પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ અધિકારીની જ કરાઈ ધરપકડ, જાણો કારણ

0
770

ગુજરાતના હાલોલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં કામ કરતી મહિલાએ સિસ્ટમને છેતરીને લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દીધા છે. જી હાં, પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ, પોતાની ડયુટીના સમય દરમ્યાન 43.50 લાખની રકમ ચાઉ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો.

મળેલી જાણકારી અનુસાર આ મહિલા કર્મચારીએ 2011 થી 2018 દરમ્યાન હાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા દરમ્યાન ટ્રાફિક સ્થળ દંડ, ઓન પેમેન્ટ બંદોબસ્ત, સર્વિસ ટેક્સ,પોલીસ કર્મીઓના ટી.એ. બિલના નાણાંના બોગસ બિલો બનાવી એના બેંક સ્ટેટમેન્ટ બનાવીને પોતાના અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ અંગે ફરિયાદ મળતા જિલ્લા પોલીસ વડાએ હાલોલ પોલીસ મથકે મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અને તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

એ મહિલાનું નામ નયનાબેન વિઠ્ઠલભાઈ તડવી છે. હાલમાં તે ગોધરા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી હતી, અને આ પહેલા તે હાલોલ પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી. હાલોલ પોલીસ મથકમાં તે 2011 થી 2018 દરમ્યાન એકાઉન્ટ રાઇટર હેડ તરીકેની ફરજ બજાવતી હતી. એ સમયે એમણે વિવિધ એકાઉન્ટ લક્ષી કામગીરી દરમ્યાન લાખોની ઉચાપત કરાયાની વિગતો સપાટી પર આવવા પામી હતી. પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ અંગે જાણ થતા એમણે આ અંગે તપાસ કમિટી રચી અને હાલોલ ડીવાયએસપીને એની તપાસ સોંપાઈ હતી.

અને એની તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. એમણે જે રકમ ચાઉ કરી છે એનો આંકડો ટોટલ 43.50 લાખનો છે. મહિલાએ પોતાના જ સાથી કર્મચારીઓના હકના નાણાં ચાઉ કર્યા અને પોતાના જ સાથી કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ મહિલા પોલીસ કર્મચારીએ સરકારી સેવક હોવાનો લાભ ઉઠાવી, તેમજ બોગસ બિલો કર્મચારીઓના ખોટા વાઉચરો બનાવી જે તે ખાતામાં ખોટી રીતે રજુ કરી મંજુર પાસ કરાવી ઉચાપતનો ગુનો આચર્યો હતો.

આ બાબતે હાલોલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર કૌભાંડની ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી, અને આ કૌભાંડ પરથી પડદો ઉઠાવતા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી તપાસમાં આખરે જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ કરાતા હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાતા હાલોલ પોલીસે નયનાબેન તડવીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

નયનાબેને પૈસા ચાઉ કરવા માટે ટ્રાફિક સ્થળ દંડ, ઓન પેમેન્ટ બંદોબસ્ત, સર્વિસ ટેક્સ, અને પોલીસ કર્મચારીઓના ટી.એ.બિલ, તેમજ પોલીસ કર્મચારીઓના રજા પગાર સહિતના નાણાં સરકારી હેડે જમા કરાવવાના બદલે બોગસ બિલો તેમજ કર્મચારીઓના ખોટા વાઉચર બનાવી અને ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવ્યા હતા. અને તે એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત એકાઉન્ટમાં તેમજ પોતાના સગાં સંબંધીઓના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

કેવી રીતે ઉચાપત કરી :

એમણે હાલોલ પોલીસ મથકના પોતાના સાથી કર્મીઓના ટી.એ બિલના નાણાં મંજુર કરાવ્યા. અને તે ટી.એ બિલના નાણાં જે તે કર્મીઓના ખાતામાં જમા કરવાને બદલે બેંકમાં ખોટો રીપોર્ટ રજુ કરીને પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેમાં કેટલાક એવા કર્મીઓએ ટી.એ બિલ પણ હતા જેમણે ટી.એ માંગ્યુ઼ પણ ન હતુ઼. અને નયનાબેને સાત વર્ષ સુધીમાં ઉચાપત કરી હોવા છતાં, આ વિષે પોતાના સાથી કર્મીઓને એની ગંધ પણ આવવા દીધી ન હતી.