આજે જ પોસ્ટ ઓફિસમાં જઈને ભરો આ ફોર્મ, દર મહિને ખાતામાં આવશે 2700 રૂપિયા

0
12622

આજકાલ લોકો માટે પૈસાની જરૂરીયાત વધી ગઈ છે. પોતાના થોડા સપના પુરા કરવાં, પોતાનું ભવિષ્ય સુધારવા જેવા બીજા કારણસર લોકો કોઈને કોઈ સ્કીમમાં રોકાણ કરતા રહે છે. સરકાર અને બેંકો તરફથી પણ થોડા થોડા સમયે આવી સ્કીમો આવતી જ રહે છે.

મિત્રો તમે પણ દર મહીને આવક કે વધારાની આવક મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફીસની એક સ્કીમ તમને મદદ કરી શકે છે. તમારે એના માટે આ એક સ્કીમ હેઠળ એક વખત પોસ્ટ ઓફીસમાં ખાતું ખોલાવવું પડશે. આ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ ઉપર ૨૭૩૭ રૂપિયા સુધી માસિક ઇન્કમની ગેરંટી છે.

તેમજ તમે આ સ્કીમ હેઠળ ખોલાવેલા ખાતામાં જમા કરાવેલા તમામ નાણાની સુરક્ષાની પણ ગેરંટી છે. અને ખાસ વાત એ છે કે આ એકાઉન્ટને તમે ઓછામાં ઓછા ૧૫૦૦ રૂપિયાથી પણ ખોલાવી શકો છો. આજે અમે તમને જણાવીશું પોસ્ટ ઓફીસની માસિક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે POMIS, જે તમને માસિક આવક કરવાની તક આપે છે. આ એક એવી સરકારી સ્કીમ છે જેમાં એક વખત પૈસા રોકાણ કરવાથી દર મહીને આવક થતી રહે છે.

અને આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે, કે આ સ્કીમને દર પાંચ વર્ષ પછી તેના ખાતા દ્વારા આગળ પણ જ્યાં સુધી ધારો એટલી વધારી શકો છો. એટલે આ ઘણા વર્ષો સુધી તમારા માટે આવકની ગેરંટી સાબિત થશે. એક્સપર્ટ આ યોજનાને રોકાણના સૌથી સારા વિક્પો માંથી એક ગણે છે. અને એના ૪ મોટા ફાયદા છે. જે નીચે મુજબ છે.

(૧.) આ ખાતું કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે, અને તમારી જમા રકમ હંમેશા સચવાયેલી રહેશે. (૨.) બેંક એફડી કે ડેટ ઈંસ્ટ્રુમેંટની સરખામણીમાં તમને સારું રીટર્ન મળે છે. (૩.) ત્રીજું એ કે તમને દર મહીને એક ચોક્કસ આવક થતી રહે છે. (૪.) સ્કીમ પૂરી થવા ઉપર તમારી જમા રકમ તમને મળી જાય છે. તમે ઈચ્છો તો એને ફરી વખત આ યોજનામાં રોકીને માસિક આવકનું સાધન બનાવી શકો છો.

જો તમારૂ એકાઉન્ટ સિંગલ છે તો તમે તેમાં વધુમાં વધુ ૪.૫ લાખ રૂપિયા સુધી મૂડી જમા કરાવી શકો છો. એમાં તમારે ઓછામાં ઓછા ૧૫૦૦ રૂપિયાની રકમ જમા કરાવવાની રહેશે. એક માણસ પોસ્ટ ઓફીસ દ્વારા નક્કી લીમીટ મુજબ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમમાં મેચ્યોરેટીનો સમયગાળો ૫ વર્ષનો છે. ૫ વર્ષ પછી તમારી રકમનું ફરીથી તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો. વધુ જાણકારી માટે ગુગલમાં POMIS સર્ચ કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.