વાયરલ જોક્સ : લગ્ન પછી ખબર અંતર પૂછવા માટે સાસુ જમાઈને ફોન કરે છે, સાસુ – શું હાલચાલ છે જમાઈ…

0
3453

આજના વ્યસ્ત અને તણાવ ભરેલા જીવનમાં કોઈને હસાવવા એ ઘણું જ અઘરું કામ માનવામાં આવે છે. આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ એકદમ સરળતાથી દુભાવી શકીએ છીએ, પણ કોઈને ખુશ કરવાં એ ઘણું જ મુશ્કેલ કામ છે. પણ આજે અમે તમારા માટે થોડા વાયરલ જોકસ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અને આ જોક્સ વાંચીને તમે હસવાનું રોકી શકશો નહિ. તો રાહ શું કામ જોવી, ચાલો શરુ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

પિંકી (ભગવાનને) : પ્રભુ મને રાત્રે ઊંઘ કેમ નથી આવતી? મને સુરેશ સાથે….

ભગવાન : પ્રેમ થવાનું નાટક ન કરતી. ભગવાન છું બધું જાણું છું.

તું બપોરે પાડાની જેમ ઘસઘસાટ ઊંઘે છે.

જોક્સ : 2

સંતા અને બંતા બન્ને ભાઈ એક જ ક્લાસમાં ભણતા હતા.

શિક્ષક : તમે બંને એ પોતાના પપ્પાનું નામ અલગ અલગ કેમ લખ્યું?

સંતા : અરે મેડમ પછી તમે જ કહેશો કે અમે એક બીજાની નકલ કરી છે.

જોક્સ : 3

એક દિવસ પપ્પુની પત્નીએ પપ્પુનું ફેસબુક પ્રોફાઈલ ચેક કર્યુ.

પત્ની ગુસ્સામાં બોલી : તમે વિદેશી છોકરી સાથે કેમ ચેટિંગ કરો છો? હું શું મરી ગઈ છું?

પપ્પુએ એને સમજાવતા કહ્યું : અરે ગાંડી, હું તો દેશના આંતરરાષ્ટ્રીય સંબંદ સુધારવામાં મોદીજીની મદદ કરી રહ્યો છું.

એ દિવસથી પપ્પુની પત્ની ઘણી શાનથી પોતાના પડોશીઓને એ વાત કહે છે.

જોક્સ : 4

સંતાને પ્રાણી સંગ્રહાલયમાં નોકરી મળી.

પહેલો જ દિવસ હતો અને એણે સિંહના પિંજરાને તાળું માર્યુ નહિ.

ઓફિસર : તે સિંહના પિંજરાને તાળું કેમ ન માર્યુ?

સંતા : શું જરૂર છે, આટલા ખતરનાક જાનવરને કોણ ચોરી જવાનું?

જોક્સ : 5

ટીચર (આલિયા ને) : તારા નાનાજી ક્યાં રહે છે?

આલિયા : સર, તિરુવનન્તપુરમમાં.

ટીચર : સારું, એની સ્પેલિંગ બોલ.

આલિયા : ટીચર મને હમણાં જ યાદ આવ્યું કે, તેઓ તો હવે ગોવામાં રહેવા જતા રહ્યા છે.

જોક્સ : 6

પતિ અને પત્ની વચ્ચે મોટો ઝગડો થયો.

પતિ ગુસ્સામાં : તારા જેવી 50 મળશે.

પત્ની (હસતા હસતા) : હજી પણ મારા જેવી જ જોઈએ છે.

જોક્સ : 7

ટીચરે ગધેડાની સામે દારૂની એક બોટલ મૂકી અને એક પાણીની ડોલ મૂકી.

ગધેડો બધું પાણી પી ગયો.

ટીચર (બાળકોને) : તો તમે શું શીખ્યા?

બાળકો : જે દારૂ ના પી તે ગધેડા કહેવાય.

જોક્સ : 8

ટીચરે વિદ્યાર્થીને પૂછ્યું,

જો તમારો બેસ્ટફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બંને ડૂબી રહ્યાં હોય તો તમે કોને બચાવશો?

વિદ્યાર્થી : ડૂબી જવા દો બંનેને, બંને એક સાથે કરતા શું રહ્યા હતા?

જોક્સ : 9

રાજુ (શ્યામને) : ભાઈ તું છોકરી જોવા ગયો હતો, કેવી લાગી?

શ્યામ : ‘બ્લેક-બેરી’ હતી.

રાજુ : અરે, જરા ગુજરાતીમાં સારી રીતે જણાવ.

શ્યામ : અરે મારા યાર, મારા કહેવાનો અર્થ છે કે કાળી છે અને કાનથી પણ ઓછું સાંભળે છે.

જોક્સ : 10

શિક્ષક (વિદ્યાર્થીને) : યુવાની અને ઘડપણમાં તફાવત જણાવો?

વિદ્યાર્થી : યુવાનીમાં મોબાઈલમાં હસીનાઓના નંબર હોય છે,

અને ઘડપણમાં હકીમોના.

ટીચરે એને ચપ્પલે ચપ્પલે માર્યો.

જોક્સ : 11

સંતા : મારા પપ્પા એટલા હોશિયાર છે કે જયારે પણ માચીસ લે છે,

તો માચીસની સળી એની ડબ્બી ખોલીને ગણીને લે છે.

બંતા : અરે, આ તો કંઈ નથી. મારા પપ્પા તો એટલા હોશિયાર છે,

કે જયારે પણ માચીસ લે છે, તો બધી સળીઓ સળગાવીને ચેક કરીને લે છે.

જોક્સ : 12

પત્ની : જયારે હું કોલેજમાં હતી ત્યારે મારુ ફિગર પેપ્સીની બોટલ જેવું હતું.

પતિ : એ તો આજે પણ છે.

પત્ની (ખુશ થઈને) : સાચે.

પતિ : હા, પહેલા 300 ml ની હતી, હવે 2 લીટરની છે.

પતિ હોસ્પીટલમાં છે.

જોક્સ : 13

એક છોકરી ગિફ્ટની દુકાન પર પહોંચી.

3 કલાક સુધી ગિફ્ટ જોયા પછી એણે ઈશારો કરતા પૂછ્યું,

છોકરી : આ હસ્તી ચુડેલ કેટલાની છે?

દુકાનદાર (ગુસ્સામાં) : ડફોળ, એ અરીસો છે.

જોક્સ : 14

રાજુ પોતાની મમ્મીથી નારાજ હતો.

રાજુ (એના પપ્પાને) : તમે મમ્મીમાં શું જોયું કે એમની સાથે લગ્ન કર્યા?

પપ્પા : એના ગાલ પરનો નાનકડો તલ.

રાજુ : ગજબ છો તમે, આટલી નાની વસ્તુ માટે આટલી મોટી મુસીબત લઈ લીધી.

જોક્સ : 15

ડોક્ટર : તમારો કાન કઈ રીતે દાઝયો?

પપ્પુ : હું શર્ટને ઈસ્ત્રી કરી રહ્યો હતો અને ફોન આવી ગયો,

મેં જલ્દીમાં મોબાઈલની જગ્યાએ ઈસ્ત્રી કાને લગાવી દીધી.

ડોક્ટર : તો બીજો કાન કેવી રીતે દાઝયો?

પપ્પુ : એમ્બ્યુલન્સને પણ ફોન કરવાનો હતો ને.

જોક્સ : 16

જો તમે ઉતાવળમાં ક્યાંક જઈ રહ્યા છો અને ‘કાળી બિલાડી’ તમારી આગળથી પસાર થઈ જાય, તો એનો અર્થ શું ?

એટલો જ કે એ કાળી બિલાડી તમારા કરતા વધારે ઉતાવળમાં છે.

જોક્સ : 17

લગ્ન પછી હાલચાલ પૂછવા સાસુ પોતાના જમાઈને ફોન કરે છે.

સાસુ : શું હાલચાલ છે જમાઈરાજા?

આટલું સાંભળીને જમાઈ ચિડાઈને બોલ્યો,

જમાઈ : અમારું છોડો માજી, તમારા ઘરમાં તો શાંતિ છે ને!!