કરોડોમાં વેચાય છે આ નર માછલી, 50 દિવસ સુધી ભૂખી રહીને સેવે છે ઈંડા.

0
113

આ નર માછલી 50 દિવસ સુધી મોઢામાં સેવે છે ઈંડા, એટલા દિવસ ખાતી પીતી નથી, કિંમત ચોંકાવી દેશે.

આ માછલી એટલી ઓછી છે કે તેની કિંમત કરોડોમાં લાગે છે. બ્લેક માર્કેટમાં તેને 2.25 કરોડ રૂપિયા સુધી વેચવામાં આવે છે. કેમ કે ફેંગ શુઈની ગણતરીએ તેને ઘરમાં રાખવાની સમૃદ્ધી આવે છે. પૈસા આવે છે. સંપત્તિ વધે છે. કુટુંબમાં પ્રેમ વધે છે.

આ માછલી માટે લોકોના મનમાં સન્માન પણ છે. કેમ કે તે એકમાત્ર એવી નર માછલી છે, જે પોતાના ઈંડાને મોઢામાં 50 દિવસ સુધી રાખે છે. તે પોતાનું મોઢું ત્યારે ખોલે છે જયારે તેના બચ્ચા થોડા મોટા થઇ જાય. આ 50 દિવસ સુધી તે કાંઈ ખાતી પીતી નથી. વિચારો કોઈ નર માછલી આવું દુર્લભ કામ કેવી રીતે કરી શકે છે. બીજા જીવોમાં માદા જ પોતાના ઈંડાનું ધ્યાન રાખે છે.

માત્ર એટલુ જ નહિ કેટલાક બચ્ચા ઘણી વખત ડરીને પાછા તેના મોઢામાં આવી જાય છે. અને જ્યાં સુધી તેના બચ્ચા એટલા લાયક નથી થઇ જતા કે, તે પોતે પોતાનું ખાવા પીવાનું શોધી શકે અને સુરક્ષિત રહી શકે, ત્યાં સુધી તે તેમનું ધ્યાન રાખે છે. જો કોઈ જોખમનો અનુભવ થાય છે, તો તે પોતાના બાળકોને પાછા પોતાના મોઢામાં મૂકી દે છે. આ માછલીનું નામ અરોવાના (Arowana) છે. તેને ડ્રેગન ફીશ (Dragon Fish) પણ કહે છે.

અરોવાનાની ઘણી જાતીઓ છે પણ સૌથી વધુ માંગ એશિયન અરોવાનાની હોય છે. તે સૌથી વધુ દક્ષીણ એશીયાઇ દેશોમાં મળી આવે છે. તેના અલગ અલગ રંગોના આધાર ઉપર તેના નામ રાખવામાં આવ્યા છે. આ માછલીઓને ચીની સંસ્કૃતિમાં ઘણું મહત્વ આપવામાં આવે છે. તેનું ફેમસ થવું જ તેના માટે સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામ લાવ્યું છે. એટલા માટે તેમની જાતી જોખમમાં છે.

લીલા રંગની વેરાયટી સૌથી વધુ મળે છે. તે ઇન્ડોનેશિયા, વિયતનામ, મ્યાંમાર, થાઇલેન્ડ, કંબોડિયા, મલેશિયા અને સિલ્વર એશિયન બોર્નીયામાં મળી આવે છે. તેની ઘણી સબ-વેરાયટી પણ હોય છે, જેમ કે ગ્રેટ ટેલ સિલ્વર, પીનોહ અરોવાના અને યલો ટેલ અરોવાના. તે ઉપરાંત ઇન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રામાં રેડ-ટેલ્ડગોલ્ડેન અરોવાના મળે છે. મલેશિયામાં ગોલ્ડ ક્રોસબેક, બ્લુ મલાયન અને બુકિત મેરા બ્લુ અરોવાના મળે છે.

અરોવાના માછલીનો આકાર 35 ઇંચ સુધી વધે છે. એટલે તેને ઘરમાં રાખવા માટે મોટા એકવેરીયમની જરૂર પડે છે. બીજી માછલીઓની સરખામણીમાં અરોવાના માછલીના પ્રજનનનો સમય મોડો હોય છે. તે 3 થી 4 વર્ષમાં એક વખત સંબંધ બાંધે છે. માદા અરોવાના એક વખતમાં 30 થી 100 ઈંડા આપે છે. જે બીજી માછલીઓના ઈંડાની સરખામણીમાં મોટા હોય છે. જયારે માદા ઈંડાને બહાર કાઢે છે, ત્યારે નર અરોવાના તરત જ તેને પોતાના મોઢામાં મૂકી દે છે. આ પ્રક્રિયાને માઉથ બ્રુડીંગ કહે છે.

માઉથ બ્રુડીંગ (Mouth Brooding) ની આ પ્રક્રિયામાં નર માછલી પોતાના મોઢાની અંદર જ લાર્વા અને ઈંડાને રાખે છે. ઈંડાનું મોઢામાં જ સેવાય છે. અને લાર્વા સુરક્ષિત રહે છે. આ પ્રક્રિયા લગભગ 50 દિવસ સુધી ચાલે છે. એટલા દિવસો સુધી નર અરોવાના માછલી ન તો કાંઈ ખાય છે, ન તો પીવે છે. જ્યાં સુધી બચ્ચા તેને લાયક નથી થઇ જતા કે તે પો,તે તેનું ખાવા પીવાનું શોધી શકે અને સુરક્ષિત રહી શકે. ત્યાં સુધી તેનું ધ્યાન રાખે છે.

એશિયન અરોવાનાની એક પ્રજાતિ સિલ્વર અરોવાના છે. તે મોટાભાગે સાઉથ અમેરિકી દેશોમાં મળી આવે છે. તેને મંકી ફીશ (Monkey Fish) પણ કહેવામાં આવે છે. કેમ કે તે વાંદરાની જેમ ઉછળીને શિ કાર પરહુ મલો કરે છે. તે ઘણી વખત નાના પક્ષીઓ, ચામાચીડિયા, ઉંદર ત્યાં સુધી કે સાંપને પણ ખાઈ જાય છે. તેનો મુખ્ય ખોરાક ક્રસ્ટેશીયન, જીવડા, નાની માછલીઓ હોય છે.

એશિયન અરોવાના પ્રજાતિને IUCN Red List માં વર્ષ 2006 માં નાખવામાં આવી હતી. માછલીઓના વેપારની આંતરરાષ્ટ્રીય સંસ્થા CITES એ તેના વેપારને પ્રતિબંધિત કરી દીધો છે. પણ બ્લેક માર્કેટમાં તેનું વેચાણ થાય છે. કિંમત લાખોમાં હોય છે, ઘણી વખત તો તે કરોડો રૂપિયામાં પણ વેચાય છે. એશિયન અરોવાનાની સ્થિતિ ઘણી ખરાબ છે. તેના માટે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેથી તેનો શિ કાર ન થાય.

એશિયન અરોવાનાને ઘરમાં રાખવા માટે જરૂરી છે તમારી પાસે મોટું એકવેરીયમ હોય. એકવેરીયમનું કવર ઘણું મજબુત અને ટાઈટ બંધ હોવું જોઈએ, કેમ કે તે માછલી ઘણી ઝડપ અને તાકાતથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પાણી એકદમ સ્વચ્છ હોવું જોઈએ અને થોડું એસીડીક પણ. પાણીનું તાપમાન 24 થી 30 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવું પડે છે.

એશિયન અરોવાના માંસાહારી હોય છે. તેને ઝીંગા અને તીડ ખાવા વધુ ગમે છે. તે ઉપરાંત તે કરચલા, વીંછી, સેંટીપીડસ, મિલવોર્મ, ફીડર ફીશ, નાના દેડકા વગેરે પણ ખાય છે. CITES એ તેના સંરક્ષણ માટે સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા અને બીજા દક્ષીણ પૂર્વી દેશોમાં 150 થી વધુ અરોવાના ફાર્મ બનાવરાવ્યા છે. જેથી તેનો વ્યવસાયિક ઉપયોગ કરી શકાય.

દુનિયાભરમાં 350 થી વધુ અરોવાના ફાર્મ છે. તેમાંથી ઘણા CITES માં રજીસ્ટર્ડ નથી. દર વર્ષે એશિયન અરોવાનાનો 1482 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. તેનાથી શરીર ઉપર ગોલ્ડેન, રેડ અને બ્લેક શેલ્સ હોય છે. જે તેની કિંમત ઘણી વધારી દે છે. તે ચીનના ડ્રેગન સાથે ભળતા આવે છે, એટલા માટે તેને દક્ષીણ પૂર્વ એશિયામાં પવિત્ર માનવામાં આવે છે.

ફેંગશુઈના હિસાબે પાણી, લાલ અને ગોલ્ડન રંગથી ઘરમાં શાંતિ આવે છે. પાણીમાં ચી (chi) શક્તિ હોય છે. જયારે લાલ ગોલ્ડન રંગ યિન (yin) એટલે ઉર્જાનું પ્રતિક છે. એટલે ઘરમાં અરોવાના રાખવાથી શક્તિ અને ઉર્જાનું યોગ્ય સંતુલન જળવાઈ રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.