આ છે ફાઈવ સ્ટાર હોટલના ડર્ટી સિક્રેટ, હોટલ બુક કરતા પહેલા એક વાર જરૂર વાંચી લો

0
1419

ફાઈવ સ્ટાર હોટલ પોતાના સ્ટેન્ડર્ડ, ક્વોલિટી, સાફ-સફાઈ, લક્ઝરી રૂમ અને સર્વિસના ભાવ માટે જાણીતા હોય છે. લક્ઝરી હોટલમાં એક રાતની બુકીંગના લાખો રૂપિયા ભાવ હોય છે. આ હોટલ પોતાના રૂમના ભાડાથી લઈને મહેમાનોની યાદી સુધી હંમેશા ગુપ્તતા જાળવી રાખે છે. પણ તમને એમના અમુક સિક્રેટ વિષે નહિ ખબર. આજે અમે તમને એવા જ થોડા સિક્રેટ વિષે તમને જણાવીશું. તો આવો જાણીએ આ હોટલોના ડર્ટી સિક્રેટ વિષે.

સ્ટેટ્સ રાખે છે મહત્વ :

બિઝનેસ ઇનસાઈડરના સમાચાર અનુસાર ફાઈવ સ્ટાર હોટલોમાં તમારું સ્ટેટસ ઘણું મહત્વ ધરાવે છે. જો તમે કોઈ હાઈ પ્રોફાઈલ મહેમાન, વીઆઈપી મહેમાન કે લૉયલ મહેમાન છો, તો તેઓ તમને સ્પેશિયલ અટેંશન લિસ્ટમાં રાખશે. હોટલમાં સેલિબ્રિટી અથવા અમીર મહેમાનનું ધ્યાન સામાન્ય માણસની સરખામણીમાં વધારે રાખવામાં આવે છે.

મહેમાનોના અફેયરને રાખે છે ગુપ્ત :

જો તમારું કોઈની સાથે અફેયર છે, તો એને પણ ફાઈવ સ્ટાર હોટલ વાળા સુરક્ષિત એટલે કે ગુપ્ત રાખે છે. ઘણા મહેમાનો એવા હોય છે કે જે પહેલા પોતાની ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે આવે છે, અને થોડા અઠવાડિયા પછી પરિવાર સાથે આવે છે. એવામાં હોટલવાળા એમના સિક્રેટ કોઈને પાસ નથી કરતા. સાથે જ તેઓ ભૂલથી પણ કોઈના અફેયર અથવા પત્ની વિષે કોઈને જણાવતા નથી.

લક્ઝરી હોટલોમાં પણ હોય છે વંદા :

લક્ઝરી હોટલ જે પોતાની ક્વોલિટી કંટ્રોલ અને સફાઈ માટે ઓળખાય છે, એમના રસોડામાં પણ વંદા હોય છે.

વર્તનનું થાય છે રેકોર્ડિંગ :

અહીં તમારા વર્તનનું પણ રેકોર્ડિંગ થાય છે. જો તમે એલીવેટર(લિફ્ટ) પાસેનો રૂમ મળે એવું ઈચ્છો છો. તો એને રેકોર્ડ કરવામાં આવે છે કે, તમારી માંગણી શું છે? જો તમે હોટલ સ્ટાફ સાથે ખરાબ વર્તન કરો છો, તો તમારા ચેક ઈન અને ચેક આઉટનું ક્લિયરન્સ ફ્રન્ટ સ્ટાફની જગ્યાએ મેનેજર કરે છે.

સેલિબ્રિટીઓને આપે છે ફ્રી રૂમ :

ફાઈવ સ્ટાર હોટલ વાળા સેલિબ્રિટીઓને ફ્રી રૂમ ઓફર કરે છે. જેથી એમની હોટલના ફોટા સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે, તો એનાથી એમને ફાયદો થાય છે. બીજા લોકો એમના હોટલ તરફ આકર્ષાય છે અને એમની લોકપ્રિયતા વધે છે.

ડુ નોટ ડિસ્ટર્બ :

જો તમે ડુ નોટ ડિસ્ટર્બની નિશાની ઓન કરો છો અથવા દરવાજા પર લગાવો છો, તો હોટલનો સ્ટાફ તમને પરેશાન નહિ કરે. અને હોટલ એનું પાલન કરે છે, કારણ કે એવું નહિ કરવા પર મહેમાનો હોટલ પર કોર્ટ કેસ કરી શકે છે.

હોટલને ખબર હોય છે મહેમાનોની હિસ્ટ્રી :

ફાઈવ સ્ટાર હોટલ વાળાને પોતાના મહેમાનો વિષે પહેલાથી ખબર હોય છે. તેઓ એમના વિષે રિસર્ચ વર્ક કરીને રાખે છે. તેઓ બધા જ મહેમાનોના સ્ટેટ્સ પ્રમાણે રેન્કિંગ કરી રાખે છે. જેમ કે એક નાની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટને મોટી કંપનીના સિનિયર એસોસિએટની સરખામણીમાં સારો રૂમ મળશે. પણ મોટેભાગે આ બધા સિક્રેટ વિષે સામાન્ય લોકોને ખબર નથી હોતી.