જમાઈઓ એ પહેલી વખત સાસરિમા જતા પહેલા રાખવુ જોઈએ આ વાતોનું ધ્યાન, લાઈફટાઈમ મળતું રહેશે સમ્માન

0
339

જમાઈએ સાસરિમા જતા પહેલા ધ્યાનમાં રાખશો આ વાતો તો , આજીવન તમને સાંભળવા મળશે વાહ જમાઇરાજા … લગ્ન એ ખૂબ પવિત્ર બંધન છે. આ બંધનમાં, બે લોકો નહીં પણ બે પરિવારો મળે છે. લગ્ન પછી, વરરાજા એટલે કે જાનૈયા પક્ષને વહુ તરીકે દીકરી મળે છે, અને કન્યાપક્ષને વરરાજા તરીકે દીકરો મળે છે. સાસરિમા જવા પર જમાઈની ખુબ આગતા સાગતા પણ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત જમાઈ સાસરિમા જાય ત્યારે ઘણી ભૂલો કરી નાખે છે, જેનું પરિણામ તેમણે આજીવન સહન કરવું પડે છે.

આજે, અમે તમને જણાવીશું કે જો તમે લગ્ન પછી પહેલી વાર તમારા સાસરિયામાં જાવ છો, તો તમારે કઈ કઈ વસ્તુઓની સંભાળ લેવી જોઈએ, જેથી તમારું સાસરિયામાં હંમેશા માન-સમ્માન જળવાઈ રહે.

સાસરિયે જતાં સમયે જમાઈઓ એ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

1. જો તમે કોઈ કારણે ટેનસનમાં છો તો સાસરિયે જવાનું મોકૂફ રાખો . જ્યારે તમે એકદમ ટેન્શન મુક્ત હોવ ખુશ મિજાજ મા હોવ ત્યારે જ તમારી સાસરિમા જવું જોઈએ.

2. ક્યારેય પણ સાસરિયે ખાલી હાથે ના જતા. સાથે ફળ કે મીઠાઈ કે કોઈ ગિફ્ટ જરૂર લઈને જાઓ. આવું કરવાથી સાસરિયામાં તમારું ઇમ્પ્રેશન જોરદાર પડશે.

3. સાસરિયે ગયા પછી સાસુ-સસરાના પગે લાગો અને તેમની તબિયત વગેરે પૂછો કાંઈ કામકાજ હોય તમારા લાયક તો જણાવાનું કહો.

4. ક્યારેય પણ સાસરિયામાં ખાલી પત્ની સાથે જ વાત ના કર્યા કરો, આવું કરવાથી સાસરિયામાં લોકો તમારી મજાક ઉડાવી શકે છે. સાસરિયામાં સાળા-સાળી, ઘરના વડીલો અને નાના સભ્યો સાથે સમય વિતાવો.

5. ક્યારેય પણ સાસરિયામાં સાળા-સાળી સાથે અયોગ્ય મજાક ન કરો. આવું કરવાથી તેમની નજરમાં તમારી ઈજ્જત ઓછી થઇ જશે. સાળા-સાળી સાથે હંમેશા સમ્માનપૂર્વક વાત કરો.

6. સાસરિયામાં કોઈની પણ સાથે પોતાની પત્નીની ખામીઓ કાઢવાથી બચો. જો તમે આવું કરો છો અને પત્નીને જાણ થઈ ગઈ તો પછી તમારો ભગવાન જ માલિક છે.

7. સાસરિયામાં પોતાના જ પરિવારની ખામીઓ અને ભૂલો કહેવા નઇ. આવું કરવાથી તેમની નજરમાં તમારા પરિવારનું સમ્માન ઓછું થશે. પછી ભવિષ્ય મા આની ખરાબ અસર થશે.

8. સાસરિયાઓ ની સાથે પણ ઘરના સભ્યની જેમ જ વર્તન કરો. બધાની સાથે બેસીને જમવા બેસો અને ભોજન મા કોઈ દોષ ના કાઢો

9. સાસરિયામાં જો તમારી સાથે કોઈ મજાક કરે છે તો તેને ગંભીરતાથી ના લેશો અને તેને હસી-મજાકમાં જ ઉડાવી દેતા શીખી જાઓ

10. સાસરિયામાં દારૂ, સિગરેટ અને કોઈ પણ ખરાબ વસ્તુઓનું સેવન ન કરો. એમાના જ લોકો તમને જબરજસ્તી પીવડાવે તો પણ દૂર રહેવું વધારે સારું છે

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.