જયારે પણ ATM અથવા Credit કાર્ડનો પિન નમ્બર ભૂલી જાવ, ત્યારે આ રીતે કરી શકો છો પેમેન્ટ સેર કરજો જરૂરિયાતવાળા ને કામ લાગે

0
1027

આજકાલ કેશલેસ પેમેન્ટનું ચલણ વધતા લોકો એટીએમ અને ક્રેડિટ કાર્ડ વધુ વાપરે છે. અને શક્ય હોય ત્યાં આ રીતે કાર્ડ પેમેન્ટ કરવાથી છુટ્ટાની મગજમારી અને ફાટેલી કે નકલી નોટની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. તેમજ પોતાની સાથે વધારે પૈસા પણ રાખવા નથી પડતા. આ કારણે કેશલેસ પેમેન્ટની સુવિધા તમને ઘણો ફાયદો પહોંચાડી શકે છે. પણ ઘણા લોકો સાથે એવું થાય છે કે તેઓ પોતાના કાર્ડની પિન ભૂલી જાય છે. એવામાં તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

પણ તમારે આવા સમયે ટેંશન લેવાની જરુર નથી. કારણ કે આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે એટીએમ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની પિન ભૂલી જાવ તો પણ પેમેન્ટ કરી શકો છો. જણાવી દઈએ કે એના માટે તમારી પાસે કોન્ટેક્ટલેસ કાર્ડ હોવું જરૂરી છે.

કોન્ટેક્ટલેસ કાર્ડ તમારી પાસે હોય અને તમે ગમે ત્યાંથી કંઇક ખરીદો છો, તો તમે PIN વિના ચૂકવણી પણ કરી શકો છો. ખાસ જણાવી દઈએ કે, આ પ્રકારના કાર્ડ દ્વારા તમે 2,000 રૂપિયા સુધીનું પેમેન્ટ જ પિન વગર કરી શકો છો. અને ચુકવણી માટે તમારે પો.ઓ.એસ. મશીનમાં તમારું કાર્ડ દાખલ કરવાની જરૂર રહેતી નથી. આ કાર્ડને કારણે જો તમે દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા ગયા અને તમે પોતાનો પિન ભૂલી ગયા છો, તો આ સમયે તમને આ સુવિધાનો લાભ મળશે. આ ટ્રાન્ઝેકશનને કોન્ટેક્ટલેસ ચુકવણી કહેવામાં આવે છે.જાણકારી માટે જણાવી દઈએ કે, બેંક દ્વારા અપાતા જે કાર્ડમાં આ સુવિધા હોય છે, તેની જમણી તરફ Wi-Fi નેટવર્કનો લોગો હોય છે. આ કોન્ટેક્ટલેસ કાર્ડમાં એક ચિપ લગાવેલ હોય છે, જેની સાથે મેંગ સ્ટ્રીપ અને એનએફસી એન્ટેના ઇન્સ્ટોલ કર્યા હોય છે. અને આ એનએફસી એન્ટેના સંપર્ક વિનાના વ્યવહારો માટે કામ કરે છે. ચિપનો ઉપયોગ પી.ઓ.એસ. મશીનથી સ્વાઇપ કરવા અને એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવા માટે થાય છે. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે એ જરૂરી છે કે, તમે જે સ્ટોરમાંથી ખરીદી કરો છો તેનું સ્વાઇપ ડિવાઇસ (કાર્ડ રીડર) નેચરલ-ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) ટેક્નોલોજીથી સજ્જ હોય. આ ટેક્નોલોજીથી તમારું કાર્ડ ફક્ત એક ટેપથી જ ચૂકવણી કરી શકે છે.

જો આવું થાય તો 2,000 રૂપિયાથી ઓછાના બધા વ્યવહારો ફક્ત એક ટેપ દ્વારા પૂર્ણ થઇ શકે છે. એના માટે કોઈ પણ પિનની જરૂર નથી પડતી. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકારે કોન્ટેક્ટલેસ કાર્ડ્સના પ્રસાર પર વિશેષ ભાર આપ્યો છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.