12 માંથી આ 4 રાશિઓ કહેવાય છે સૌથી વધારે ભાગ્યશાળી, નામનો પહેલો અક્ષર ખોલે છે રહસ્ય, જાણો વધુ વિગત

0
1936

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો જન્મના સમયે ચંદ્ર જે રાશિમાં રહે છે, તે જ એ વ્યક્તિની રાશિ કહેવાય છે. એને ચંદ્ર રાશિના નામથી પણ ઓળખવામાં આવે છે. ચંદ્ર રાશિ અનુસાર બધી 12 રાશિઓ માટે અલગ અલગ નામ અને અક્ષર જણાવવામાં આવ્યા છે. નામના પહેલા અક્ષર વ્યક્તિની રાશિ જણાવે છે, અને એનાથી એમના ભવિષ્ય અને સ્વભાવની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

નામના પહેલા અક્ષરથી જણાવી શકાય છે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, અને એનું આવનાર ભવિષ્ય કેવું હશે. બધા લોકો એક જ સ્વભાવ અને એક જ ભવિષ્ય સાથે જન્મ નથી લેતા. બધાનું પોતાનું એક ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હોય છે.

પણ અમુક રાશિઓ એવી હોય છે જે અન્ય રાશિઓ કરતા વધારે શક્તિશાળી અને ભાગ્યશાળી માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર 4 રાશિઓ એવી હોય છે કે એકદમ અલગ હોય છે. આ રાશિઓ બાકી રાશિઓ કરતા ખાસ હોય છે. કઈ છે એ રાશિઓ આવો જાણીએ.

મેષ રાશિ :

મેષ રાશિ રાશિચક્રમાં પહેલી રાશિ હોય છે. આ રાશિના સ્વામી મંગળને માનવામાં આવે છે. મંગળ દરેક ગ્રહોના સેનાપતિ છે. આ કારણે આ રાશિવાળા લોકોમાં લીડરશિપ ક્વોલોટી ઘણી વધારે હોય છે. એમનામાં નૈતૃત્વ કરવાની અદ્દભુત ક્ષમતા હોય છે. પોતાની એ જ ક્ષમતાને કારણે એમને અન્ય રાશિઓ કરતા શક્તિશાળી સમજવામાં આવે છે. મંગળ એમની મદદ કરે છે. આ લોકો ઘણા મહેનતી હોય છે અને પોતાની મહેનતની સાથે નૈતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સફળ થાય છે. આ રાશિના લોકો ઘણા ભાગ્યશાળી કહેવાય છે. ભાગ્ય હંમેશા એમનો સાથ આપે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિનો સ્વામી પણ મંગળ હોય છે. મંગળને કારણે જ આ રાશિના લોકોની ગણતરી સાહસી લોકોમાં થાય છે. આ રાશિના લોકો કામને પોતાના હાથમાં લેવાથી નથી ડરતા. જોખમથી ભરેલું કામ લેવામાં એમને કોઈ આનાકાની નથી હોતી. આ લોકો જે પણ કામ કરે છે એ સંપૂર્ણ ઈમાનદારી સાથે કરે છે. પોતાની મહેનતના દમ પર તેઓ બાકીની રાશિઓ કરતા વધારે શક્તિશાળી બની જાય છે. આ લોકોને સારા યોજનાકાર કહેવામાં આવે છે. તેઓ કોઈ પણ યોજના પરફેક્ટ પ્લાનિંગ સાથે બનાવે છે. પોતાની સારી યોજનાઓને કારણે તેઓ સફળ પણ થાય છે.

મકર રાશિ :

ગ્રહોની વાત કરીએ તો શનિનું સ્થાન સૌથી અલગ હોય છે. શનિને ગ્રહોના ન્યાયાધીશ કહેવામાં આવે છે. અને મકર રાશિના સ્વામી શનિ જ છે. એટલા માટે મકર રાશિ વાળા લોકો પર શનિદેવ પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. આ રાશિના લોકોમાં આત્મવિશ્વાસની કમી નથી હોતી. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. શનિ તરફથી તમને નૈતૃત્વની સારી ક્ષમતા મળે છે. આ લોકો ઘણા મહેનતી હોય છે અને આત્મવિશ્વાસના બળ પર દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરે છે.

કુંભ રાશિ :

કુંભ રાશિ રાશિચક્રમાં અગિયારમી રાશિ છે. આ રાશિના સ્વામી પણ શનિ જ છે. શનિને કર્મફળ દાતા પણ કહેવામાં આવે છે. એટલે કે આ જ ગ્રહ આપણને આપણા કર્મોનું ફળ પ્રદાન કરે છે. કુંભ રાશિના લોકોને ઈમાનદારીથી કામ કરવા પર શનિનો ભરપૂર સાથ મળે છે, અને તે પોતાના કાર્યક્ષેત્રમાં ઉચ્ચ શિખર સુધી પહોંચે છે. કુંભ રાશિ વાળા કોઈ પણ કામ ઘણું સમજી વિચારીને કરે છે. આ નેચરને કારણે તે સાચી યોજના બનાવવામાં સફળ થાય છે. એ લોકો બુદ્ધિમાન હોય છે અને કોઈ પણ કામ ઘણું જલ્દી સમજી લે છે. આ કારણે તે બાકી રાશિઓ કરતા શક્તિશાળી ગણવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.