું જીઓનું રીચાર્જ કરાવી આપ.