તમારો સમય બચાવવા માટે આવ્યું ઈસ્ત્રી કરવાનું મશીન, માત્ર 10 સેકન્ડમાં કપડાં ઈસ્ત્રી કરીને તૈયાર

0
1792

વર્તમાન સમયમાં ટેક્નોલોજી ખુબ ઝડપથી વિકાસ પામી રહી છે. દર મહિને કોઈ ને કોઈ નવી પ્રોડક્ટ બજારમાં આવતી રહે છે. મોબાઈલથી લઈને એરોપ્લેન સુધીમાં અપડેટ આવતા જ રહે છે. ટેક્નોલીજી હરણફાળ ભરી રહી છે. થોડા થોડા સમયે આપણને માર્કેટમાં કઈંક નવીનતા જોવા મળી જ જાય છે.

પહેલા સાદા પંખા આવતા હતા, પણ હવે પંખા પણ સ્માર્ટ આવતા થઇ ગયા છે. એસી પણ હવે સ્માર્ટ આવવા લાગ્યા છે. ટીવી અને વોશિંગ મશીન પણ સ્માર્ટ થઇ ગયા છે. આ બધું સ્માર્ટ થવાથી આપણા સમયનો ઘણો બચાવ થાય છે.

જેમ કે પહેલા આપણે ટીવી પર માત્ર એક કામ કરી શકતા હતા, પણ હવે એમાં વાઇફાઇ કનેક્શન અને એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ આવી ગયા પછી આપણે ટીવી પર ઘણા બધા કામ કરી શકીએ છીએ. અને એ બધું આવ્યા પછી તમારો સમય બચાવવા માટે બજારમાં ઈસ્ત્રી કરવાનું મશીન પણ આવવા જઈ રહ્યું છે. જી હા, હવે તમારા કપડાને ઓટોમેટિક ઈસ્ત્રી કરીને ગડી કરી આપતું મશીન તૈયાર થઇ ગયું છે. આજે આ લેખમાં અમે તમને એ મશીન વિષે જણાવીશું.

મિત્રો, તમારો સમય બચાવવા અને તમારી મહેનત બચવવા માટે આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં આવેલી “ફોલ્ડીમેટ” (Foldimate) નામની કંપનીએ કપડાની ઈસ્ત્રી કરવા માટે એક ઓટોમેટિક મશીન બનાવ્યું છે. આ મશીન તમારૂ કામ માત્ર ગણતરીની સેકન્ડમાં કરી આપે છે. એમાં તમારે વધારે મહેનત કરવાની નથી રહેતી. બધું કામ એ મશીન જાતે જ કરી આપે છે. અને આ મશીન કપડાને ઈસ્ત્રી કરીને એને વાળીને પણ આપે છે.

આ ઈસ્ત્રી કરવાનું મશીન વસાવવાના ફાયદા પણ છે. પહેલા તો એ તમારો ઘણો બધો સમય બચાવે છે. એ તમારી મહેનત પણ બચાવે છે. કારણ કે જો તમે હાથથી ચાલતી ઈસ્ત્રી વાપરો તો એમાં તમારે ઘણી મહેનત કરવી પડે છે. જયારે આ મશીનમાં તમારે એના ઉપરના હોલ્ડરમાં તમારા કપડાં એક એક કરીને મુકવાના રહે છે, અને બાકીનું કામ એ મશીન જાતે જ કરી આપે છે. ઉપરાંત આપણે હાથથી ઈસ્ત્રી કરીએ તો કપડાં બળી જવાનો પણ ભય રહે છે. પણ આ મશીનથી એ સમસ્યાથી પણ તમને છુટકારો મળી જશે.

ફોલ્ડીમેટ કંપનીના માલિક અને CEO ગલ રોજોવના જણાવ્યા અનુસાર આ મશીન બનીને તૈયાર છે અને હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. અને આ વર્ષના અંત સુધીમાં એને લોન્ચ પણ કરી દેવામાં આવી શકે છે. અને એની કિંમતની વાત કરીએ તો તે 980 ડોલર છે. એટલે કે અંદાજે 68,000 રૂપિયા. જો તમે ઈસ્ત્રી કરવાનો બિઝનેસ શરુ કરવા માંગો તો આ મશીન તમને ઘણું કામ આવી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ મશીન 1 મિનિટમાં 6 ટી-શર્ટને ઈસ્ત્રી કરી આપે છે. અને આમાં નાના અને મોટા દરેક સાઈઝના કપડાં ઈસ્ત્રી કરી શકાય છે.

એના ઓનલાઈન બુકિંગ અને એના વિષે વધુ જાણકારી માટે કંપનીની વેબસાઈટ foldimate. com ની મુલાકાત લેવી.

જુઓ વીડિઓ :