ફિલ્મોની આ પ્રખ્યાત એક્ટ્રેસ સાથે થઈ છેતરપિંડી, એમના ક્રેડિટ કાર્ડથી ચોરાયા આટલા રૂપિયા

0
494

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજકાલ ઓનલાઇન ફ્રોડના ઘણા બનાવો બની રહ્યા છે. એવું નથી કે માત્ર સામાન્ય નાગરિકો જ આનો ભોગ બને છે, ફિલ્મી કલાકારો સાથે પણ ફ્રોડ થાય છે. ઓનલાઇન પેમેન્ટ તરફ લોકો પોતાનું પગલું વધારી તો રહ્યા છે, પણ એમાં થતી છેતરપિંડીને રોકવાના ઉપાય વિકસ્યા નથી. પરિણામે લોકોએ પોતાની મહેનતથી ભેગા કરેલા રૂપિયા ઠગ લોકો ચાઉ કરી જાય છે.

થોડા સમય પહેલા જ ફિલ્મો અને ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી પલ્લવી જોશી સાથે છેતરપિંડી થવાના સમાચાર આવ્યા છે. મળેલી જાણકારી અનુસાર યૂરોપમાં ટેક્સીમાં પ્રવાસ કરવા દરમિયાન પેમેન્ટ કર્યા પછી, એક્ટ્રેસે ફરિયાદ કરી છે કે તેના ક્રેડિટ કાર્ડથી 156 યૂરો એટલે કે લગભગ 12,000 રૂપિયા ઉપડી ગયા છે.

એક્ટ્રેસ તરફતી જાણવા મળ્યું છે કે, 5 જુલાઈના રોજ રાત્રે ફ્રોડ ટ્રાન્ઝેક્શન વિરૂદ્ધ એમને એલર્ટ મળી હતી. ત્યારબાદ 6 જુલાઈના રોજ એમણે એની ફરિયાદ નોંધાવી હતી. અને છેતરપિંડી અંગે ફરિયાદ મળ્યા બાદ વર્સોવા પોલીસે પલ્લવી જોશીને ક્રેડિટ કાર્ડની સુવિધા આપનાર બેંક પાસેથી ફ્રોડ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી માંગી છે.

અભિનેત્રીએ પલ્લવી જોશીએ જણાવ્યું કે, તે અંધેરીમાં પોતાના સેવેન બંગ્લોવાળા ઘર પર હતી, અને 5 જુલાઈના રોજ તેના કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પલ્લવી જોશીએ ફરિયાદમાં કહ્યું છે કે, તેના ફોનમાં પાંચથી છ એસએમએસ એલર્ટ મળ્યા, અને એમાં કપાયેલી રકમ યૂરોમાં હતી. તેણે કહ્યું, “મેં બેકને જાણ કર્યા બાદ મારો કાર્ડ બ્લોક કરાવી દીધો છે.”

પલ્લવી જોશીએ એફઆઈઆરમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, મારા ક્રેડિટ કાર્ડ પર 12,000 રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા છે. અને વર્શોવા પોલીસના સીનિયર ઇન્સપેક્ટર રવિન્દ્ર બડગુજરે આ બાબતે મીડિયા સાથે પુષ્ટિ કરી છે કે, પોલીસે આઈપીસી અને આઈટી અધિનિયનની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.

મિત્રો, તમે જયારે પણ કોઈ જગ્યાએ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરો તો એ વાતનું ધ્યાન રાખો કે કોઈ તમારી PIN ન જાણી શકે. તેમજ મોબાઈલ અને કમ્પ્યુટર વગેરે પર આવતી લોભામણી જાહેરાતો, ઈ મેલ અને મેસેજ પર પ્રતિક્રિયા ન આપો. તમારો PIN અને OTP કોઈની સાથે પણ શેયર ન કરો.

તમારા મંગાવ્યા વગર OTP તમને મળે તો તરત આ અંગે બેંકના કસ્ટમર કેયરમાં જાણ કરી ઉચિત પગલાં ભરો. તેમજ બેંકના કર્મચારી કે કસ્ટમર કેયર વાળાને પણ OTP અને PIN જણાવવો નહિ. તેઓ પણ તેનો દુરુપયોગ કરે છે, અને એવા ઘણા કેસ સામે પણ આવ્યા છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.