માત્ર 15 વર્ષની છોકરીએ આપ્યો એક બાળકીને જન્મ, એ બાળકીના પિતાનું નામ જાણીને ઉડી જશે હોંશ.

0
2136

મિત્રો આપણા દેશમાં એક તરફ મહિલાઓ અને છોકરીઓને સમાન અધિકાર આપવાની વાત કરવામાં આવી રહી છે, અને એ દેશમાં આજે દર બીજા દિવસે કોઈ ને કોઈ છોકરીની આબરુ સાથે છેડછાડ કરવામાં આવે છે. તમને થોડા થોડા દિવસે દેશના કોઈ ને કોઈ ખૂણા માંથી કોઈ છોકરી કે મહિલા સાથે છેડતી, બળાત્કાર વગેરેના સમાચાર સાંભળવા મળતા હશે.

અને આજે જે ઘટના વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે આ મુદ્દા સાથે જ જોડાયેલી છે. આ ઘટના એક પંદર વર્ષની છોકરી સાથે થઇ છે. જેણે પંદર વર્ષની કુમણી વયે જ એક બાળકીને જન્મ આપી દીધો. માત્ર એટલું જ નહિ તે ઉપરાંત જયારે તમને એ બાળકીના પિતા વિષે ખબર પડશે, તો ખરેખર તમારા પણ હોંશ ઉડી જશે. આ ઘટનાએ દરેક સંબંધોને શરમાવી દીધા છે.

મિત્રો અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના યુપીના કન્નોજની છે. જ્યાં એક પંદર વર્ષની નાનકડી છોકરી સાથે સતત યોન શોષણ થતું રહ્યું, અને મજબૂરી અને ડરને કારણે તે આ બધું સહન કરતી રહી. જે ઉંમરમાં છોકરીઓ રમતી-કુદતી અને ભણતી હોય છે, ત્યારે આ છોકરીએ એક નવા જીવનને જન્મ આપી દીધો છે. અને જયારે લોકોએ આ બાળકીના પિતા વિષે જાણ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જણાવી દઈએ કે આ છોકરીએ જે બાળકીને જન્મ આપ્યો છે, તેના પિતા કોઈ બીજા નહિ, પરંતુ આ છોકરીનો પોતાનો જ બાપ છે. એટલે કે જો આપણે સીધી ભાષામાં કહીએ તો આ કળયુગી બાપ પોતાની જ દીકરી સાથે ઘણા મહિના સુધી શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો. પરંતુ જયારે છોકરી પ્રેગનેન્ટ થઇ અને પછી બાળકીને જન્મ આપ્યો ત્યારે લોકોને તે વાતની જાણ થઇ.

આ છોકરી તો કિશોરી છે અને તેના નરાધમ બાપે તેની સાથે શરમજનક કૃત્ય કર્યુ છે, તેના વિષે જાણીને દરેક વ્યક્તિ દંગ છે. તે છોકરીના પેટમાં દુ:ખાવો શરુ થયો ત્યારે, તેને હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યાં તેનો બાપ તેને છોડીને જતો રહ્યો.

કોઈ પણ પિતા માટે તેની દીકરી કોઈ રાજકુમારીથી ઓછી નથી હોતી, અને એક પિતા પોતાની દીકરીને દરેક ખરાબ દ્રષ્ટિથી બચાવીને રાખે છે. પરંતુ જયારે રક્ષક પોતે જ ભક્ષક બની જાય ત્યારે દીકરીની શું હાલત થાય? તે આ ઘટનાથી સાબિત થઇ ગયું છે.

જયારે હોસ્પિટલ પહોંચ્યા પછી આ છોકરીને એની બાળકીના પિતાનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તે છોકરીએ જે જવાબ આપ્યો, તે જાણીને સૌ ચકિત રહી ગયા. છોકરીએ પોતે એ જણાવ્યું કે, મારો બાપ જ મારી બાળકીનો બાપ છે. તે સાથે જ તે છોકરીએ એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેના પિતા તેની સાથે દુષ્કર્મ કરતા હતા અને તે બધુજ ચુપચાપ સહન કરતી હતી. તે ઉપરાંત તેને જણાવ્યું કે પોતાના બાપના ખરાબ કાર્યથી જ તે ગર્ભવતી થઇ ગઈ.

જયારે એક બાપ જ પોતાની દીકરી સાથે આવું કરી શકે છે, તો આ દેશમાં દીકરીઓ કેમ સુરક્ષિત રહેશે.