આ 5 હીરો સુપરસ્ટાર બાપના ફ્લોપ દીકરાઓ છે, પિતાના લાખ પ્રયાસો પછી પણ બોલીવુડમાં ન ચાલ્યા.

0
5497

બોલીવુડની દુનિયામાં તો હજારો લોકો સફળ થવાનું સપનું લઈને આવે છે, પણ એવું જરૂરી નથી કે સફળતા દરેકને મળે જ. એ વાત ઘણી સામાન્ય છે કે, બોલીવુડમાં સ્ટારકિડસને ફિલ્મોમાં કામ કરવાનો મોકો સામાન્ય કલાકારથી પહેલા અને સરળતાથી મળતો હોય છે. પણ આ રીતે સરળતાથી કામ મળવા છતાપણ તેમનું નસીબ તેમનો સાથ નથી આપતું.

બોલીવુડમાં કોઈપણ કલાકારને સફળ થવા માટે સ્ટારકિડની છાપની જરૂર નથી હોતી. કારણ કે આ માયાનગરીમાં પણ તેમની આવડત જ તેમની સફળતાની સીડી બને છે. મિત્રો આજે અમે તમને એવા સુપરહીટ કલાકારોના દીકરાઓ વિશે જણાવીશું, જેમનું ફિલ્મી કેરિયર નિષ્ફળ રહ્યું છે.

આ છે સુપરસ્ટાર બાપના નિષ્ફળ દીકરાઓ :

જણાવી દઈએ કે, બોલીવુડમાં ઘણા એવા કલાકાર પણ છે જેમના દીકરાનું ફિલ્મી કેરિયર એકદમ નિષ્ફળ રહ્યું છે. સ્ટારકીડની છાપ હોવા છતાં પણ પોતાની ઓળખ ફિલ્મો દ્વારા ન બનાવી શક્યા. આવો હવે જણાવીએ છીએ તમને હીટ બાપના નિષ્ફળ દીકરાઓ વિશે.

૧. રાજકુમાર અને પુરુ રાજકુમાર :

રાજકુમારની સફળતા વિષે તો તમે બધા સારી રીતે જાણો જ છો. તે ગળામાં હાથ ફેરવતા રહીને, કહેતા હતા, ‘જાની, યે ચાકુ બચ્ચે કે ખેલને કી ચીજ નહીં હે. કટ જાયે તો ખૂન નીકલ આતા હે.’ રાજકુમારના આ ડાયલોગને બાળકોએ પસંદ કરેલો પણ તેમના દીકરા પૂરુ રાજકુમારને લોકોએ પસંદ ન કર્યો. પૂરુ રાજકુમારે ફિલ્મ બાલ-બ્રહ્મચારી અને હમારા દિલ આપકે પાસ હે જેવી ફિલ્મોમાં કામ કર્યુ પણ પોતાની ઓળખ તેમના પિતાની જેમ ન બનાવી શક્યા.

૨. શક્તિ કપૂર અને સિદ્ધાર્થ કપૂર :

હિન્દી ફિલ્મોમાં શક્તિ કપૂરે વિલન અને કોમેડિયનના ઘણા પાત્રો ભજવ્યા અને ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા. પણ એવું તેમના દીકરા સિદ્ધાર્થ સાથે ન થઇ શક્યું. આમ તો શક્તિની દીકરી શ્રદ્ધા કપૂરનું કેરિયર સફળતા સાથે ચાલ્યું, પણ સિદ્ધાર્થનું કેરિયર ડૂબી જ ગયું. સિધાર્થે પોતાની બહેન સાથે ફિલ્મ હસીનામાં કામ કર્યું હતું, પણ એને ખાસ ખ્યાતી મળી શકી નહીં.

૩. મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી :

બોલીવુડના ડિસ્કો ડાંસર તરીકે ઓળખાતા મિથુન ચક્રવર્તીનો પોતાનો સિક્કો ચાલ્યો નહિ. પોતાના વિશેષ અંદાઝ માટે આજે પણ મિથુનને ખ્યાતી મળતી રહે છે, પણ તેમનો દીકરો મિમોહ હજુ સુધી તે સફળતાના સ્વાદથી દુર છે. મિથુનના દીકરાએ જીમ્મી જેવી ફિલ્મમાં કામ કર્યુ પણ દર્શકોએ તેમને વિશેષ સ્થાન ન આપ્યું જે તેમના પિતાને મળેલું.

૪. નાના પાટેકર અને મલ્હાર પાટેકર :

સૌથી ખતરનાક સ્પીચ વાળા અભિનેતા નાના પાટેકરે તિરંગા, ક્રાંતિવીર, અબ તક છપ્પન અને વેલકમ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને તે બધી ફિલ્મો હીટ રહી. બોલીવુડમાં પોતાના જુદા જ પ્રકારના અભિનય માટે નાના પાટેકર આજે પણ ઓળખાય છે. તેમના અભિનયના માત્ર હિન્દી જ નહીં પણ મરાઠી અને તમિલ ભાષાના લોકો પણ ચાહક છે. પણ તેમના દીકરા મલ્હારને બોલીવુડમાં સ્થાન ન મળી શક્યું.

૫. વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના :

આ યાદીમાં છેલ્લું નામ આવે છે, વિનોદ ખન્નાના દીકાર અક્ષય ખન્નાનું. વિનોદ ખન્નાએ તો પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી બધી હીટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ તેમના દીકરા અક્ષય ખન્નાનું કેરિયર કાંઈ વિશેષ ન રહ્યું. આમ તો અક્ષયે બોર્ડર, રેસ, હલચલ, હંગામા, આ અબ લોટ ચલે અને તાલ જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે, છતાપણ તેમનું એવું નામ નથી બની શક્યું જે તેમના પિતાનું હતું.