2 લાખ રૂપિયા રોકડા કે તેનાથી વધારે લેવાથી લાગી શકે છે દંડ, જાણો શું છે આવકવેરાનો નિયમ.

0
282

2 લાખથી વધારે રોકડ સ્વીકારવાથી થશે મોટો દંડ, અહીં મેળવો ઇન્કમટેક્ષના નિયમની સંપૂર્ણ માહિતી. દેશમાં ટેક્સ ચોરી પર અંકુશ લગાવવા માટે ધારા 269 ST અંતર્ગત આયકર અધિનિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિએ એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ લેવા પર દંડ આપવો પડી શકે છે. 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમની લેવડ-દેવડની પરવાનગી માટે એકાઉન્ટ પેયી ચેક અથવા એકાઉન્ટ પેયી બેંક ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ (ઈસીએસ) ના બેંક ખાતાના માધ્યમનો ઉપયોગ કરવાની જ પરવાનગી છે.

બેંક ખાતાના માધ્યમથી ઈસીએસમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, આઈએમપીએસ (ત્વરિત ચુકવણી સેવા), યુપીઆઈ (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ), એનઈએફટી (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર) અને બીએચઆઈએમના માધ્યમથી ચુકવણી શામેલ છે.

તેનો અર્થ એ છે કે, આ માધ્યમોમાંથી કોઈ પણ માધ્યમથી 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ ચુકવવાની પરવાનગી છે. ઘણા લોકોને આ વાતની જાણકારી નથી કે, એક દિવસમાં 2 લાખ રૂપિયા અથવા વધારે રોકડ રકમ સ્વીકારવા પર દંડ લાગે છે.

આ મુદ્દા પર ટેક્સ એક્સપર્ટ બલવંત જૈન સાથે વાત કરતા તેમણે કહ્યું કે, એક દિવસમાં એક વ્યક્તિ દ્વારા 2 લાખ અથવા 2 લાખથી વધારેની લેવડ-દેવડ પર આયકર વિભાગ દંડ લગાવી શકે છે. એટલે કે, જો તમારા ઘરે લગ્ન છે અને તમે કેટરિંગવાળાને 2 લાખ અથવા તેનાથી વધારે રકમ આપવા ઈચ્છો છો, તો તે શક્ય નથી. બલવંત જૈને કહ્યું કે, પેનલ્ટી આપવાવાળા પર નહિ, લેવાવાળા પર લાગશે. કોઈ પણ વ્યક્તિ 10 હજાર કરીને પણ 2 લાખ નહિ આપી શકે.

શું છે દંડ? જો કોઈ વ્યક્તિને ધારા 269 ST ની જોગવાઈઓના ઉલ્લંઘનમાં કોઈ રકમ મળે છે, તો તે ધારા 271 DA અંતર્ગત આ રકમની રસીદ જેટલી રકમનો દંડ આપવા માટે જવાબદાર છે. જોકે કોઈ વ્યક્તિ તે સાબિત કરી શકે છે કે, તેના પૂરતા કારણો હતા તો કોઈ દંડ નહિ લાગે.

2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારેની લેવડ-દેવડ : ધારા 269 ST અનુસાર, જે પણ વ્યક્તિ 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રોકડની લેવડ-દેવડ કરશે, તો તે લેવડ-દેવડની રકમ જેટલી રકમના દંડ માટે જવાબદાર હશે. એટલે કે, તમે 7 લાખ રૂપિયાની રોકડ રકમથી કોઈ લક્ઝરી વસ્તુ ખરીદો છો, તો તે દુકાનદારે 7 લાખ રૂપિયા દંડ આપવો પડશે.

આયકર અધિનિયમની ધારા 269 ST માં છૂટ : આયકર અધિનિયમની ધારા 269 ST સરકાર, કોઈ પણ બેન્કિંગ કંપની, પોસ્ટ ઓફીસ, બેંક અથવા સહકારી બેંક દ્વારા પ્રાપ્ત રકમ પર લાગુ નથી થતી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.