કોરોનાને કારણે ફાઈવ સ્ટાર હોટલના સેફની નોકરી ગઈ, રોડના કિનારે વેચવા લાગ્યો ટેસ્ટી બિરિયાની.

0
286

ફાઈવ સ્ટાર હોટલની નોકરી ગુમાવ્યા પછી રસ્તામાં ખોલ્યો પોતાનો બિરિયાની સ્ટોર, લોકો કરી રહ્યા છે વખાણ. વર્ષ 2020 આખી દુનિયા સહીત વ્યક્તિગત સ્તર પર પણ લોકો માટે એક ખરાબ વર્ષ રહ્યું છે. કોરોના વાયરસ મહામારીને કારણે સ્થિતિ ખરાબ થતી ગઈ અને કરોડોની સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ખોવી પડી. પણ મુંબઈના રહેવાસી એક યુવકે આવી પરિસ્થિતિમાં એક દૃષ્ટાંત રજુ કર્યું છે, અને લોકોને જણાવ્યું કે ક્યારેય પણ હાર નહિ માનવી જોઈએ. આવો જાણીએ કોણ છે તે યુવક.

કોરોનાને કારણે ફાઈવ સ્ટાર હોટલની શેફની નોકરી ગઈ : અક્ષય પાર્કર ફાઈવ સ્ટાર હોટલમાં એક શેફ હતા અને તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં કામ કર્યું હતું, પણ કોરોના સંકટ વચ્ચે તેમની નોકરી જતી રહી. એવામાં અક્ષયે પોતાના ભાગ્યને દોષ આપવાને બદલે મુંબઈમાં રસ્તાના કિનારે એક સ્ટોલ ખોલ્યો અને પોતાની આજિવિકા કમાવવા માટે બિરયાની વેચવાનું શરૂ કરી દીધું.

ફેસબુક પર તેમની સ્ટોરી શેયર કરવામાં આવી છે. અક્ષયની સ્ટોરી અને તેમના બિરયાની સ્ટોલનો ફોટો શેયર કરવામાં આવ્યો છે. મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદિત કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, અક્ષય તાજ ફ્લાઇટ સર્વિસીસમાં કામ કરતા હતા, અને ક્રુઝમાં પણ આઠ વર્ષ કામ કરી ચુક્યા છે. પોતાની નોકરી ગુમાવ્યા પછી, અક્ષયે મુંબઈમાં રસ્તાના કિનારે સ્ટોલ ખોલ્યો, જ્યાં તે બિરિયાની વેચે છે. પોસ્ટમાં તેમના બિરિયાની સ્ટોલનું સરનામું અને તેની કિંમતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં તે બિરયાની વેચે છે.

અક્ષય દાદર વિસ્તારમાં જેકે સાવંત માર્ગ પર પોતાનો સ્ટોલ લગાવે છે. અક્ષય અહીં વેજ બિરિયાની 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, અને નોનવેજ બિરિયાની 900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત પર વેચે છે. ફેસબુક પર તેમની સ્ટોરી શેયર થયા પછી તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, અને તેને હજારો લાઇક્સ અને કમેંટ મળી છે. લોકો તેમની હિંમતના વખાણ કરી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.