ફિલ્મમાં જોની લીવરની પત્નીનો રોલ નિભાવી ચૂકેલ આ એક્ટ્રેસ છે આટલી બધી ગ્લેમરસ, જોઈને ભરોસો નહિ થાય.

0
1909

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોજ કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનું નસીબ અજમાવા માટે આવે છે. કારણ કે જો આ ઇન્ડસ્ટ્રીમાં સેટ થઈ ગયા તો પૈસા ગણતા ગણતા થાકી જવાય એટલી કમાણી થઈ શકે છે. અને આ વસ્તુ તો તમે તમારી આંખે જ જોઈ શકો છો, કે એક સમયે સામાન્ય જીવન જીવતા કલાકારો આજે અઢળક કમાણી કરે છે.

એટલે જ તો ઘણા બધા લોકોનું સપનું હોય છે કે, તે પણ આ ચકાચોંધ ભરેલ ઇંડસ્ટ્રીનો ભાગ બને. પરંતુ બધાનું નસીબ એક જેવું નથી હોતું. કોઈને અહીંયા ચાન્સ મળે છે તો કોઈને નહિ. અને એ પણ જરૂર નથી કે ચાન્સ મળે તે સુપરસ્ટાર બની જ જાય છે. ઘણા લોકો એવા પણ છે કે જેને ચાન્સ મળ્યા પછી પણ તે કંઈક ખાસ કરી શક્યા નહિ, અને થોડીક ફિલ્મોમાં દેખાયા બાદ ગાયબ થઇ જાય છે.

તેમજ કેટલાક કલાકારો એ પોતાની પહેલી ફિલ્મમાં તો કમાલ કરી નાખી, પરંતુ પછી એમની બીજી કોઈ ફિલ્મોનો જાદુ દર્શકો પર ચાલ્યો નહિ. ઉદાહરણ તરીકે અમિષા પટેલ અને ભાગ્યશ્રી જ લઈ લો. એમની પહેલી ફિલ્મો તો સુપરહિટ રહેલી, પરંતુ પછી તેમની પોપ્યુલરિટી ક્યાં ખોવાઈ ગઈ કોઈને ખબર ન પડી.

જાણકારી માટે જણાવી દઈએ કે, અમિષા પટેલે સુપરહિટ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી ડેબ્યુ કર્યું હતું. તેના પછી તે એક હજુ ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કથા’ માં જોવામાં આવેલી. પરંતુ પછી તેમની કોઈ ફિલ્મ હિટ સાબિત થઇ નહિ. આવું જ ભાગ્યશ્રી ‘મેને પ્યાર કિયા’ થી બધાની ચહેતી બની ગયી હતી. પરંતુ આ ફિલ્મ પછી તે ખોવાઈ ગઈ.

અને અભિનેત્રીઓ માટે પણ કોમેડી કરવું એ સરળ કામ નથી. બોલીવુડમાં એવી થોડીક જ એક્ટ્રેસ છે, જે કોમેડી કરી શકે છે. એવી જ એક એક્ટ્રેસ વિષે આજે અમે તમને જણાવવાના છીએ. આ એક્ટ્રેસને તમે ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ માં જોની લીવરની પત્નીનો અભિનય કરતા જોઈ હશે.

અને આ અભિનેત્રી ‘આ રા રા રા’ ડાયલોગ કહેવા માટે પણ પ્રસિદ્ધ છે. હવે તો તમે ઓળખી ગયા હશો, કે અમે કોની વાત કરી રહ્યા છીએ. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી કેતકી દવેની. કેતકી આજકાલ મોટા પરદા માંથી બિલકુલ ગાયબ થઇ ગઈ છે. ઘણા સમયથી તે ફિલ્મ અને સિરિયલમાં દેખાઈ નથી. કેતકીની કોમેડી ટાઇમિંગ ખુબ સારી હતી. તે પોતાના કોમેડીથી દર્શકોને હસીને લોટપોટ થઇ જવા પર મજબુર કરી દેતી હતી. પણ હવે તે ફિલ્મો કે સીરીયલમાં દેખાતી નથી.

રિયલ લાઈફમાં ખુબ ગ્લેમરસ છે કેતકી :

જાણકારી માટે જણાવી દઈએ કે, કેતકીનો જન્મ 13 ઓગસ્ટ 1960, મુંબઈમાં થયો હતો. અને તે 75 થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા, કલ હો ના હો અને હેલ્લો જેવી ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે. આના સિવાય તે ઘણી બધી સિરિયલોમાં પણ કામ કરી ચુકી છે.

કેતકી મોટા પર્દાની સાથે નાના પર્દાનો પ્રખ્યાત ચહેરો છે. ફિલ્મોમાં ભલે તમે તેમને સાધારણ અવતારમાં જોઈ હશે, પરંતુ અસલ જીવનમાં કેતકી તેવી બિલકુલ નથી. જણાવી દઈએ કે, અસલ જીવનમાં તો કેતકી ખુબ સ્લેમરસ છે.

થોડા સમય પહેલા જ તેમના કેટલાક નવા ફોટા સામે આવ્યા છે, જેમાં તે ખુબ સુંદર અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે. મિત્રો ફિલ્મોમાં સામાન્ય એવી દેખાઈ કેતકી રિયલ લાઈફમાં બિલકુલ અલગ છે. અને અમારો દાવો છે કે, આ ફોટા જોઈને તમે તેમને ઓળખી શકશો નહિ. જણાવી દઈએ કે, કેતકીના લગ્ન અભિનેતા રસિક દવે જોડે થયા છે. તેમની દીકરીનું નામ રિદ્ધિ દવે છે. રિદ્ધિ દવે પણ પોતાની માં ની જેમ અભિનેત્રી છે.