એસી, કુલર ભૂલી જશો. આ પ્લાસ્ટિક કાગળ રૂમને કરી દેશે ઠંડો જાણો નવી ટેકનોલોજી

0
12516

ગરમીની સિઝનમાં આપણે ઘણા પરેશાન થઈ જઈએ છીએ. એ દરમ્યાન આપણે પંખા, એસી અને કુલર વગેરેનો ઉપયોગ કરીએ છીએ. અને આપણાથી એના વગર રહેવાતું જ નથી. પણ એસી અને કુલરનું બિલ આપણને દરેકને પોસાય એ જરૂરી નથી. એવામાં અમે એમ કહીએ હવે તમારે ગરમીથી બચવા એસી, કુલર વગરેની જરુર નહી પડે, ફક્ત પ્લાસ્ટિક કાગળથી તમે ઠંડક મેળવી શકશો, તો કદાચ તમારા માનવામાં નહિ આવે.

પણ વાત સાચી છે કે તીવ્ર ગરમીથી બચવા માટે હવે તમારે એસી કે કુલરની જરૂર પડશે નહિ. કારણ કે અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ એક એવી ફિલ્મનું નિર્માણ કર્યુ છે, જેને બારી-દરવાજાઓ પર લગાવવાથી જ રૂમનું તાપમાન બહાર કરતા 20 ટકા ઓછું થઇ જાય છે.

આ પ્લાસ્ટિકનું કાગળ ઘરને કરી દેશે ઠંડુ :

બે વૈજ્ઞાનિકો રોગગુઈ યૈગ અને જિયાબો યીન જે કોલોરાડો યુનિવર્સીટીના વૈજ્ઞાનિક છે એમનો દાવો છે, કે તેમણે એક એવી ફીલ્મ એટલે કે પ્લાસ્ટિક રેપ પૈયાર કરી છે. જેને ઘરમાં લગાવવાથી બહાર કરતા અંદરનું તાપમાન ઠંડુ થઇ જાય છે.

આ ફીલ્મ રેડીએટીવ કુલિંગ પ્રોસેસ દ્વારા કામ કરશે. એમના દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ આ ફીલ્મનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારે વીજળીનો ઉપયોગ થતો નથી. આ ફીલ્મને તમે બિલ્ડિંગ, ઘર કે ઓફિસમાં લગાવી શકો છો. આ વૈજ્ઞાનિકોએ એના વિષે જણાવ્યું છે કે, આ ફિલ્મના ઉપયોગથી રૂમમાં તાપમાન ખુબ ઓછું કરી શકાય છે, જેથી તમને ઠંડીનો અનુભવ થાય.

આવી રીતે થયું નિર્માણ :

જાણવામાં આવ્યું છે કે આ ફીલ્મ polymethylpentene (PMP) નામના પદાર્થથી બનાવવામાં આવેલી છે. જેમાં કાચના નાના-નાના ટુકડાઓ મિક્ષ કરવામાં આવ્યા છે. આ સીટની એક બાજુ સીલ્વરનું કોટિંગ કરવામાં આવેલ છે, જે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોની ટીમનું માનીએ તો 20 સ્કવેર મીટરની એક ફીલ્મ, જો બહારનું તાપમાન 40°C ઓછું હોય, તો એક ઘરનું તાપમાન 20°C પર લાવી શકે છે. આને રોલ-ટુ-રોલ મેકિંગ રીતે પણ તૈયાર કરી શકાય છે. કિંમતની વાત કરીએ તો એક સ્કવેર મીટરની ફિલ્મ લગભગ 50 અમેરિકન સેંટમાં આવશે.

ગ્લોબલ વોર્મિંગથી પણ થશે રક્ષણ :

એ વાત તો તમે જાણો છો કે આપણી દુનિયા પર ઘણી ઝડપથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે. તેને જોતા આ ફીલ્મ ખુબ કારગર સાબિત થઇ શકે છે. એસી કે કૂલર જેવા અન્ય સાધનો માટે વીજળીની આવશ્યકતા હોય છે. પણ આ ફીલ્મની ખાસિયત છે કે તે વગર વીજળીએ ઘરોને ઠંડા કરે છે.

એક અનુમાન મુજબ અમેરિકાની 6 ટકા વીજળી ખપતનો એસીમાં ઉપયોગ થાય છે, અને આટલી ખપત અમૂમન બધા વિકસિત દેશોમાં પણ થાય છે. તેમજ એસી જેવા મશીનો ઘરતીનું તાપમાન વધારવામાં પણ ખાસ યોગદાન આપે છે. અને તે માત્ર બહારનું તાપમાન જ વધારે છે એવું નથી, પણ તે ઘણા પ્રકારના ખતરનાક ગેસોનું ઉત્સર્જન પણ કરે છે. અને આ ફીલ્મ એનો સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આને તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી ખરીદી શકો છો.