ફ્લાઈઓવર નીચે દરરોજ ૨૦૦થી પણ વધુ બાળકોને મફતમાં ભણાવે છે આ વિદ્યાર્થી

0
1402

૨૩ વર્ષના સત્યેન્દ્ર પાલ બીએસસી ફાઈનલ વર્ષમાં છે અને પોતાના અભ્યાસ સાથે સાથે તે અહિયાં પહેલાથી લઈને દશમાં ધોરણ સુધીના બાળકોને ભણાવે છે.

પૂર્વ દિલ્હીના યમુના ખાદરના ઝુગ્ગી કેંપ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડથી રોજગારીની શોધમાં આવનારા ઘણા બધા લોકો માટે તેમનું ઘર છે. આ ઝુગ્ગી-ઝુપડીઓમાં રહેતા લોકો રોજ ઉપર મજુરી કરે છે કે પછી આજુ બાજુ ખાલી જમીન ઉપર શાકભાજી ઉગાડે છે અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

આ સ્લમની હાલત કંઈક એવી જ છે, જેમ કે અમે અને તમે હંમેશા ટેલીવિઝનની કહાનીઓ માં જોઈએ છીએ. વિશેષ પ્રકારે બનાવવામાં આવેલી ઝુપડીઓ, ખુલ્લી ગટર, અને આડેધડ આમ તેમ રમતા બાળકો, જેનું સરકારી સ્કુલોમાં નામ લખાવવામાં આવ્યા છે પણ તે સ્કુલે જતા નથી. આ બાળકોના માતા પિતા પાસે પણ એટલો સમય નથી કે તે તેમના ભણવા ઉપર ધ્યાન આપી શકે. પરંતુ છતાં પણ તમને એ સ્લમમાં દરરોજ ‘ક થી કબુતર, ‘ખ થી ખિસકોલી’ કે પછી ‘બે દુ ચાર, બે તેરી છ’ નો એક ઊંચા સ્વરમાં અવાજ સાંભળવા મળશે.

આ અવાજની તપાસ કરશો, તો તમે એક ખુલ્લી એવી જગ્યામાં ફ્લાઈઓવર બનાવવા માટે રાખવામાં આવેલા થોડા પથ્થરાના સ્લેબ વચ્ચે જશો અને તે સ્લેબ્સની વચ્ચે પહોચશો અને તે સ્લેબ્સ માંથી એક સ્લેબ નીચે તમને તે અવાજનો સ્ત્રોત જોવા મળશે.

એક ફ્લાઈઓવર સ્લેબ, જેની નીચે થોડા બાળકો પોત પોતાની સ્લેટ ઉપર લખતા અને પછી પોતાના શિક્ષક સાથે ઊંચા અવાજમાં તેને દોહરાવતા જોવા મળશે.

આ બાળકો યમુના ખાદર ઝુગ્ગી કેંપના રહેવાસી છે અને એના શિક્ષક સત્યેન્દ્ર પાલ પણ તે ઝુગ્ગી કેંપના રહેવાસી છે. ૨૩ વર્ષીય સત્યેન્દ્ર બીએસસી ફાઈનલ વર્ષમાં છે અને પોતાના અભ્યાસ સહે સાથે તે અહિયાં આ ફ્લાઈઓવર સ્લેબની નીચે પહેલાથી લઈને દશમાં ધોરણ સુધીના લગભગ ૨૦૦ બાળકોને ભણાવે છે.

દ બેટર ઇન્ડિયા સાથે વાત કરી સત્યેન્દ્રએ જણાવ્યું, વર્ષ ૨૦૧૫થી હું આ બાળકોને ભણાવી રહ્યો છું. માત્ર પાંચ બાળકો સાથે મેં શરુઆત કરી હતી અને આજે ૨૦૦ બાળકો છે. મારી સાથે આ ચાર વર્ષમાં બે બીજા સાથી, પન્નાલાલ અને કંચન પણ જોડાયા છે. તે પણ આ બાળકોને ભણાવે છે.

સત્યેન્દ્ર ઉત્તર પ્રદેશના બદાયુ જીલ્લાના રહેવાસી છે અને ૨૦૧૦ના સારા જીવનની શોધમાં પોતાના પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઇ ગયા હતા. તેમનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલા છે. યુપી બોર્ડ માંથી બારમાં ધોરણની પરીક્ષા પાસ કરવા વાળા સત્યેન્દ્રને પરિવારની આર્થિક તંગી અને પછી ફેરબદલીને કારણે જ બે ત્રણ વર્ષ માટે વચ્ચે અભ્યાસ પણ છોડવો પડ્યો. શિક્ષણને જ સર્વસ્વ માનવા વાળા સત્યેન્દ્રએ હાર ન માની અને ફરી દિલ્હી આવીને તેણે જેવી તક મળી, આગ્રા યુનીવર્સીટીમાં મોડેથી ગ્રેજયુએશનમાં પ્રવેશ મેળવી લીધો.

મેં ત્યાં જોયું કે મોટાભાગના કુટુંબના બાળકો સ્કુલે નથી જતા. એક કારણ છે કે સરકારી સ્કુલ અહિયાથી એક દોઢ કી.મી. દુર છે, તો નાના બાળકો સ્કુલ મુકવા જવા અને પછી તેને લેવા જવા માતા પિતાઓ માટે સરળ નથી. તે ઉપરાંત જે બાળકો ઉપરના ધોરણમાં છે, તે પણ વાતાવરણ અને પરિસ્થિતિને લઈને આઠ-નવ ધોરણ અભ્યાસ છોડી દે છે. તે બધું જોઇને મને ઘણું દુઃખ થયું હતું, સત્યેન્દ્રએ કહ્યું.

તેણે પોતાની આજુ બાજુ રહતા બાળકોને ધીમે ધીમે એકઠા કરીને ભણાવવાનું શરુ કર્યું. સત્યેન્દ્રની આ ધગશ જોઇને ઘણા બધા કુટુંબોએ તેની પ્રસંશા કરી અને પછી પોતાના બાળકોને તેની પાસે ભણવા માટે મોકલવા લાગ્યા. જોત જોતામાં આ ફ્લાઈઓવર સ્લેબની નીચે જ સત્યેન્દ્રની નાની એવી સ્કુલ શરુ થઇ ગઈ.

તેમણે તેની આ પહેલને ‘પંચશીલ શિક્ષણ સંસ્થાન’ નામ આપ્યું છે. તેમની આ સંસ્થા હજુ રજીસ્ટર નથી પરંતુ હાલમાં તેમનો ઉદેશ્ય માત્ર એટલો જ છે કે અહિયાં બાળકોના ક્લાસ આવી રીતે ચાલતા રહે. બાળકોને ભણાવવા માટે સત્યેન્દ્ર કોઈ પણ માતા પિતા પાસેથી કોઈ ફી નથી લેતા. તે આ બાળકોને પોતાની ખુશીથી ભણાવી રહ્યા છે. તે સવારે પાંચ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી પહેલા ધોરણથી લઈને પાંચમાં ધોરણ અને બપોરે ૨ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી છઠ્ઠા ધોરણથી દશમાં ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે.

સત્યેન્દ્ર જણાવે છે કે, તેમની પાસે આવનારા બાળકોમાં ઘણાને હવે સરકારી સ્કૂલોમાં પ્રવેશ મળી ગયો છે અને જે બાળકો પહેલા સ્કુલે જતા ન હતા, તે હવે રોજ સ્કુલે જાય છે.

સૌથી સારી વાત એ રહી કે આ વખતે યમુના ખાદરના ૭ બાળકોએ ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી છે. નહિ તો અહીયાના મોટાભાગના બાળકો તે પહેલા જ અભ્યાસ છોડી દેતા હતા. એટલા માટે આ બાળકોની પ્રગતી અમારા માટે ઘણી મોટી છે. તે ઉપરાંત બીજા જે બાળકો અહિયાં ભણી રહ્યા છે, તેમનું સ્તર સ્કુલમાં ઘણું ઊંચું છે. સ્કુલની ઘણી પ્રવૃત્તિઓમાં તેમણે ઇનામ પણ મળતા રહે છે. એટલા માટે સંતોષ છે કે અમારી આ કક્ષાઓ માંથી આ બાળકોના જીવનમાં થોડો ફેરફાર આવી રહ્યો છે, તેમણે આગળ જણાવ્યું.

સત્યેન્દ્રની આ પહેલને ન માત્ર યમુના ખાદરના લોકોએ પરંતુ બહારના લોકોએ તરફથી પણ પ્રસંશા મળી રહી છે. જે પણ વ્યક્તિ અહિયાં આવી જગ્યાએ આ બાળકોને ભણતા જુવે છે, તે દંગ રહી જાય છે. ઘણા ઉદાર લોકોએ આ બાળકો માટે સ્ટેશનરી, પુસ્તકો, બોર્ડ વગેરેની પણ વ્યવસ્થા કરાવી આપી છે.

પરંતુ સૌથી વધુ જે વસ્તુની આ બાળકોને જરૂર છે અભ્યાસ કરવા માટે એક સારી જગ્યાની. સારા વર્ગની. તેમની પાસે કોઈ જગ્યા નથી જેને તે પોતાની રીતે ભણવા માટે તૈયાર કરી શકે. ગ્રેજયુએશન પછી બીએડ કરવાની ઈચ્છા ધરાવતા સત્યેન્દ્ર આ બાળકોને ભણવા માટે બસ એક સારી જગ્યાની આશા રાખે છે.

આ માહિતી ધ બેટર ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.