દેશનો પહેલો ઓકસી રીડિંગ ઝોન છત્તીસગઢના રાયપુરમાં – શિક્ષણના ક્ષેત્રમાં એક સર્વશ્રેષ્ઠ પહેલ

0
509

પુસ્તક માણસની આત્મશક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન છે. મહાન દેશભક્ત અને વિદ્વાન લાલા લજપત રાયે પુસ્તકોના મહત્વના સંદર્ભમાં કહ્યું હતું, હું પુસ્તકોનું નરકમાં પણ સ્વાગત કરીશ. તેમાં એ શક્તિ છે જે નરકને પણ સ્વર્ગ બનાવવાની ક્ષમતા ધરાવે છે. દેશના લગભગ તમામ નાના મોટા શહેરોમાં ઘણા પ્રકારના પુસ્તકાલય રહેલા છે. ઘણા શહેરોમાં અને ગામ્ય વિસ્તારોમાં ચાલતા ફરતા પુસ્તકાલયની પણ વ્યવસ્થા છે, જેમાં અઠવાડિયા મુજબ લોકો આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

છત્તીસગઢ રાજ્યમાં જીલ્લા ખનીજ ટ્રસ્ટ, પર્યાવરણ સંરક્ષણ મંડળ અને રાયપુર સ્માર્ટ સીટી લીમીટેડ દ્વારા વર્લ્ડ ક્લાસ લાયબ્રેરી બનાવવામાં આવી છે. સામાન્ય લાયબ્રેરીમાં માત્ર પુસ્તકો હોય છે, પરંતુ આ લાયબ્રેરીમાં દુનિયાની તમામ સુવીધાઓ રહેલી છે. આ લાયબ્રેરીનું નામ નાલંદા પરિસર રાખવામાં આવ્યું છે.

કેમ રાખવામાં આવ્યું નાલંદા પરિસર નામ?

બોદ્ધકાળમાં તક્ષશિલા અને નાલંદા જેવા શિક્ષણ કેન્દ્રોનો વિકાસ થયો, જેની સાથે ઘણા સારા પુસ્તકાલયો હતા. તક્ષશિલાના પુસ્તકાલયમાં વેદ, આયુર્વેદિક, ધનુર્વેદ, જ્યોતિષ, ચિત્રકલા, ખેતીવિજ્ઞાન, પશુપાલન વગેરે અનેક વિષયોના ગ્રંથ સંગ્રહિત હતા. ઈસાથી લગભગ ૫૦૦ વર્ષ પૂર્વ નાલંદાના વિશાળ પુસ્તકાલયનું વર્ણન મળે છે.

નાલંદા વિશ્વવિદ્યાલયના ત્રણ મહાન પુસ્તકાલય હતા રત્નોદધિ, રત્નસાગર, રત્નરંજક. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયમાં દુનિયાના ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. ભારતના આ ગૌરવશાળી ઈતિહાસને ધ્યાનમાં રાખીને આ લાયબ્રેરીનું નામ નાલંદા પરિસર રાખવામાં આવ્યું છે.

નાલંદા પરિસરની વિશેષતાઓ :

આ ઓક્સી રીડીંગ ઝોન પરિસર ૬ એકરમાં ફેલાયેલું છે. આ લાયબ્રેરી ચારે તરફથી લીલા છમ ઘટાદાર વૃક્ષો વચ્ચે બનેલી છે, એટલા માટે તેને ઓક્સી રીડીંગ ઝોન પણ કહેવામાં આવે છે. અહિયાં વિદ્યાર્થીઓ અભ્યાસ અને પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીમાં એક નવું અધ્યાય જોડશે.

નાલંદા પરિસરમાં વિધાર્થીઓના અભ્યાસ માટે દરેક પ્રકારની હાઈટેક સુવિધાઓ પૂરી પડવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર સાથે સાથે ત્રણ માળની નાલંદા પરિસરમાં યુથ ટાવરની સુવિધા, ઈ લાયબ્રેરી, રીડીંગ ઝોન, મલ્ટીમીડિયા, પુસ્તક ઘર સાથે સાથે વાદ-વિવાદ શાખા પણ છે. એટલું જ નહિ વિદ્યાર્થી અને પ્રતિયોગીઓ પ્રકૃતિ સાથે પોતાનું અનુકુલન સાધી શકે, તેના માટે ખુલ્લામાં પીપળો અને લીમડાના ઝાડ નીચે બેસીને ભણવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ કુદરતી વાતાવરણમાં બેસીને એકાંતમાં અભ્યાસ કરી શકે.

પ્રતિયોગીતાઓની સુવિધા માટે નાલંદા પરિસરમાં બે વિભાગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. પરિસરના ઘણા ભાગ એટલા સુંદર બનાવવામાં આવ્યા છે કે, તે રાયપુર માટે કોઈ વરદાનથી ઓછું નથી લાગતું. આ પરિસર વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક ખુલ્લું રહેશે, જ્યાં કુદરતના સાનિધ્યમાં યુવાનો અધ્યયન કરશે, તેની સાથે સાથે ગરીબી રેખા નીચે જીવન જીવવા વાળા વિધાર્થીઓને લાયબ્રેરીમાં ફી માં ૫૦ ટકાની છૂટ આપવામાં આવી છે.

પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે હાઈટેક પણ છે લાયબ્રેરી :

ચારે તરફ લીલા છમ વૃક્ષની સાથે સાથે આ લાયબ્રેરી દુનિયાની તમામ ટેકનોલોજીથી ભરેલી છે. ઈ-લાયબ્રેરીમાં ૧૨૫ નવા કોમ્પ્યુટર લગાવવામાં આવ્યા છે. આ બધા કોમ્પ્યુટરોમાં ઈન્ટરનેટ સ્પીડ ૧૦૦ એમબીપીએસ રાખવામાં આવી છે. અહિયાં ૨૪ કલાક લાઈટ હોવાને કારણે વિદ્યાર્થી કોઈપણ સમયે ઓનલાઈન એક લાખથી વધુ પુસ્તકો જોઈ અને વાંચી શકશે. આવા પ્રકારની ઓનલાઈન લાયબ્રેરી રાજ્યના કોઈ પણ જીલ્લામાં નથી. છ એકર જમીન ઉપર બનેલા નાલંદા પરિસરમાં યુવાનો માટે ઇન્ડોર અને આઉટડોર રીડીંગ સાથે જ ઈ-લાયબ્રેરી પણ બનાવવામાં આવી છે.

રાયપુર કલેકટરે ભજવી વિશેષ ભૂમિકા :

શિક્ષણ ક્ષેત્રમાં સકારાત્મક પહેલ માટે સતત કાર્યરત રાયપુર કલેકટર શ્રી ઓ.પી. ચોધરીએ આ લાયબ્રેરી બનાવામાં વિશેષ ભૂમિકા ભજવી. છત્તીસગઢની યુવા પેઢી પ્રીતીયોગીતા પરીક્ષાઓની તૈયારી કરી શકે એટલા માટે પ્રતિયોગી પરીક્ષાઓના પુસ્તકો, મેગેઝીન્સ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ સર્વિસીસ, આઈ. આઈ. ટી., નિટ વગેરે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીઓ માટે મોટી રકમ ખર્ચ કરી દિલ્હી અને મુંબઈમાં ભણવા વાળા બાળકો હવે રાયપુર શહેરમાં જ તૈયારી કરી શકશે. તે પહેલા શ્રી ચોધરીએ છૂલો આસમાન, નન્હે પરિંદે, શિક્ષણનો અધિકાર પારદર્શી વગેરે સફળ યોજનાઓ દ્વારા શિક્ષણ જગતમાં સકારાત્મક પહેલ કરી છે.

આ માહિતી ધ બેટર ઈન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.