43 એપ્સ બૈન, તેમાં જેક મા ની કંપની અલીબાબાની 4 એપ અને 10 કરોડ ડાઉનલોડવાળી સ્નેક વિડીયો શામેલ.

0
197

ટિકટોક અને પબજી પછી આ 43 એપ્સ પણ થઇ બૈન, જુઓ કઈ કઈ એપ્સ છે આ લિસ્ટમાં. કેંદ્ર સરકારે મંગળવારે 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો. કેંદ્રએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69A અંતર્ગત આ બેન લગાવ્યો છે. કેંદ્રએ જણાવ્યું કે આ એપ એવી પ્રવૃતિઓમાં શામેલ છે, જેનાથી દેશની એકતા, અખંડતા, સુરક્ષા પર સંકટ છે. બેન કરવામાં આવેલી 43 એપ્સમાંથી 14 ડેટિંગ એપ્સ, 8 ગેમિંગ એપ્સ, 6 બિઝનેસ અને ફાઇનાન્સ અને 1 એન્ટરટેનમેન્ટ એપ શામેલ છે.

ટિક્ટોક પછી વધુ એક પોપ્યુલર એપ સ્નેક વિડીયો પર એક્શન : ચીની એપ ટિક્ટોકને બેન કરી ચુકેલી કેંદ્ર સરકારે હવે પોપ્યુલર ચેટ એપ સ્નેક વિડીયોને બેન કરી છે. તે સિંગાપોર બેઝડ ચાઈનીઝ સોફ્ટવેયર કંપની છે. તેના 10 કરોડથી વધારે યુઝર્સ છે. ટિક્ટોક બેન થયા પછી યુઝર્સ માટે આ એપ સૌથી મોટો વિકલ્પ બની, અને ફક્ત 2 મહિનાની અંદર તેના લગભગ 5 કરોડ યુઝર્સ વધી ગયા. તેના સૌથી વધારે યુઝર્સ ભારતમાં છે. તેના સિવાય ચીનના બિઝનેસ ટાયકૂન જેક મા ની કંપની અલીબાબાની પણ 4 એપ્સ પર બેન લગાવવામાં આવ્યો છે.

કેંદ્ર સરકારે 4 વખત એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી : કેંદ્ર સરકારે 29 જૂને 59 ચીની એપ્સ બેન કરી દીધી હતી. એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંકટ જણાવવામાં આવી હતી. ગલવાન ઝગડા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જુલાઈએ 47 એપ બેન કરી દેવામાં આવી હતી. સરકારે આ પગલું ત્યારે ભર્યું હતું, જયારે લદ્દાખમાં તણાવ વધી રહ્યો હતો અને ચીની સૈનિકોએ 2 વાર ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

2 સપ્ટેમ્બરે સરકારે પબજી સહીત 118 એપ્સ બેન કરી હતી. પબજીને 17.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. 24 નવેમ્બરે 43 મોબાઈલ એપ બેન કરવામાં આવી. ઈંડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેંટરના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ 43 એપ્સને કરવામાં આવી બેન :

(1) અલી સપ્લાયર્સ

(2) અલી બાબા વર્કબેંચ

(3) અલી એક્સપ્રેસ – સ્માર્ટર શોપિંગ, બેટર લિવિંગ

(4) અલીપે કેશિયર

(5) લાલામોવ ઇન્ડિયા – ડિલિવરી એપ

(6) ડ્રાઈવ વિથ લાલામોવ ઇન્ડિયા

(7) સ્નેક વિડીયો

(8) કેમકાર્ડ – બિઝનેસ કાર્ડ રીડર

(9) કેમ કાર્ડ – BCR (વેસ્ટર્ન)

(10) સોલ – ફોલો ધ સોલ ટુ ફાઇંડ યૂ

(11) ચાઈનીઝ સોશિયલ – ફ્રી ઓનલાઇન ડેટિંગ વિડીયો એપ એંડ ચેટ

(12) ડેટ ઈન એશિયા – ડેટિંગ એન્ડ ચેટ ફોર એશિયન સિંગલ્સ

(13) વી ડેટ – ડેટિંગ એપ

(14) ફ્રી ડેટિંગ એપ – સિંગલ, સ્ટાર્ટ યોર ડેટ,

(15) એડોર એપ

(16) ટ્રુલી ચાઈનીઝ – ડેટિંગ એપ

(17) ટ્રુલી એશિયન – ડેટિંગ એપ

(18) ચાઈના લવ – ડેટિંગ એપ ફોર ચાઈનીઝ સિંગલ્સ

(19) ડેટ માઈ એજ – ચેટ, મીટ, ડેટ

(20) એશિયન ડેટ

(21) ફ્લર્ટ વિશ

(22) ગાઇઝ ઓન્લી

(23) ટ્યુબિટ

(24) વી વર્ક ચાઈના

(25) ફર્સ્ટ લવ લાઈવ – સુપર હોટ લાઈવ બ્યુટીઝ લાઈવ ઓનલાઇન

(26) રેલા – લેસ્બિયન સોશિયલ નેટવર્ક

(27) કેશિયર વોલેટ

(28) મેંગો ટીવી

(29) એમજી ટીવી – હ્યુમન ટીવી ઓફિશિયલ ટીવી એપ

(30) વી ટીવી – ટીવી વર્ઝન

(31) વી ટીવી – સી ડ્રામા કે ડ્રામા એન્ડ મોર
3

(32) વી ટીવી લાઈટ

(33) લકી લાઈવ – લાઈવ વિડીયો સ્ટ્રીમિંગ એપ

(34) ટાઓવાઓ લાઈવ

(35) ડિંગ ટોક

(36) આઈડેંટિવી વી

(37) આઇસોલેંડ 2 : એશેજ ઓફ ટાઈમ

(38) બોક્સસ્ટાર (અર્લી એક્સપ્રેસ)

(39) હીરોઝ ઈવોલ્વડ

(40) હેપ્પી ફિશ

(41) જેલિપોપ મેચ : ડેકોરેટ યૂઅર ડ્રિમ આઇસલેંડ

(42) મંચકિન મેચ : મેજીક હોમ બિલ્ડીંગ

(43) કૉનક્વિસ્તા

148 દિવસોમાં 267 એપ્સ બેન કરવામાં આવી : ગલવાન ઝગડો 15 જૂને થયો હતો. ત્યારબાદ ચીનને કડક સંદેશ આપવા અને તેના પર દબાણ બનાવવા માટે સરકારે પહેલી વાર ચીની એપ્સ બેન કરી હતી. ત્યારબાદ 148 દિવસની અંદર 267 એપ્સ પર બેન લગાવવામાં આવ્યો છે, અને તેમાં મોટાભાગની ચાઈનીઝ એપ છે.

ટ્રંપે પણ લગાવ્યો હતો ચીની એપ્સ પર પ્રતિબંધલ, પણ બાઇડેનને સ્થિતિ સ્પષ્ટ નથી કરી : અમેરિકામાં ટ્રંપ પ્રશાસને 18 સપ્ટેમ્બરે વીચેટ અને ટિક્ટોક જેવી ચીની એપ્સ બેન કરી દીધી હતી. 20 સપ્ટેમ્બરે તે પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો હતો, અને 12 નવેમ્બરે તે એપ્સને સંપૂર્ણ રીતે બંધ કરવાની હતી, પણ કેસ અદાલતોમાં અટવાયેલો રહી ગયો. ટ્રંપ સરકાર ઓક્ટોબરમાં પણ પ્રયત્ન કરી રહી હતી કે બેન લાગુ રહે. જોકે હવે ચૂંટણી પછી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડેને આ મુદ્દા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. આ કારણે આ બેન હાલમાં પ્રભાવી નથી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.