40 ફૂટ ઊંડી બોરવેલમાંથી મોટર કાઢતા માટી ધસી પડી, નાના ભાઈએ પોણા બે કલાક હાથથી ખોદકામ કરી ને સુરક્ષિત કાઢ્યો

0
584

ટ્યુબવેલની બોરવેલમાંથી મોટર કાઢતી વખતે અચાનક માટી ઘસી ગઈ. મિકેનિક પણ દલદલી માટીમાં ઘસી ગયો. દોરડાના સહારે નીચે ઉતરેલા મિકેનિકના નાના ભાઈએ અઢી કલાક સુધી હાથથી માટી ખોદીને તેને સુરક્ષિત કાઢી લીધો. આમ તો મિકેનિકને બોરવેલમાંથી કાઢવા માટે જેસીબી અને હાઈડ્રો મશીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ ઉપયોગ એટલા માટે ન કરવામાં આવ્યો કેમ કે શક્યતા હતી કે દબાણ પડવાથી દલદલી માટી વધુ ઘસી જાય. એવું બને તો યુવક વધુ ઊંડાઈમાં જતો રહે અને જીવતો કાઢવો મુશ્કેલ બની જાય.

રોહીમાં ખેડૂત રામફળના ખેતરમાં લગાવેલુ ટ્યુબવેલ બે વર્ષથી ખરાબ હતું. ખેડૂત દ્વારા લુણકરણસરના લાલચંદ નાયકને બોરવેલમાંથી મોટર કાઢવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મંગળવારે લાલચંદ નાયક, તેનો ભાઈ ધર્મારામ નાયક, કાળુરામ અને પ્રેમ નાયક રીપેરીંગ માટે પહોચ્યા. ૪૦ ફૂટ ઊંડા બોરવેલ માંથી મોટર કાઢવા માટે લાલચંદ નીચે ઉતરીને માટી ખોદી રહ્યો હતો. તે દરમિયાન બપોરે ૧.૧૫ વાગે અચાનક માટી ઘસી ગઈ. લાલચંદ બોરવેલમાં નીચે જતો રહ્યો. એ તો સારું થયું કે તેનું ગળું માટીની ઉપર જ હતું.

અકસ્માત થતા જ બહાર રહેલા સાથી મદદ માટે બુબો પાડવા લાગ્યા. સ્થળ ઉપર જમા થયેલા ગામલોકોની મદદથી લાલચંદના નાના ભાઈ ધર્મારામ દોરડાની મદદથી નીચે ઉતર્યો અને હાથથી માટી ખોદવાનું શરુ કરી દીધું. જાણ થતા પોલીસ પણ આવી ગઈ. એસડીએમ શિવલાલ જાટે રાહત કાર્ય માટે જેસીબી અને હાઈડ્રો મશીન મોકલાવ્યા, પરંતુ ધર્મારામ હાથથી જ માટી ખોદતો રહ્યો.

લગભગ ૩ વાગ્યે લાલચંદને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો. પોલીસે અમ્બુલન્સથી તેને લુણકરણસર સીએચસી મોકલીને સારવાર શરુ કરાવી. કપૂરીસર સરપંચ મુરલીધર, તોલારામ ગોદારા, ટાઈગર ફોર્સના મહિપાલ સિંહ, ધર્મારામ ગોદારા વગેરે ગામલોકોએ બચાવ કાર્યમાં સહયોગ આપ્યો. અને મદદની ભાવના સાથે કુટુંબની જેમ લાગી ગયા.

ચક એક બીએચએમના ભુરારામ ગોદારાનું અવસાન થઇ ગયું હતું. કુટુંબ શોકમાં હતું, પરંતુ પાસેના ખેતરમાં મિકેનિક અને તેના સાથીઓનો અવાજ સાંભળીને શોકગ્રસ્ત કુટુંબના લોકો મદદ માટે દોડ્યા. ભૂરારામના દીકરા તોલારામ ગોદારાએ રાહત કામમાં ઘણી મહેનત કરી. અને લાલચંદને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.