દીપિકા પાદુકોણથી લઈને ઋતિક રોશન સુધી, પહેલી ફિલ્મ હિટ થઇ તો આ સ્ટાર્સને બોલિવૂડમાં મળી જગ્યા

0
128

પહેલી ફિલ્મ હિટ થવાની સાથે જ ચમક્યું આ સ્ટાર્સનું નસીબ, દિપીકાથી લઈને ઋતિક રોશન સુધીનું નામ છે આ લિસ્ટમાં. બોલીવુડમાં એવા ઘણા સ્ટાર છે જેમની પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ અને ત્યારબાદ તેમના નસીબના તારા એવા ચમક્યા કે ઇન્ડસ્ટ્રીમાં લાંબી પારી રમવામાં સફળતા મેળવી. તેમાં દીપિકા પાદુકોણ, ઋતિક રોશન, આયુષ્માન ખુરાના, રણવીર સિંહ, ભૂમિ પેડનેકાર જેવા સેલિબ્રિટીઓના નામ શામેલ છે.

ઋતિક રોશન : વર્ષ 2000 માં ઋતિકે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી બોલીવુડમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. તે રાતોરાત દેશના મોટા સુપરસ્ટાર બની ગયા. તેમની પ્રસિદ્ધિ એટલી વધી ગઈ હતી કે, ફિલ્મ રિલીઝના તરત પછી તેમને 14,000 મેરેજ પ્રપોઝલ મળ્યા હતા. ઇન્ડસ્ટ્રીમાં ઋતિક અત્યાર સુધી 20 વર્ષ પસાર કરી ચુક્યા છે અને તેમણે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે.

દીપિકા પાદુકોણ : ‘ઓમ શાંતિ ઓમ’ દ્વારા દીપિકાએ બોલીવુડમાં સફળ એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમની સુંદરતા અને સાદગી જોઈને દર્શકો પર એવો જાદુ ચાલ્યો કે, તે દરેક દિલની ધડકન બની ગઈ. દીપિકા પદ્માવત, બાજીરાવ મસ્તાની, ગોલીઓ કી રાસલીલા : રામલીલા, યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મોમાં પોતાની ઉત્તમ અદાકારી દેખાડી ચુકી છે.

અનુષ્કા શર્મા : અનુષ્કાએ યશરાજ ફિલ્મ્સની ‘રબ ને બના દી જોડી’ થી બોલીવુડમાં એંટ્રી કરી હતી. તેમને પોતાની પહેલી જ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. ફિલ્મમાં અનુષ્કા પોતાની છાપ છોડવામાં સફળ રહી હતી. ત્યારબાદ તેમની સફળતાનો સિલસિલો શરૂ જ રહ્યો જે આજે પણ કાયમ છે.

આયુષ્માન ખુરાના : વિક્કી ડોનર જેવી એક્સપરિમેન્ટલ ફિલ્મથી ડેબ્યુ કરવાનું ચેલેન્જ લેનારા આયુષ્માન આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ કલાકારોમાંથી એક છે. આયુષ્માને અંધાધુન, બધાઈ હો, બાલા, આર્ટિકલ 15 જેવી ફિલ્મોમાં પોતાનું ઉત્તમ પ્રદર્શન આપ્યું છે.

ભૂમિ પેડનેકર : ભૂમિ પેડનેકરની પહેલી ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ હતી જેમાં તે આયુષ્માન ખુરાના સાથે જોવા મળી હતી. આ ફિલ્મ માટે ભૂમિએ કેટલાય કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં તેમના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ ટોયલેટ એક પ્રેમ કથા, લસ્ટ સ્ટોરી, પતિ પત્ની ઔર વો જેવી ફિલ્મોમાં તે જોવા મળી.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.