ફેટી લીવર દુ:ખાવા વગરનો ગંભીર રોગ, જાણો તેના વિષે A To Z

0
3412

‘ફેટી લીવર’ એટલે લીવરમાં ચરબી જામતી હોય, તો પણ કોઈ તકલીફનો અનુભવ થતો નથી. પરંતુ વધુ સમય સુધી ચરબી રહેવાથી લીવર સીરોસીસનું કારણ બની શકે છે.

કોઈપણ બીમારીને કારણે શરીરમાં દુ:ખાવો થાય એટલે લોકો તરત ડોક્ટર પાસે દોડે છે. પરંતુ કોઈ બીમારીના લક્ષણ પણ વધુ ન હોય, શરીર ઉપર કોઈ પ્રકારની અસર ન પડતી હોય, જીવનશૈલી ઉપર પણ કોઈ અસર ન પડી રહી હોય તો એવા પ્રકારની બીમારીની જાણ થવા છતાં પણ લોકો તેને સામાન્ય ગણતા હોય છે.

ફેટી બીમારી એક એવા પ્રકારનો રોગ છે. તેમાં તો બીમારી વિષે ખબર પણ પડી શકે છે. જે કોઈ બીજી રીતે સોનોગ્રાફી કરવામાં આવે છે. હાલના દિવસોમાં જીવનશૈલી અને ખાવા પીવાને કારણે પણ ફેટી લીવર વયસ્કોમાં થતી બીમારીઓમાં ઘણી સામાન્ય બની ગઈ છે.

લીવરની કોશિકાઓમાં ચરબી હોવી સામાન્ય વાત છે, પરંતુ તે પાંચ ટકાથી વધુ થવા લાગે, તો તેને ફેટી લીવર કહેવાય. સામાન્ય રીતે ફેટી લીવર બે પ્રકારના હોય છે, પહેલો આલ્કોહોલિક ફેટી લીવર. તે દારૂના બંધાણી લોકોને થાય છે. બીજું ખાવા પીવામાં બેદરકારી અને ફેરફારને કારણે નોન આલ્કોહોલિક ફેટી લીવર, આ તકલીફ કોઈને પણ થઇ શકે છે.

ફેટી લીવરમાં સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી. આમ તો અમુક કેસમાં લીવરની કોશિકાઓમાં સોજો (ઈમ્ફ્લેમેશન) શરુ થઇ જાય છે. તે સોજાથી લીવરના ટીશું કડક થઇ જાય છે. ત્યારે વ્યક્તિને થાક, ધીમું ધીમું પેટમાં દુઃખવું, ચીડિયાપણું, ભૂખ ન લાગવા જેવા લક્ષણ હોય છે.

તે સ્થિતિમાં જો લીવરની કોશિકાઓ ખરાબ થવાનું શરુ થઇ જાય તો કમળો અને આગળ જતા લીવર સીરોસીસ થઇ શકે છે. સીરોસીસ લીવરના કેન્સર પછી સૌથી ગંભીર બીમારી છે. જેનો કાયમી ઈલાજ માત્ર લીવર ટ્રાંસપ્લાન્ટ જ હોય છે. આ બીમારીમાં લીવરની કોશિકાઓ નાશ પામે છે.

કોને છે વધુ જોખમ?

ફેટી લીવરની સમસ્યા ૪૦ ની ઉંમર પછી જ વધુ જોવા મળે છે. આમ તો બાળકોને પણ તે થઇ શકે છે. ખાસ કરીને બાળકોમાં મોટાપો થવાથી તેની શક્યતા વધુ રહે છે. જે પુરુષની સાઈઝ ૯૪ સે.મી. અને મહિલાઓની ૮૦ સે.મી. થી વધુ છે, તેને ફેટી લીવર થઇ શકે છે. ડાયાબીટીસ, થાઈરોઈડ બીપીની તકલીફથી પીડિત લોકોમાં પણ તેનું જોખમ રહે છે. જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની તકલીફ છે, તેના લીવરમાં પણ ચરબી જમા થઇ શકે છે. વધુ ચરબી વાળા ખોરાકનો વધુ ઉપયોગ કરવા વાળા અને શારીરિક મહેનતથી દુર રહેવા વાળા પણ ફેટી લીવરનો ભોગ બની શકે છે.

એવા લોકોએ સોનોગ્રાફી જરૂર કરાવી લેવી જોઈએ. તે ઉપરાંત ઇન્સ્યુલીન પ્રત્યે રેજીસ્ટેટ લોકો, સ્ટેરોઈડ દવાઓનો વધુ ઉપયોગ કરવા વાળા લોકોએ પણ તપાસ કરાવી લેવી જોઈએ. સ્મોકિંગ, આલ્કોહોલના બંધાણી લોકોએ પણ સમયાન્તરે ટેસ્ટ કરાવવા જ જોઈએ. ફેટી લીવરની સમસ્યા વારસાગત કારણોથી પણ હોઈ શકે છે. જો કુટુંબમાં કોઇને પણ આ તકલીફ થયેલી હોય, તો સોનોગ્રાફી કરાવવી જરૂરી છે.

ક્યા ટેસ્ટ અને દવાઓ અસરકારક છે?

ફેટી લીવરની શરુઆતની જાણ સોનોગ્રાફીથી જ થાય છે. તેની સાથે લીવર ઇંજાઈમના લોહીના ટેસ્ટ જેવા કે એસજીપીટી વગેરેથી તે જાણી શકાય છે કે લીવર કોશિકાઓમાં ઇન્ફલેમેશન તો ફેલાયું નથી ને. ફીબ્રોસ્કેન નામના વિશેષ સોનોગ્રાફીમાં એ જાણી શકાય છે કે ફેટી લીવર, કોશિકાઓને નુકશાન તો નથી પહોચાડી રહી ને. ક્યારે ક્યારે બાયોપ્સીની પણ જરૂર પડે છે. અલ્ટ્રાસાઉન્ડની મદદથી પણ લીવરના સોજાની જાણ થઇ શકે છે. તે ઉપરાંત સીટી સ્કેન અને એમઆરઆઈથી પણ તેની જાણ લગાવી શકાય છે.

ફેટી લીવરને ઠીક કરવા માટે અલગથી કોઈ દવા આપવામાં આવતી નથી. આ એવી બીમારી છે કોઈ દવાથી ઠીક થતી નથી. માત્ર હેલ્દી ડાયટ અને કસરતથી જ તેને આગળ વધતી અટકાવી શકાય છે અને કાબુમાં કરી શકાય છે. ફેટી લીવર સાથે જોડાયેલી બીજી બીમારીઓ અને તેના જોખમના વધારવા વાળા પરીબળ જેવા કે ડાયાબીટીસ, થાઈરોઈદ કોલેસ્ટ્રોલ વગેરે વગેરેને કંટ્રોલ કરવા માટે દવાઓ જરૂર આપવામાં આવે છે.

ફેટી લીવરની બીમારીથી કેવી રીતે બચી શકાય? :-

તળેલું ભોજન વધુ ન ખાવ. સેચુંરેટેડ ચરબી વાળા ખાદ્ય પદાર્થો જેવા કે ચીજ, બટર અને પોર્ક, લેમ્પ વગેરે ઓછામાં ઓછા લો. રીફાઇન ખાંડ પણ ન લેવી જોઈએ.

ઋતુના ફળ, શાકભાજી સાથે સાથે નટ્સને ભોજનમાં ઉમેરો કરો.

અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ કસરત જરુર કરો. તેમાં યોગ, એરોબીક્સ, દોડવું અને વેટ ટ્રેનીંગ કરી શકો છો.

મોટાપો તેનું એક મોટું કારણ છે, પરંતુ જાતે મોટાપો ઓછો કરવાની દવાઓ ન લો.

દૈનિક ભાસ્કર જેવા ન્યુઝ પેપરમાં કોલમ લખતા નિષ્ણાતોના હિન્દી આર્ટિકલનો અનુવાદ માંથી