સુરતમાં યુવકે મિત્રો સાથે શરત લગાવી પોતાના મોંમાં જ ફોડ્યો સુતળી બોમ્બ, થઇ ગઈ આટલી ખરાબ હાલત.

0
262

દિવાળી પર નાનાથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરે છે. એવામાં ઘણી વાર લોકો ન કરવાનું કામ કરી બેસે છે, કે પછી એવી ભૂલ કરી બેસે છે જેના લીધે તેમણે ગંભીર પરિણામ ભોગવવા પડે છે. આ દિવાળી પર સુરતના પાંડેસરા વિસ્તારના યુવક સાથે પણ કંઈક એવું જ થયુ છે.

સુરતનો એક યુવક દિવાળીની રાત્રે ભાન ભૂલ્યો અને ન કરવાનું કામ કરી બેઠો, જેનું તેણે ગંભીર પરિણામ ભોગવવું પડી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર, તે યુવકે દિવાળીની રાત્રે પોતાના જ મોઢામાં બોમ્બ ફોડ્યો હતો. દિવાળીની ઉજવણી દરમિયાન ડી.જે.ના તાલે તે યુવાન એટલો ઘેલો બની ગયો હતો કે, તેણે ડાન્સની મસ્તીમાં મિત્રો વચ્ચે લાગેલી શરતમાં પોતાના મોઢામાં જ બોમ્બ રાખ્યો અને ફોડ્યો હતો. બોમ્બ ફુટ્યા બાદ તે યુવક બેભાન થઈ ગયો હતો, પછી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, તે કોઈ નાનો ટેટો કે ફટાકડો ન હતો પણ સુતળી બોમ્બ હતો. એ વાત તો બધા જાણે છે કે, સૂતળી મોબ્બ કેટલો ઘાતક હોય છે. લોકો પોતાના નાના બાળકોને આ બોમ્બ ફોડવા દેતા નથી. પણ મિત્રોની શરતમાં ઘેલા થયેલા યુવકે તે ઘાતક બોમ્બ પોતાના જ મોઢામાં ફોડ્યો. આ ઘટના બન્યા પછી મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. ફટાકડાને લીધે ઘાયલ અને બેભાન થયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

તે યુવકનું નામ પિન્ટુ છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે, અને હાલમાં તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. દિવાળીની રાત્રે તે પોતાના મિત્રો સાથે ડીજેની ધૂન પર નાચી રહ્યો હતો અને ફટાકડાઓ ફોડી રહ્યો હતો. તેવામાં તેના મિત્રો દ્વારા તેને મસ્તીમાં મોં માં સુતળી બોમ્બ ફોડવા કહેવામાં આવ્યું હતું. આથી તેણે મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સિવિલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, યુવકને મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).