હાલમાં દરેક વ્યક્તિને પોતાના ફ્યુચર પ્લાનિંગની ચિંતા રહે છે. અને આજના સમયમાં જે રીતે છેતરપીંડી વધી રહી છે, તો એવામાં દરેક વ્યક્તિ એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેમનું ધન સુરક્ષિત રહે. અને કદાચ તમે પણ એવું જ વિચારતા હશો કે અમારે અમારા ભવિષ્યને સુધારવા માટે કાંઈક કરવાની જરૂર તો છે જ. તો હવે તમારે એના માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે એક એવી યોજના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે ચિંતા મુક્ત થઈને રોકાણ કરી શકો છો.
મિત્રો આજના સમયમાં એક એવી યોજના બહાર પડી છે, જે તમારા માટે ઘણી લાભદાયક છે. આ એક એવો વિકલ્પ છે જેમાં જો તમારી પત્ની હાઉસવાઈફ છે કે નોકરી ધંધો કરે છે, તો બન્ને જ સ્થિતિમાં તમે પોતાની વાઈફના નામે પબ્લિક પ્રોવીડંડ ફંડ (PPF) એકાઉન્ટ ખોલાવી શકો છો. આજના સમયમાં પીપીએફ એકાઉન્ટને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેની ઉપર મળતું રીટર્ન પણ ખાતરી વાળું હોય છે.
જો તમે પણ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારા માટે આ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે એમ છે. તમારી પત્નીના પીપીએફ એકાઉન્ટમાં તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. જો તમે એટલા જ ફંડ ઉપર દર વર્ષે તમારી પત્નીના નામથી પીપીએફ એકાઉન્ટમાં જમા કરાવો છો, તો 15 વર્ષ પછી તેને મેચ્યોર થાય એટલે તમને લગભગ 40 લાખ રૂપિયાનો ફંડ મળશે.
ભવિષ્યમાં તમને આ ફંડ ઘણું જ કામ આવી શકે છે. હાલમાં પીપીએફ એકાઉન્ટ ઉપર વર્ષનું 7.6 ટકા રીટર્ન મળે છે. 40 લાખના ફંડ માટે મહિને 12,000 રૂપિયાનું કરવું પડશે રોકાણ : પૈસાબજાર ડોટ કોમના સીઈઓ અને કો ફાઉન્ડર નવીન કુકરેજએ જણાવ્યું, કે જો કોઈ વ્યક્તિ પીપીએફમાં દર મહિને 12,000 રૂપિયા જમા કરાવે છે, તો 15 વર્ષ પછી એના પીપીએફ એકાઉન્ટમાં 39,31,027 રૂપિયા થઇ જશે. વર્તમાન સમયમાં પીપીએફ પર 7.6 ટકા ઇન્ટરેસ્ટ મળી રહ્યું છે.
મહિનાનું કોન્ટ્રીબ્યુશન 12,000 રૂપિયા, રોકાણની અવધિ 15 વર્ષ, હાલનો ઇન્ટરેસ્ટ રેટ 7.6 %, કુલ ફંડ 39.32 લાખ રૂપિયા. સરકાર તરફથી પણ પીપીએફ યોજના ઉપર વ્યાજની દર 3 મહીને સમીક્ષા કરવામાં આવે છે. માટે આ રકમ હાલના વ્યાજ દર અનુસાર છે એની તમારે ખાસ નોંધ લેવી.
આવનારા સમયમાં પીપીએફના વ્યાજદરમાં પણ ઘટાડો થઇ શકે છે, અને તેમાં વધારો પણ થશે. તેવામાં જો વ્યાજ દરોમાં વધારો થાય છે, તો તમે પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષ સુધી રોકાણ કરી લગભગ 50 લાખ રૂપિયાના માલિક બની જશો. પીપીએફ એકાઉન્ટના નિયમ અનુસાર તેમાં વર્ષના 1.5 લાખ રૂપિયાથી વધુ જમા નથી કરી શકાતા. આ યોજનામાં એક બીજી શરત છે, જેની હેઠળ તમે તમારા જોઈન્ટ એકાઉન્ટ તરીકે નથી ખોલાવી શકતા.
બીજી અગત્યની વાત એ છે, કે આ ખાતાને તમે તમારી પત્ની કે પછી તમારા બાળકના નામ ઉપર જ ખોલાવી શકો છો, અને આ ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા વાર્ષિકથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા વર્ષના જમા કરી શકો છો. આ ખાતામાં 100 રૂપિયા પ્રતિ વર્ષ વાર્ષિક દરથી જમા કરાવી શકાય છે. આ ખાતાને જો યોગ્ય રીતે નથી ચલાવવામાં આવતું તો 50 રૂપિયા દંડ ચૂકવવો પડી શકે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે, કે તેમાં જમા કરાવેલી રકમ ઉપર મળતા વ્યાજ પર ટેક્સ નથી લાગતો. એટલે કે તે સંપૂર્ણ રીતે ટેક્સ મુક્ત હોય છે. એટલે કે તમારા એકાઉન્ટમાં મેચ્યોર થવા સુધી જે રકમ મળશે તેમાંથી ટેક્સ કપાશે નહિ. આ યોજનામાં જોડાવા માટે તમે તમારી પાસેની બેંકોમાંથી જાણકારી મેળવી શકો છો, અને સરકારની આ યોજનાથી તમે તમારા આવનારા સમયને સુરક્ષિત કરી શકો છો.