દાદા રેલવેમાં “લોકો પાયલટ” હતા, 27 વર્ષ પછી આદ્યા બની જોધપુર મંડળની પહેલી મહિલા ટ્રેન ગાર્ડ, જાણો વધુ વિગત

0
512

આજના સમયમાં મહિલાઓ પુરુષોની જેમ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અને દરેક ક્ષેત્રમાં આજના સમયમાં મહિલાઓ ઘણી મોટી જવાબદારીઓ સંભાળતી જોવા મળે છે. પહેલાના સમયમાં મહિલાઓને માત્ર ઘરના કામ સંભાળવા માટે જ ગણવામાં આવતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. મહિલાઓ ઘરના કામની સાથે સાથે પોતાની જોબને પણ સારી રીતે ન્યાય આપતી જોવા મળે છે.

જોધપુર. પાટા રીપેરીંગ કરવાથી લઈને ટ્રેનના એન્જીનમાં બેસીને તેને ચલાવવા માટે રસ્તો આપવા વાળા સ્ટેશન માસ્ટર જેવા હોદ્દા ઉપર જોધપુરમાં મહિલાઓની ભરતી થઇ ચુકી છે. પરંતુ ટ્રેનમાં ખાસ કરીને કોઈ ગાર્ડ મહિલાની ભરતી થઇ નથી. જોધપુર સીટી સ્ટેશનથી શનિવારે સવારે જયારે આદ્યા ચતુર્વેદી હાથમાં લાલ અને લીલો ઝંડો લઈને અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં ચડી, તો તે એ મંડળની પહેલી મહિલા ગાર્ડ બની ગઈ.

તેના દાદા દ્વારકાનાથ પણ રેલ્વેમાં હતા. તે ૧૯૯૨માં લોકો પાયલટના હોદ્દા ઉપરથી સેવાનિવૃત્ત થયા હતા. ત્યારે તે ગાર્ડને ઝંડી દેખાડીને ટ્રેનને આગળ વધારતા હતા, અને હવે ૨૭ વર્ષ પછી તેમની પૌત્રી ગાર્ડ બનીને રેલ્વેમાં પહોંચી છે. મૂળ કોટાની રહેવાસી આદ્યાએ જણાવ્યું કે, રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા આપ્યા પછી તે પરીક્ષા વેઈટીંગ યાદીમાં રહી ગઈ હતી. આમ તો પાછળથી તેનો નંબર આવી ગયો. ઉદયપુરમાં ખાસ કરીને રેલ્વે ગાર્ડના અભ્યાસ સાથે તાલીમ પણ લીધી. ગયા ૨૦ જુનના રોજ તાલીમ પૂરી થયા પછી જોધપુર મંડળમાં નિમણુક મળી.

આદ્યાએ જણાવ્યું કે તે જોબ અઘરી જરૂર છે, પરંતુ હવે રેલ્વેમાં દરેક કામ મહિલાઓ કરી રહી છે. ખાસ કરીને ટ્રેન ગાર્ડ તરીકે તમારા પણ ઘણી જવાબદારી રહેતી હોય છે, એ ટ્રેનના પહેલા ફેરાથી અનુભવાયું. પહેલી વખત આ જવાબદારી નિભાવી રહી હતી તો થોડી ગભરાઈ રહી હતી, પણ ધીમે ધીમે તે ગભરામણ પણ અનુભવમાં બદલાઈ ગઈ. આદ્યાના પિતા રમેશ ચતુર્વેદી પ્રોપર્ટીનું કામ કરે છે, તો માતા ક્ષમા ગૃહિણી છે. દાદા દ્વારકાનાથ રેલ્વેમાં કામ કરતા હતા, તે લોકો પાયલટના હોદ્દા ઉપરથી સેવાનિવૃત્ત થયા હતા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.