હવે તમારે વાળ સ્ટ્રેટ કરાવવા માટે પાર્લર જવાની જરૂર નથી, મુલતાની માટી જ તેનો ઉકેલ છે, જાણો અને અજમાવો

0
3143

દરેકને સુંદરતા પસંદ હોય છે, પછી ભલે તે ચહેરાની હોય કે વાળની. અને સુંદરતા માટે મુલતાની માટી એક કુદરત તરફથી મળેલ સુંદરતાનો અનમોલ ખજાનો માનવામાં આવે છે. પ્રાચીન સમયથી મુલતાની માટી ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે અસરકારક સબીત થયેલ છે. આજના સમયમાં પણ મોટા મોટા પાર્લર વાળા મુલતાની માટીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેઓ એ વાત જાણતા નહી હોય કે મુલતાની માટી માત્ર સુંદરતા વધારવા માટે જ નથી, પણ વાળની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

જી હાં, મુલતાની માટી દ્વારા વાળને સ્ટ્રેટ કરી શકાય છે. તમે આ પ્રયોગ એક વખત અજમાવી લો, તો ક્યારે પણ પાર્લર જવાની જરૂર નહી રહે. તમારા વાળ ઉપર મુલતાની માટીનો પેક લગાવો. આમ કરવાથી તમારે પાર્લર પાછળ સમય અને પૈસા વેડફવાની જુરુર નહી પડે. આ પેકથી ઘૂઘરીવાળા(વાંકળિયા) વાળ પણ સ્ટ્રેટ થઇ જાય છે.

તેમજ જેમના વાળ છેડા ઉપરથી ફાટીને ડબલ થઇ જાય છે, તો પણ મુલતાની માટીમાંથી આ તૈયાર થયેલ લેપના ઉપયોગથી ફાયદો થાય છે. હવે આ લેપ તૈયાર કરવા માટે એક ઈંડું ફોડીને મુલતાની માટીમાં ભેળવીને સારી રીતે હલાવીને લેપ બનાવી લો. અને આ લેપ તમારા વાળમાં લગાવો. ત્યારબાદ આ લેપ સુકાઈ જાય એટલે તેને સામાન્ય તાપમાન વાળા પાણીથી બરોબર ધોઈ લો. અને વાળને બરોબર કોરા કરી લો પછી આખા માથાની ઓલીવ ઓઈલથી બરોબર માલીસ કરો. જેથી તમારા વાળ એકદમ સ્વસ્થ બની જશે.

ચહેરાની સુંદરતા માટે તમે ફુદીનાના થોડા પાંદડા લો અને એને મિક્સરમાં વાટીને તેમાં થોડું દહીં ભેળવી લો. અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ મુલતાની માટીમાં ભેળવી દો. અને તૈયાર થયેલ આ લેપ ચહેરા ઉપર લગાવો. સુકાયા પછી સામાન્ય તાપમાનમાં પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરા ઉપરના ડાઘ દુર થઇ જશે.

ચહેરા પર નિખાર લાવવા માટે પોપૈયાને મસળીને એક ચમચી પેસ્ટ તૈયાર કરો તેમાં બે ટીપા મધ અને થોડી મુલતાની માટી ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા ઉપર તરત જ નિખાર લાવે છે. મુલતાની માટીને પાણીમાં પલાળીને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટ ચહેરા ઉપર લગાવો, સુકાય ગયા પછી આંગળી ફેરવીને ચહેરો ધોઈને સાફ કરી લો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુલતાની માટી અને ગુલાબજળ ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે. ઉપરાંત ટમેટાના રસમાં બે ચમચી મુલતાની માટી અને ચંદનનો પાવડર ભેળવો. જો વધારાનું ગ્લો જોઈતું હોય તો થોડી હળદર ઉમેરી આ પેસ્ટ 10 મિનીટ સુધી ચહેરા ઉપર રાખો. ત્યારબાદ ચહેરો સારી રીતે સાફ કરી લો. ફરક તમને દેખાવા લાગશે.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.