52 વર્ષની ઉંમરે બિગ બોસની આ કન્ટેસ્ટન્ટે કર્યા પાંચમાં લગ્ન, 20 વર્ષ મોટા વ્યક્તિને બનાવ્યો પતિ

0
2314

શું તમે ‘જૉન પીટર્સ’ અને ‘પામેલા એંડરસન’ ને ઓળખો છો? જે લોકો હોલીવુડ ફિલ્મોના ફેન છે, તેમને આમના નામ સારી રીતે ખબર હશે. અને જે નથી જાણતા તેમને જણાવી દઈએ કે, પામેલા એંડરસન સલમાન ખાનના શો ‘બિગ બોસ’ ની ચોથી સીઝનનો ભાગ હતી અને જૉન પીટર્સ ‘બેટમેન’ ફિલ્મના પ્રોડ્યુસર હતા.

આ બંને આજકાલ પોતાના લગ્નને લઈને આખી દુનિયામાં ચર્ચાનો વિષય બનેલા છે. આશ્ચર્યની વાત એ છે કે, પામેલા એંડરસનના આ પાંચમાં લગ્ન છે. મીડિયામાં આવેલા સમાચારો અનુસાર, બંને જણા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. એ પછી બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

રિપોર્ટ્સ અનુસાર, પામેલા એંડરસન અને જૉન પીટર્સે એક અંગત સેરેમની દરમિયાન લગ્ન કર્યા. તેમના લગ્નનો સમારોહ માલીબુ બીચ (Malibu Beach) પર આયોજિત કરવામાં આવ્યો હતો. બંને એક-બીજાને ઘણો પ્રેમ કરે છે અને લગ્ન કરીને બંને જણાએ આ વાતને સાબિત કરી દીધી છે.

પામેલા એંડરસને જૉન પીટર્સ માટે એક પ્રેમ ભરેલી કવિતા પણ લખી છે, અને તેમને હોલીવુડના ‘ઓરીજીનલ બેડ બોય’ જણાવ્યા છે. પામેલાની આ કવિતાનું નામ જ ‘ધ ઓરિજિનલ બેડ બોય ઓફ હોલીવુડ’ છે. પામેલા એંડરસને હોલીવુડ રિપોર્ટરને કહ્યું કે, ‘કોઈ સરખામણી નથી કરી શકતું, હું તેમને પરિવારની જેમ ઊંડાણથી પ્રેમ કરું છું.’

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પામેલા એંડરસન 52 વર્ષની છે અને જૉન પીટર્સ તેમનાથી 22 વર્ષ મોટા છે અને તેમની ઉંમર 74 વર્ષ છે. પામેલાને ફિલ્મ ‘બેવોચ’ માં જોવામાં આવી છે, અને જૉન પીટર્સ ‘બેટમેન’ ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે ઓળખાય છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.