તેલંગાણાની પહેલી લાઈન વુમન બનીને બનાવ્યું ઉદ્દહરણ, લોકોને છે તેના પર ગર્વ

0
204

જાણો કોણ છે બાબુરી સિરિશા જે બની તેલંગાણાની પહેલી લાઈવ વુમન, પરીક્ષા પાસ કરીને બદલી દરેકની માનસિકતા. 21 મી સદીમાં ભલે મહિલાઓ અને પુરુષોને એક સમાન સ્થાન આપવામાં આવ્યું હોય, પણ સમાજમાં હજી પણ ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં ફક્ત પુરુષોનું જ રાજ છે. એવી જગ્યાઓ પર કોઈ મહિલાનું કામ કરવું આશ્ચર્ય માનવામાં આવે છે. પણ આ બધી વાતોને ધ્યાનબહાર કરીને તેલંગાણાની બાબુરી સિરિશાએ એક નવી મિસાલ કાયમ કરી છે.

તેમણે તેલંગાણા વીજળી વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા ‘લાઇનમેન’ પદની પરીક્ષા પાસ કરીને તે સ્થાન પર નોકરી મેળવી છે. આવું કરીને તે રાજ્યની પહેલી મહિલા લાઈનમેન બની ગઈ છે. સિરિશાના આ પગલાંથી ન ફક્ત તેમના પરિવારવાળાને પણ આખા સમાજને તેમના પર ગર્વ છે.

મોટાભાગે લાઇનમેનના પદ પર પુરુષો જ કામ કરે છે, કારણ કે થાંભલા પર ચઢ-ઉતર કરવું એક જોખમ ભરેલું કામ માનવામાં આવે છે. આજ કારણ છે કે તેલંગાણાના વીજળી વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલી ભરતીમાં મહિલાઓના અરજી કરવા પર પ્રતિબંધ હતો. પણ સિરિશાએ હાર નહિ માની, તેમણે અન્ય મહિલાઓ સાથે તેનો જોરદાર વિરોધ કર્યો.

છેવટે વિભાગે તેમની સામે ઘૂંટણ ટેકવા પડ્યા અને આ પદ માટે મહિલાઓની અરજી પણ સ્વીકારવાની પરવાનગી આપવામાં આવી. સિરિશાએ ટ્રેડમાં આઈટીઆઈનું ભણતર પૂરું કર્યું છે. એવામાં તેમણે લાઇનમેનના પદ માટે અરજી કરી. તેમની સાથે અન્ય 8 છોકરીઓએ પણ અરજી કરી. સિરિશાની મહેનત રંગ લાવી. તેમણે ન ફક્ત લેખિત પરીક્ષા પાસ કરી પણ વીજળીના થાંભલા પર ચડવા ઉતરવાની પ્રેક્ટિકલ પરીક્ષા પણ પાસ કરી.

તેમણે થાંભલા પર ચડવા અને ઉતરવામાં એક મિનિટ કરતા પણ ઓછો સમય લીધો. સિરિશાના આ સાહસને જોઈને દરેક વ્યક્તિને તેના પર ગર્વ છે. જણાવી દઈએ કે, સિરિશા સિદ્દીપટ્ટ શહેરના મારકૂક મંડળના ગણેશપલ્લી ગામની રહેવાસી છે. તેમની ઉંમર 20 વર્ષ છે. સિરિશાનું કહેવું છે કે, તે હંમેશાથી કંઈક એવું કરવા માંગતી હતી, જેનાથી બીજી છોકરીઓને પ્રેરણા મળી શકે. તેમનું માનવું છે કે, મહિલાઓ કોઈ પણ કામમાં પુરુષોથી ઓછી નથી. આ કારણે તેમણે લાઈન વુમન બનવાનો નિર્ણય લીધો હતો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.