મજેદાર જોક્સ : બેન્ચ પર એકલી બેઠેલી એક છોકરીને ભિખારીએ કહ્યું : કેમ છે જાનેમન? છોકરી : તારી હિંમત કેવી રીતે થઇ?

0
2674

આજના મોર્ડન અને વ્યસ્ત જમાનામાં એ વાતની ખબર નથી પડતી કે, ક્યારે તણાવ આપણી પણ પ્રભુત્વ મેળવી લે છે. વર્તમાન સમયમાં પૈસાની ચાહતમાં માનવી દિવસ રાત એક કરી દે છે. કારણ કે તે પોતાને અને પોતાના પરિવારને ખુશ રાખવા માંગે છે. અને એ કારણે માનવી પાસે આજે સમયની અછત થઈ ગઈ છે. અને આજના આ વ્યસ્ત જીવનમાં અમુક એવી આદતો પણ શામેલ છે, જે તણાવના સ્તરને વધારી રહી છે. લોકો પણ કોઈ ને કોઈ પ્રકારનો તણાવ પોતાના મગજમાં લઈને ચાલે છે.

અને આ સમસ્યાથી બચવા માટે આપણે બધાએ જાતે જ પ્રયત્ન કરવો પડે છે, નહીં તો આ તણાવ આપણા જીવનમાં એ રીતે પ્રભુત્વ મેળવી લેશે કે આપણું જીવવું મુશ્કેલ કરી શકે છે. આ કોઈ દવાથી સારી થઈ જતી બીમારી નથી. તો એવામાં તણાવથી દૂર રહેવા માટે સૌથી જરૂરી છે કે, તમે પોતાને ખુશ રાખો અને પોતાના મગજને હંમેશા ફ્રેશ રાખો.

હસ્તા રહેવા માટે તમે ટીવી પર આવતા અલગ અલગ કોમેડી શો જોઈ શકો છો, મિત્રો સાથે મસ્તી-મજાક કરી શકો છો. અને તમારી પાસે ટીવી પર કોમેડી પ્રોગ્રામ જોવાનો સમય નથી તો મજેદાર જોક્સ વાંચી લો. જેના કારણે આપમેળે જ તમારા મોઢા પર હાસ્ય આવી જશે.

હવે તો સોશિયલ મીડિયા મનોરંજનનું સૌથી મોટું સાધન છે, અને એની મદદથી લોકો પોતાનું મનોરંજન કરે છે. આજે અમે તમારા જીવનમાં શાંતિ લાવવા માટે થોડા જોક્સ લઈને આવ્યા છીએ, જે ઘણા મજેદાર છે અને તણાવને ઓછું કરવાનું કામ કરી શકે છે.

જોક્સ : 1

રસ્તા પર એક ભિખારી બંને હાથમાં એક એક વાટકો લઈને ભીખ માંગી રહ્યો હતો.

પપ્પુએ એક વાટકામાં 1 રૂપિયો નાખ્યો અને ભિખારીને પૂછ્યું,

આ બીજો વાટકો શા માટે છે?

ભિખારી : એ કારોબાર ફેલાવવા માટે છે, મેં એક નવી બ્રાન્ચ ખોલી છે.

જોક્સ : 2

એક માણસની પત્નીને કિડનેપર કિડનેપ કરીને લઈ ગયા. પછી ખંડણી માટે ફોન કર્યો.

કિડનેપર : જો તે આજે રાત સુધી 15 લાખ રૂપિયા નહીં આપ્યા તો અમે તારી પત્નીને મારી નાખશું.

પતિ એકદમ ચૂપ રહ્યો. પછી બીજા દિવસે કિડનેપરે પાછો ફોન કર્યો.

કિડનેપર : જો આજે રાત સુધીમાં તે અમને 15 લાખ રૂપિયા નહીં આપ્યા, તો તારી પત્નીને પાછી મૂકી જશું.

પતિ : જગ્યા બોલ ભાઈ જગ્યા, ડરાવે છે શું કામ?

જોક્સ : 3

એક જગ્યા પર આધાર કાર્ડ બનાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી હતી.

એક માણસ વારંવાર લાઈનમાં આગળ આવવા પ્રયતન કરી રહ્યો હતો.

પણ લોકો વારંવાર એને પકડીને પાછળ ધકેલી રહ્યા હતા.

એને ચાર પાંચ વાર પ્રયત્ન કર્યો પછી બોલ્યો, લાગ્યા રહો લાઈનમાં આજે ઓફિસ ખોલીશ જ નહીં.

જોક્સ : 4

મિત્રો, છોકરીએ પિયર છોડયું તો એને સાસરું મળ્યું,

ભાઈ છોડયો તો દિયર મળ્યો,

બહેન છોડી તો નણંદ મળી,

માં-બાપ છોડયા તો સાસુ-સસરા મળ્યા,

પણ એવું શું છોડયું કે એને પતિ મળ્યો?

જવાબ : કંઈ પણ નહીં, મફત મળ્યો છે તો પછી એની કદર ક્યાંથી હોય.

જોક્સ : 5

નર્સ (ડોક્ટરને) : સર આટલા ઉદાસ કેમ બેઠા છો?

ડોકટર : આજે બપોરે મેં જેનું ઓપરેશન કર્યુ હતું, તે મરી ગયો.

નર્સ : પણ સર, એ ઓપરેશન નહીં પોસ્ટમોર્ટમ હતું.

ડોક્ટર : શું? તો પછી સવારે મેં કોનું પોસ્ટમોર્ટમ કર્યુ?

જોક્સ : 6

પપ્પુ (એક બાબાને) : બાબા કોઈ સુંદર છોકરીનો હાથ મેળવવા માટે મારે શું કરવું જોઈએ? કોઈ સારો ઉપાય જણાવો.

સાધુ બાબા : કોઈ મોલની બહાર મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દો. છોકરીનો હાથ પણ મળશે અને સારી કમાણી પણ થશે.

જોક્સ :7

છોકરી : શું તું મારી સાથે લગ્ન કરીશ?

છોકરો : ના એ શક્ય નથી.

છોકરી : કેમ?

છોકરો : અમારે ત્યાં લગ્ન ફક્ત સંબંધીઓમાં જ થાય છે.

મમ્મીના પપ્પા સાથે,

બહેનના જીજાજી સાથે,

અને ભાઈના ભાભી સાથે.

જોક્સ : 8

એક છોકરી બેંચ પર એકલી બેઠી હતી,

એવામાં ત્યાં એક ભિખારી આવ્યો અને એને કહ્યું, કેમ છે જાનેમન?

છોકરી : તારી હિમ્મત કઈ રીતે થઈ મને જાનેમન કહેવાની?

ભિખારી : કેમ ન બોલું? તું મારી એ પથારી પર બેઠી છે, જેની પણ હું રોજ ઊંઘું છું.

તો હવે તને જાનેમન નહીં કહું તો શું કહું?