ભારત ફરવા આવેલી છોકરીના પૈસા થયા પુરા, તો 12 પાસ પૃથ્વીએ કરી એની રહેવા ખાવાની બધીજ ગોઠવણ

0
1277

એક તરફ જ્યાં આપણા ભારત દેશમાં જાતિ અને ધર્મના નામ પર બે પ્રેમ કરવા વાળાને અલગ કરી દેવામાં આવે છે. ત્યાં આજે અમે તમને એક એવી લવ સ્ટોરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણીને તમે ચકિત રહી જશો. તમે બધાએ ગામની ગોરી અને વિદેશી બાબુની લવ સ્ટોરી તો ઘણી જોઈ કે સાંભળી હશે. પણ આજે અમે તમને વિદેશી મેમ અને દેશી બોયની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. આ વિદેશી છોકરીએ ભારતના છોકરા સાથે લગ્ન કરીને એ સાબિત કરી દીધું છે કે વાસ્તવમાં ભારતીય છોકરા કેટલા ઈમાનદાર હોય છે. અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તે અમેરિકાના વોશિંગટનની રહેવા વાળી કૈનેડિ મૈરી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મૈરી લગભગ 3 વર્ષ પહેલા ભારત ફરવા માટે આવી હતી. ત્યારબાદ એની સાથે એવી ઘટના બની કે એને પૃથ્વી નામના દેશી છોકરા સાથે પ્રેમ થઇ ગયો. આવો તમને એની સંપૂર્ણ જાણકારી આપીએ.

તો મિત્રો વાત એમ છે કે અમેરિકાના વોશિંગટનની રહેવા વાળી કૈનેડિ મૈરી વર્ષ 2015માં ભારત ફરવા આવી. તે હિમાચલ પ્રદેશના ડલહૌજીમાં ફરવા આવેલી હતી. પણ ત્યાં તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કૈનેડિને ડલહૌજીના ટુરિસ્ટ પ્લેસની કોઈ જાણકારી નહોતી. એટલું જ નહિ, એને ત્યાં રહેવા માટે પણ કોઈ જગ્યા મળી રહી ન હતી અને એની પાસે વધારે પૈસા પણ બચ્યા ન હતા.

દેશી બોય પૃથ્વીએ કરી કૈનેડિની મદદ :

ઘણી સમસ્યાઓ માંથી પસાર થયા પછી તે નિરાશ થઈને રસ્તા પર બેઠી રહી. તે સમયે ત્યાંથી એક છોકરો જઈ રહ્યો હતો, તે છોકરાનું નામ હતું પૃથ્વી સિંહ. પૃથ્વીએ રસ્તામાં નિરાશ થઈને બેસેલી કૈનેડિને જોઈ, તો એનાથી રહેવાયું નહિ અને એણે તેની સમસ્યા વિષે પૂછ્યું. તેણે પૃથ્વીને પોતાની આપવીતી જણાવી. કૈનેડિની આખી સમસ્યા જાણ્યા પછી પૃથ્વીએ કૈનેડિને એક હોટલમાં રોકવાની ગોઠવણ કરી આપી. સાથે જ પૃથ્વીએ તેને ડલહૌજીના ટુરિસ્ટ પ્લેસ પર પણ ફરાવ્યા.

વિદેશી છોકરીએ દેશી છોકરાને પ્રપોઝ કર્યુ :

આ રીતે એમની મિત્ર થયા અને પછી કૈનેડિને પૃથ્વી સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમ એવો થયો કે તેણે પૃથ્વીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. પૃથ્વી ફક્ત 12 પાસ છે. આથી શરૂઆતમાં તેમને અંગ્રેજી સમજવામાં ખુબ સમસ્યા આવી. પરંતુ કહેવાય છે ને પ્રેમ કોઈ ભાષાનો મોહતાજ નથી હોતો. ત્યાં બંને પ્રેમી ધીરે ધીરે એક બીજાને સમજવા લાગ્યા. થોડા સમય પહેલા સલૂણીના એસડીએમ કાર્યાલયમાં તેમણે એકબીજાને પોતાના જીવનસાથી બનાવી લીધા. પૃથ્વીએ જણાવ્યું કે તે કૈનેડિને જીવનસાથીના રૂપમાં મેળવીને ખુબ ખુશ છે. પૃથ્વીએ ડલહૌજીના એક હોટલમાં કામ કરતો હતો. મૈરી અનુસાર, ભારતીય પુરુષ ખુબ ઈમાનદાર પતિ સાબિત થાય છે, અને તેને પૃથ્વીને સારી રીતે જાણ્યા પછી જ લગ્નનો નિર્ણય લીધો છે.

વિદેશોમાં છે કમિટમેંટમાં કમી :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિદેશોમાં કમિટમેંટની કમી હોય છે, આજે આમની સાથે તો કાલે બીજા કોઈ સાથે જેવી થિયરી ત્યાં વધારે જોવા મળે છે. જયારે ભારતીય છોકરાઓમાં કકમિટમેંટની ભાવના હોય છે. તે સરળતાથી પ્રેમમાં પડી જાય છે અને જો પાર્ટનર સારો હોય તો તે તેની જ સાથે રહે છે. આના કારણે જ વિદેશી છોકરીઓ ભારતીય છોકરાને પસંદ કરે છે.